Home »National News »In Depth» Abu Dhabi Crown Prince Link With Morari Bapu Through Viral Video

અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ મોરારિબાપુની રામ કથામાં બોલ્યા'તા જય સીયારામ?

divyabhaskar.com | Jan 26, 2017, 08:53 AM IST

નેશનલ ડેસ્કઃ 68મા પ્રજાસત્તાક દિવસની પરેડના મહેમાન તરીકે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન ઉપસ્થિત રહેવાના છે. પરેડના મુખ્ય મહેમાન તરીકે ક્રાઉન પ્રિન્સ આવતા દેશમાં તેમના નામને લઈને ઉત્સુક્તા તો છે પરંતુ તેમનું નામ એક વાયરલ વીડિયોને કારણે મોરારિ બાપુ સાથે પણ જોડાયું હતું. મોરારિ બાપુની રામ કથાના આ વીડિયોમાં ક્રાઉન પ્રિન્સ ‘જય સીયારામ’ બોલી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. એક મુસ્લિમ દેશના વરિષ્ઠ હોદ્દા પૈકી એક પર બિરાજમાન ક્રાઉન પ્રિન્સે હિન્દુ ભગવાનનું નામ લેતા ભારતના મીડિયાએ તેમના પેટભરીને વખાણ પણ કર્યા હતા. વીડિયોમાં દેખાતી વ્યક્તિ ક્રાઉન પ્રિન્સ છે કે નહીં તેને લઈને પણ અટકળો વહેતી થઈ હતી.
 
વીડિયો દ્વારા શું કરવામાં આવ્યો હતો દાવો?
 
સોશિયલ મીડિયા પર અબુ ધાબીના શેખ સુલતાન ‘જય સીયારામ’ બોલતા હોય તેવો વીડિયો સપ્ટેમ્બર 2016માં વાયરલ થયો હતો. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે મોરારિ બાપુની અબુ ધાબીમાં આયોજીત રામ કથામાં ‘જય સીયારામ’ બોલનારું બીજું કોઈ નહીં પરંતુ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન છે. આ ઉપરાંત અન્ય રામ કથાના જ અન્ય એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમની બેગમે રામ કથાની પોથી માથા પર ઉપાડી છે. ભારતના તમામ મીડિયા હાઉસોએ આ બંને વીડિયોને આધારે એવા અહેવાલો રજૂ કર્યા હતા કે ક્રાઉન પ્રિન્સ મોરારિ બાપુની કથામાં ‘જય સીયારામ’ બોલ્યા! ભારતીય મીડિયાએ એક મુસ્લિમ પ્રિન્સ દ્વારા હિન્દુ ભગવાનનું નામ બોલવાની વાતને વખાણી હતી.
 
1.40 મિનિટના વીડિયોમાં અબુ ધાબીના શેખે શું કહ્યું?
 
“જય સીયારામ..મોરારિ બાપુ હું આપની જેવો જ્ઞાની નથી પરંતુ હું થોડા શબ્દો કહેવા માંગું છું. અહીં આવીને અમારું સન્માન વધારવા બદલ ધન્યવાદ. યૂએઈ સાચા અર્થમાં સહિષ્ણુતા, પ્રેમ અને કરૂણાની ધરતી છે. આટલા મહાન ધાર્મિક વ્યક્તિની કથા અહીં આયોજીત થવી તે એનું સૌથી મોટું ઉદાહરણ છે. અત્રે ઉપસ્થિત અરબી લોકોને જોઈને શું ખૂબ જ ખુશ છું. મને અહીં આમંત્રણ આપવા બદલ આપનો હૃદયથી આભારી છું. છેલ્લે એક વાત કહેવા માંગું છું કે, અહીં સત્ય, પ્રેમ અને કરૂણાના શબ્દોને અરેબિક ભાષામાં લખેલા જોઈને મને ખૂબ જ આનંદ થયો છે. અમારું સત્કાર કરવા બદલ હું આપનો ફરી આભારી છું. આ ઈવેન્ટનો એક ભાગ બનવા બદલ હું ગર્વ અનુભવું છું. આભાર. જય સીયારામ..."
 
શેખ જય સીયારામ બોલતા જ તાળીઓથી ગૂંજી ઉઠ્યો હોલ
 
વીડિયોની શરૂઆતમાં અબુ ધાબીમાં રામ કથા આયોજીત કરનારા જગદીશ ઠક્કર શેખને આમંત્રણ આપતા કહે છે કે, “હવે હું શેખ સુલતાનને વિનંતી કરીશ કે તેઓ બે શબ્દ કહે.” શેખ ડાયસ પર આવતા જ ઉપસ્થિત લોકોને જય સીયારામ કહીને આવકારે છે. તેમના દ્વારા જય સીયારામ કહેતા જ સમગ્ર હોલમાં તાળીઓનો ગડગડાટ થવા લાગ્યો. લગભગ 20 સેકન્ડ તાળીઓ વાગ્યા બાદ શેખે ફરી બોલવાનું શરૂ કર્યું. પોતાના પ્રવચનના અંતે પણ જ્યારે તેમણે જય સીયારામ કહ્યું ત્યારે પણ ઉપસ્થિત લોકોએ તેમને ફરી તાળીઓથી વધાવી લીધા.  
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ક્રાઉન પ્રિન્સની બેગમે ગ્રંથ માથે લીધો તેમાં શું હતું તથ્ય? શું સાચે જ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ જ બોલ્યા હતા ‘જય સીયારામ’?
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Abu Dhabi crown prince link with Morari Bapu through viral video
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext