Home »National News »Utility» Know Why Nominee Section Is Must To Feel While Investing Money

પોલિસીમાં નોમિની કોણ હોઇ શકે અને તે શા માટે જરૂરી છે, જાણો કામની વાતો

divyabhaskar.com | Jan 23, 2017, 14:46 PM IST

 
 
યૂટિલિટી ડેસ્ક, અમદાવાદ :જ્યારે પણ તમે કોઇ પોલિસી લો છો કે કોઇ જગ્યાએ તમારા રૂપિયા રોકો છો ત્યારે કંપની કે બેંક તમારી પાસે ફોર્મ ભરાવે છે. આ સમયે તેમાં તમારે તમારી તમામ માહિતિ આપવાની રહે છે અને તમારા ઓળખપત્રના પુરાવા પણ આપવાના રહે છે. આ સાથે કંપની તમારી પાસે એવી વ્યક્તિનું નામ માંગે છે જેને તમે નોમિની બનાવવા ઇચ્છો છો. અનેક લોકો આ કોલમમાં કોઇ નામ ભરતા નથી અને પાછળથી અફસોસ કરે છે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે નોમિનીનો અર્થ શું છે અને કઇ વ્યક્તિને નોમિની બનાવી શકાય. નોમિની હોવાથી વ્યક્તિને શું ફાયદો થઇ શકે છે. 
 
 
divyabhaskar.comએ ફાયનાન્શિયલ એડવાઇઝર ગૌરવ જન્સારી સાથે વાત કરી કે કોઇ પણ પોલિસી લેતી સમયે નોમિની રાખવા શા માટે જરૂરી હોય છે, તેના જવાબમાં તેઓ જણાવે છે કે, જ્યારે કોઇ પણ સંજોગોમાં વ્યક્તિનું આકસ્મિક ડેથ થાય તો તેના ફેમિલિને ફાયનાન્શિયલ હેલ્પ મળી રહે તે હેતુથી નોમિનીનું નામ ભરવું જરૂરી છે. નોમિનીએ વ્યક્તિ છે જેને ઇન્શ્યોરન્સનો ક્લેમ (મળવાપાત્ર રકમ) અમાઉન્ટ પેએબલ હોય છે. જો કોઇ આકસ્મિક ઘટના બને અને ફેમિલિના મુખ્ય વ્યક્તિનો ઇન્શ્યોરન્સ કરાવેલો હોય તો નોમિનીમાં પત્ની અને બાળકો હોય તો ફેમિલિને લાભ મળે છે. તે ફેમિલિ આર્થિક રીતે સિક્યોર બને છે. જો કોઇ કારણવશ નોમિનીનું પણ ડેથ થાય છે તો પાછળ તેમાં બીજા નામને આ બેનિફિટ મળે છે. જો બાળકો માઇનર હોય તો પણ તમે તેને નોમિની તરીકે રાખી શકો છો. 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો નોમિનીનો અર્થ શું છે અને તેનું મહત્વ શું છે....
(Utility Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know why nominee section is must to feel while investing money
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended