Home »National News »In Depth» Relationship With India Will Continue To Be Stronger, Says White House

‘ટ્રમ્પ સરકાર’ દુનિયા માટે સંકટ! ભારત માટે કેવી રીતે હોઈ શકે અવસર?

divyabhaskar.com | Feb 02, 2017, 13:20 PM IST

  • રાષ્ટ્રપતિપદની ચૂંટણી દરમિયાન ઈન્ડિયન-અમેરિકન્સે મોટાપાયે ટ્રમ્પનું સમર્થન કર્યું હતું. (ફાઈલ)
નેશનલ ડેસ્ક. અમેરિકા નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પદ સંભાળતાની સાથે જ લીધેલા આકરા નિર્ણયોને કારણે સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. વીઝા અને શરણાર્થી નીતિને લઈને તેમની ટીકા થઈ રહી છે. ટ્રમ્પે મેક્સિકન સરહદે દિવાલ ચણવાનો આદેશ આપ્યો તો મુસ્લિમ ચરમપંથી સામે લાલ આંખ કરવાના નિર્દેશ આપી દીધા છે. પરંતુ ભારતીયો માટે સૌથી ચિંતાજનક બાબત H1B વીઝાને લઈને નવું બિલ રજૂ કરવું છે. આ બિલ ભારતીય આઈટી કંપનીઓ માટે મોટા ઝટકા સમાન છે. જો આ બિલ પાસ થઈ જાય છે તો અમેરિકન કંપનીઓને વિદેશી લોકોને નોકરી આપવા H1B વીઝાનો ઉપયોગ કરવો મુશ્કેલ થઈ જશે. ટ્રમ્પ એક પછી એક લઈ રહેલા આકરા નિર્ણયોને કારણે અમેરિકા અને ભારત વચ્ચે કેવા સંબંધો રહેશે તેના પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.     
 
‘ટ્રમ્પ સરકાર’ બનતા ભારત માટે શું છે મહત્વપૂર્ણ?
 
- ભારત માટે પ્રાથમિક રીતે સૌથી મોટી ચિંતા એ હોવી જોઈએ કે ટ્રમ્પની નીતિઓથી આપણા પર કેટલી અસર થશે. સાથોસાથ, ભવિષ્યમાં ભારતના અમેરિકા સાથેના સંબંધો કેવા રહેશે.
- સામાન્ય રીતે દેશોની વચ્ચે સંબંધો ઉદારવાદી સિદ્ધાંતો કે સામાજિક ન્યાયના આધાર પર નક્કી નથી થતા.
- ટ્રમ્પના મુદ્દા પર કંઈક અંશે અમેરિકન લોકોની સાથે ઊભું રહેવું સમજમાં આવે છે. પરંતુ ભારતીય લોકો માટે દુઃખી થઈને અને હાથમાં ‘ટ્રમ્પ મારા રાષ્ટ્રપતિ નથી’ ના પોસ્ટર્સ લઈને ફરવું અર્થ વગરનું છે.  
- તેનું કારણ એ છે કે બંને દેશો વચ્ચેના સંબંધો પરસ્પરના હિતો અને માહોલ પર ટકેલા હોય છે. આ માર્ચે ભારત અન્ય દેશોની તુલનામાં ઓવલ ઓફિસની સાથે ખૂબ જ સારી પરિસ્થિતિમાં છે.
 
ભારત માટે એકમાત્ર ચિંતા H1B વીઝા પર સખ્તાઈ
 
- ભારત માટે સૌથી મોટી ચિંતા યૂએસ ઇમીગ્રેશન પ્રોગ્રામ - H1B વીઝાની છે.
- કેમિકલ્સ અને ફર્ટિલાઈઝર્સ મંત્રી અનંત કુમાર મુજબ, “ટ્રમ્પની નીતિઓના કારણે ભારતીય આઈટી અને ફાર્મા ઈન્ડસ્ટ્રી પર ખરાબ અસર પડવાનું કોઈ કારણ નથી.”
- તેઓએ કહ્યું, “વડાપ્રધાનની પહેલા જ અમેરિકન રાષ્ટ્રપતિ સાથે વાત થઈ ચૂકી છે. મને નથી લાગતું કે વ્યાપારિક અને આર્થિક મુદ્દાઓ પર અમેરિકાના વલણમાં કોઈ બદલાવ આવશે.”
- આ વાતનું પ્રારંભિક દબાણ આઈટી કંપનીઓ પર થઈ શકે છે અને અમેરિકા સ્થાનિકોને નોકરીઓ આપવાને પ્રાધાન્ય આપશે.
- પરંતુ ઈન્ડિયન ટેક્નોલોજી કંપનીઓને અમેરિકામાં વ્યાપારની તકો અનેકગણી વધી જશે. ઓવરઓલ નેટ રિઝલ્ટ હકારાત્મક જ રહેશે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ટ્રમ્પના આવવાથી શું વિશ્વમાં ખરેખર કયામત આવી જશે? મોદી અને ટ્રમ્પ વચ્ચેનો હકારાત્મક સંવાદ કેટલો ફાયદો કરાવશે? નવી વૈશ્વિક વ્યવસ્થામાં ભારતને કેમ પાર્ટનર બનાવવા માગે છે અમેરિકા? રશિયાનું ચીનની પકડમાંથી નીકળવું ભારત માટે કેમ ફાયદારૂપ?
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Relationship with India will continue to be stronger, says White House
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended