Home »National News »Utility» Check Methods: How To Check Purity Of Your Fruits

શું તમે પણ ખાઓ છો કેળા અને પપૈયા? જાણી લો તે કેટલા ઝેરી હોય છે

divyabhaskar.com | Feb 16, 2017, 00:02 AM IST

યુટિલિટી ડેસ્ક, અમદાવાદઃતમે જે ફળોને સ્વાસ્થ્ય માટે ખાઓ છો, તે કેમિકલથી પાકેલા હોવાથી તમારું સ્વાસ્થ્ય બગાડી પણ શકે છે. પણ જો તમે ઇચ્છો તો આ ફળોમાં કેમિકલથી પાકેલા અને કુદરતી પાકેલા વચ્ચેનો ભેદ પારખી શકો છો. 
 
ફળોને પકવવા માટે કેલ્શિયમ કાર્બોઇડ, કાર્બેટ અને એથિલીન જેવા કેમિકલ્સનો યૂઝ થાય છે. ઇથિફોનના ખોળમાં કેળા નાંખવાથી તેનો કૃત્રિમ વિકાસ થઇ જાય છે. પણ આના કારણે કેમિકલ્સ તેના અંદર પણ જતુ હોય છે. કેલ્શિયમ કાર્બાઇડ તથા કાર્બેટથી પપૈયાને ગરમી મળે છે. એટલે ફળ જલ્દી પાકી જાય છે અને રંગ પીળો થઇ જાય છે. આવા ફળોમાં સ્વાદ અને ક્વૉલિટીનો અભાવ હોય છે. 
 
પં. રવિશંકર શુક્લ વિવિમાં રસાયણ શાસ્ત્રના એસોસિએટ પ્રૉફેસર ડૉ. શમ્સ પરવેઝ અનુસાર, કેલ્શિયમ કાર્બાઇડ, ઇથિફોન તથા તેના જેવા કેમિકલ્સ શરીર માટે હાનિકારક છે. ઇથિનોલથી નીકળતા ગેસથી આંખો અને ચામડી પર બળતરા, શ્વાસ લેવામાં તકલીફ અને ચક્કર આવવાની ફરિયાદ રહે છે. 
 
કેવી રીતે પાકે છે ફળો, જાણો આગળની સ્લાઇડ્સમાં....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Check methods: How To Check Purity Of your Fruits
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext