Home »National News »In Depth» Supersonic Cruise Missile Brahmos Can Be Launched From Anywhere

ભારતની આ મિસાઈલથી ડરે છે દુશ્મનો, દેશની તાકાત છે આ હથિયારો

divyabhaskar.com | Jan 26, 2017, 00:12 AM IST

અમૃતસરઃ 26 જાન્યુઆરીએ ભારત પોતાનો 68મો રિપબ્લિક ડે મનાવી રહ્યું છે. આ સમયે ભાસ્કર.કોમ અહીં તમારી સમક્ષ એવા હથિયારો અંગે માહિતી આપી રહ્યું છે જે ભારતને એક શક્તિશાળી દેશ તરીકે રજૂ કરે છે. જેમાંથી એક બ્રહ્મોસ મિસાઈલ છે. આ મિસાઈલથી ચીન જેવા દેશો પણ ગભરાય છે. તે દેશની સૌથી મોર્ડન અને વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ મિસાઈલ છે. વિશ્વની કોઈપણ મિસાઈલ ઝડપથી પ્રહાર કરવામાં બ્રહ્મોસને ટક્કર આપી શકે તેમ નથી. અમેરિકાની ટોમ હોક મિસાઈલ પણ બ્રહ્મોસથી ઘણી પાછળ છે.
 
લક્ષ્ય સ્થળ બદલે તો મિસાઈલ પણ તેને ફોલો કરશે...

- ન્યૂક્લિયર વોર હેડ ટેકનિકથી સજ્જ આ મિસાઈલ 290 કિમીના અંતરથી ટાર્ગેટનો નાશ કરી શકે છે.
- બ્રહ્મોસ મેનુવરેબલ ટેકનિકથી સજ્જ છે. જેથી જો ટાર્ગેટ પોતાનું સ્થળ બદલે તો મિસાઈલ પણ માર્ગ બદલી લક્ષ્યનો પીછો કરે છે.
- આ મિસાઈલને બ્રહ્મોસ કોરપોરેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે. જે ભારતના ડીઆરડીઓ અને રશિયાના એનપીઓ મશીનોસ્ત્રોયેનિશિયાનું જોઈન્ટ વેંચર છે.
- રશિયા આ યોજનામાં લોન્ચિંગ ટેક્નિક ઉપલબ્ધ કરાવી રહ્યું છે તો બીજી તરફ ભારત ઉડાન સમયે માર્ગદર્શન કરવાની ક્ષમતાની ટેકનિક વિકસિત કરવાની ભૂમિકા ભજવી રહ્યું છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જાણો ભારતને શક્તિશાળી બનાવતા હથિયારો વિશે..........)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: supersonic cruise missile Brahmos can be launched From Anywhere
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext