Home »National News »In Depth» Sunayana Dumala Facebook Post Revealed Dreams Of Srinivas Kuchibhotla

કાશ અમારું એક બાળક હોત તો તેમાં હું શ્રીનિવાસની છબી જોતી- પત્ની સુનયના

divyabhaskar.com | Mar 01, 2017, 18:08 PM IST

  • સુનયનાએ ફેસબુક પોસ્ટમાં બંનેનું બાળક ન હોવાનો વસવસો પણ વ્યક્ત કર્યો હતો.
નેશનલ ડેસ્ક. “અમે કેન્સાસમાં સ્થાઈ થઈને ભાવિ સપનાઓને સાકાર કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. શ્રીનિવાસ અને હું બંને વિચારી રહ્યા હતા કે આપણે પણ હવે ફેમિલી પ્લાનિંગ વિશે વિચારવું જોઈએ. પરંતુ અમારું આ સપનું અધુરું રહી ગયું. જ્યારે તે રાત્રે પોલીસ મારા ઘરે આવી અને મારા પતિના મૃત્યુ વિશે સમાચાર આપ્યા ત્યારે અમારા બધા જ સપના તૂટી ગયા. આ બધું એક વ્યક્તિને કારણે થયું જેણે જરાપણ વિચાર્યું નહીં કે તે જે કરી રહ્યો છે તેના કારણે પીડિતના પરિવાર પર શું વિતશે?” આ શબ્દો છે કેન્સાસમાં માર્યા ગયેલા ભારતીય એન્જિનિયર શ્રીનિવાસની પત્ની સુનયના દુમાલાના. 
 
મેં પોલીસને પૂછ્યું - તમે શ્યોર છો કે તે શ્રીનિવાસ છે? તમે સાચું બોલી રહ્યા છો?
 
- પોલીસે શ્રીનિવાસના મોત વિશે ઘરે આવીને સમાચાર આપ્યા તે અંગે સુનયનાએ લખ્યું છે, “હું તેમના શબ્દો પર જરા પણ  વિશ્વાસ નહોતી મૂકતી. મેં તેમને વારંવાર પૂછ્યું, તમે શ્યોર છો? શું તમે સાચું કહી રહ્યા છો?”
- “તમે જેની વાત કરી રહ્યા છો શું તમે તેને જોયો છે? શું તેની કોઈ તસવીર મને બતાવી શકશો? જેની તમે વાત કરી રહ્યા છો શું તેની ઉંચાઈ 6 ફુટ અને 2 ઈંચની છે?”
- “મારા આ સવાલોના ઉત્તરમાં તેમણે માત્ર પોતાનું માથું હકારમાં હલાવ્યું.”    
- “શ્રીનિવાસનો ભાઈ દલ્લાસમાં રહે છે તેને જાણ કરવા જ્યારે મેં ફોન કર્યો તો તેણે ધાર્યું કે હું મજાક કરી રહી છું.”
 
“જો અમારું બાળક હોત તો શ્રીનિવાસની છબી મને તેમાં જોવા મળતી”
 
- સુનયનાએ પોસ્ટમાં લખ્યું છે કે, “શ્રીનિવાસને બાળકો ખૂબ જ પ્રિય હતા. અમે અમારા પરિવારને બહોળો કરવાનું આયોજન કરી રહ્યા હતા. જે માટે અમે ડોક્ટરની એપોઈન્ટમેન્ટ પણ લીધી હતી.”
- “શ્રીનિવાસ મને કહેતો કે, આપણે ભવિષ્યને ધ્યાનમાં રાખીને થોડી બચત કરવી પડશે.”
- “જ્યારે હું આ લખી રહી છું ત્યારે અમારું સપનું સાવ વેરવિખેર થઈ ગયું છે.”
- “હું એવી કામના કરતી કે કાશ અમારું એક બાળક હોત તો જેના દ્વારા હું શ્રીનિવાસની છબી તેમાં જોઈ શકતી.”
 
શ્રીનિવાસ સાથેની દરેક ક્ષણો ફેસબુકના માધ્યમથી શેર કરી સુનયનાએ
 
- સુનયના દુમાલાએ ફેસબુક પોસ્ટ દ્વારા તે અને શ્રીનિવાસ કેવી રીતે મળ્યા, તેમણે શું સપના જોયા હતા, ફેમિલિ પ્લાનિંગ વિશે તેઓ શું વિચારતા હતા તે તમામ વાતો શેર કરી છે.
- સુનયનાએ શ્રીનિવાસના શોખ, ભારત અને મોદી પ્રત્યેની તેની ધારણા, અમિતાભ બચ્ચનથી લઈને શાહરૂખ ખાનનો શ્રીનિવાસ કેટલો મોટો ફેન હતો તેની વાત રજૂ કરી છે.
- સુનયનાની કારકિર્દી સેટ કરવા કેન્સાસમાં સ્થાઈ થવાના નિર્ણયથી લઈને કેવી રીતે ઘર વસાવ્યું તે તમામ વાતો સુનયનાએ ફેસબુક પોસ્ટ દ્વારા લોકો સમક્ષ મૂકી છે.
- સુનયનાએ પોતાની પોસ્ટ દ્વારા સત્યા નડાલ, માર્ક ઝુકરબર્ગ, સુંદર પિચાઈ, કમલા હેરિસનો સપોર્ટ કરવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ભારત અને મોદીજી પર શ્રીનિવાસને હતો ગર્વ... શ્રીનિવાસ અને સુનયનાને મિત્રો કહેતા અમિતાભ અને જયા!
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sunayana Dumala facebook post revealed dreams of Srinivas Kuchibhotla
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended