Home »National News »Politics» Main Face Women In Big Party

મોટા પક્ષોમાં મુખ્ય ચહેરા મહિલાઓના, આમ છતાં ટિકિટ 10%ને પણ અપાઈ નહીં

Bhaskar News Network, New Delhi, Lakhnow | Jan 28, 2017, 05:22 AM IST

  • મોટા પક્ષોમાં મુખ્ય ચહેરા મહિલાઓના, આમ છતાં ટિકિટ 10%ને પણ અપાઈ નહીં,  politics news in gujarati
નવી દિલ્હી/લખનઉ:ઉ.પ્ર. ચૂંટણી માટે મુખ્ય પક્ષોએ 300થી વધુ બેઠક પર પોતાનાં 1100થી વધુ ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે. આ મહાસંગ્રામમાં ભાજપ, સપા, બસપા અને કોંગ્રેસ ચાર મોટા પક્ષોએ મહિલાઓને મુખ્ય ચહેરો બનાવી છે, સ્ટાર પ્રચારક તરીકે પણ તેમનો જ પ્રચાર કરાઈ રહ્યો છે, તેમ છતાં ઉમેદવાર તરીકે તેમના પર ઓછો વિશ્વાસ મુકાયો છે. અત્યારસુધી જાહેર ઉમેદવારોની યાદીથી જાણવા મળે છે કે, આ પક્ષોએ 10 ટકા મહિલાઓને પણ મેદાનમાં ઉતારી નથી.  ચારેય પક્ષોએ અત્યાર સુધી 1137 ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાંથી માત્ર 93 મહિલાને જ ટિકિટ અપાઈ છે.

જાણો આ વખતે કયા પક્ષે કેટલી મહિલાને તક આપી
 
કોંગ્રેસ (5%) 
સોનિયા ગાંધી પ્રમુખ છે, સ્ટાર પ્રચારક પ્રિયંકા અને યુપીમાં શીલા દીક્ષિત હોવા છતાં મહિલાઓને તક મળી નથી. પોતાની પ્રથમ યાદીમાં પક્ષે 43 ઉમેદવાર ઉતાર્યા છે, જેમાં માત્ર બે મહિલાને તક મળી છે.

ભાજપ (9%) 
પક્ષે સ્મૃતિ ઈરાનીને સ્ટાર પ્રચારક બનાવ્યા છે. પક્ષ દ્વારા અત્યાર સુધી જાહેર કરાયેલી 304 બેઠકમાંથી માત્ર 35 પર મહિલા ઉમેદવાર છે. અન્ય પક્ષની સરખામણીએ ભલે વધુ હોય, પરંતુ કુલ બેઠકના માત્ર 9% છે. 

બસપા (5%)
પક્ષ પ્રમુખ જ મહિલા છે, પરંતુ મહિલા ઉમેદવારોની સંખ્યા સૌથી ઓછી છે. 403માંથી માત્ર 20 બેઠક પર મહિલા ઉમેદવાર છે, જેમાંથી 11 બેઠક સલામત છે. પ. યુપીમાં માત્ર 3ને તો પૂર્વ યુપીમાં 7 મહિલાને તક અપાઈ છે. 

સપા(9%)
ડિમ્પલ પક્ષનો મુખ્ય ચહેરો છે. પક્ષે 324 બેઠકમાંથી માત્ર 29 પર એટલે કે 9% પર મહિલાને તક આપી છે. પશ્ચિમ યુપીના 11 જિલ્લામાં માત્રએક બેઠક પર મહિલાને ટિકિટ અપાઈ છે. 

પંજાબ :આ બાજુ પંજાબમાં મહિલા ઉમેદવારોની આવી જ સ્થિતિ છે. 4 પક્ષના 350 ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યું છે, જેમાં મહિલા માત્ર 27 (લગભગ 7%) છે. 2012માં અહીં 93 મહિલાઓ ચૂંટણી લડી હતી. 
(Politics Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: main face women in big party
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended