Home »National News »In Depth» US To Decrease Green Card Quota By Half

ભારતીયોના US Dreamsને ફટકો, ગ્રીનકાર્ડનો ક્વોટા અડધો થશે

divyabhaskar.com | Feb 09, 2017, 11:48 AM IST

  • અમેરિકન ડ્રીમ્સના સંદર્ભમાં પ્રતીકાત્મક તસવીર
વોશિંગ્ટન:અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવા માંગતા લોકો માટે માઠા સમાચાર છે. બે સેનેટરોએ આ મતલબનું બિલ ગૃહમાં રજૂ કર્યું છે. જેમાં વિદેશથી આવતાં ઈમિગ્રન્ટ્સની સંખ્યામાં પચાસ ટકા જેટલો ઘટાડો કરવાનો જંગી પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. 
 
શું છે RAISE Actમાં?

રિપબ્લિકન પાર્ટીના સેનેટર ટોમ કોટન તથા ડેમોક્રેટિક પાર્ટીના ડેવિડ પરડ્યુએ ગૃહમાં RAISE Act બિલ રજૂ કર્યું છે. જે મુજબ અમેરિકામાં ગ્રીન કાર્ડ કે કાયમી નિવાસ માટેના પ્રસ્તાવોમાં પચાસ ટકા જેટલો જંગી ઘટાડો કરવામાં આવશે. 

એક્સપર્ટ્સના મતે ભારતીયોને આંશિક અસર 

ઈમિગ્રન્ટ એક્સપર્ટ રમેશભાઈ રાવલના કહેવા પ્રમાણે, "આનાથી ફેમિલી માટે કાયમી નિવાસ મેળવવા માંગતા ભારતીયોને મોટી અસર થાય તેવી ખાસ શક્યતા જણાતી નથી. પરંતુ  વિઝિટર કે અન્ય શ્રેણીના વિઝા મેળવીને અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવા માંગતા ભારતીયોને સમસ્યા થઈ શકે છે. છતાં બિલ વાંચ્યા બાદ વિસ્તૃત રીતે છણાવટ કરી શકાય."
 
આ બિલ પસાર થશે તો અમેરિકાનું કાયમી નાગરિક્ત્વ મેળવવાની આશાએ ત્યાં કષ્ટ વેઠી રહેલા હજાર લાખો ભારતીયોને ચોક્કસ અસર થશે. મોટાભાગના ગ્રીનકાર્ડ વાંચ્છુકો વર્ષોથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં અમેરિકાના ગ્રીનકાર્ડ માટે ભારતીયોનો વેઈટિંગ પીરિયડ દસ વર્ષથી 35 વર્ષ જેટલો છે. આ બિલમાં H-1B વિઝા સંદર્ભે કોઈ વિશેષ જોગવાઈઓ કરવામાં નથી આવી. 

ફેમિલી ગ્રીનકાર્ડને શું અસર થશે?

કોટનના કહેવા પ્રમાણે, " The RAISE Actથી અમેરિકનો તથા બહારથી આવેલા ઈમિગ્રન્ટ્સને ઊંચું વેતન મળશે અને તેમની સ્થિતિ સુધરશે. સમય આવી ગયો છે કે, અમેરિકાની ઈમિગ્રેશન વ્યવસ્થા અમેરિકનોના લાભ માટે કામ કરે. આ સ્થિતિને કારણે અમેરિકામાં બ્લુ કોલર જોબ કરનારાઓની સ્થિતિ સુધરશે. "

કોટને ઉમેર્યું હતું કે, અમેરિકાની વર્તમાન લિગલ ઈમિગ્રેશન સિસ્ટમમાં કેટલીક ખામીઓ છે. જેને દૂર કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમેરિકન નાગરિકો તથા ત્યાંનું કાયદેસરનું નાગરિકત્વ મેળવનારના સ્પાઉસ (પતિ કે પત્ની) કે સગીર સંતાનોને ગ્રીનકાર્ડ માટે પ્રાથમિક્તા મળતી રહેશે. જોકે, પરિવારના અન્ય પુખ્ત સભ્યોને માટે નિયંત્રણો લાદવામાં આવશે. કોટને સ્પષ્ટ કર્યુ હતું કે, તેમનું બિલ H1B, H2A, H2B જેવા વિઝાઓ પર કેન્દ્રિત નથી. જોકે, ભવિષ્યમાં તેને લગતી જોગવાઈઓ પણ થઈ શકે છે. કોટનના કહેવા પ્રમાણે, ડેમોક્રેટ્સ પણ એ વાતને સ્વીકારે છેકે, ઈમિગ્રેશન વ્યવસ્થાની કેટલીક જોગવાઈઓનો વ્યાપક દુરુપયોગ થઈ રહ્યો છે. 
 
હજારો ભારતીયોનાં સ્વપ્ન રોળાઇ જશે

આ વિવાદાસ્પદ ખરડાને ટ્રમ્પ વહીવટીતંત્રનો ટેકો હોવાનું કહેવામાં આવે છે. જો આ ખરડો સંસદમાં પસાર થઇ જશે તો રોજગાર આધારિત કેટેગરીમાં પોતાના ગ્રીનકાર્ડ મેળવવાની હાલમાં આતુરતાપૂર્વક રાહ જોઇ રહેલા હજારો ભારતીય અમેરિકનોનાં સ્વપ્ન રોળાઇ જશે.
 
આંકડાઓમાં જાણો The RAISE Actની જોગવાઈઓ. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: US to decrease green card quota by half
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext