Home »National News »In Depth» US Experts Opine On 2019 General Elections

UP ચૂંટણી પરિણામોથી સ્પષ્ટ, 2019માં પણ મોદી ફેવરિટ: US એક્સપર્ટ્સ

divyabhaskar.com | Mar 14, 2017, 11:58 AM IST

  • વારાણસીમાં રોડ શો કરી રહેલા વડાપ્રધાન મોદી
વોશિંગ્ટન : પાંચ રાજ્યોની વિધાનસભામાં ભાજપને મળેલા વિજયની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. અમેરિકાના ટોચના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ભાજપનો વિજય દર્શાવે છે કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીઓ દરમિયાન પણ મોદી જ ભાજપની પ્રથમ પસંદ રહેશે. એટલું જ નહીં તેઓ સરકાર પણ રચશે. 

નિષ્ણાતોના અભિપ્રાય 

- જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં પોલિટિકલ સાઈન્સ એન્ડ ઈન્ટરનેશનલ અફેયર્સના આસિસ્ટન્ટ પ્રોફેસર એડમ જિગફિલ્ડના કહેવા પ્રમાણે, "તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓના આધારે સ્પષ્ટ થાય છે કે, ભારતના રાજકારણમાં કોઈ મોટા ફેરફાર નથી થયા. ઉત્તર પ્રદેશની ચૂંટણીઓના પરિણામો દર્શાવે છે કે, વર્ષ 2014ની સામાન્ય ચૂંટણોના પરિણામો પણ અસામાન્ય ન હતા."
- "ભાજપને મોટો વિજય મળ્યો છે. બસપા-સપાના ઉમેદવારો કરતા ભાજપના ઉમેદવારોનું માર્જિન ઘણું વધુ હતું."
- અમેરિકન એન્ટરપ્રાઈઝ ઈન્સ્ટિટ્યુટના રેસિડન્ટ ફેલો સદાનંદ ધૂમેના કહેવા પ્રમાણે, "આ વિજયથી એ વાતના સંકેત મળે છે કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીઓ વખતે પણ વડાપ્રધાન મોદી સૌથી લોકપ્રિય ચહેરો તથા પ્રથમ પસંદ બની રહેશે. તેઓ જ સૌથી આગળ રહેશે."
- જ્યોર્જટાઉન યુનિવર્સિટીની વોલ્શ સ્કૂલ ઓફ ફોરેન સર્વિસના પ્રોફેસર ઈરફાન નુરુદ્દીનના કહેવા પ્રમાણે, "2019માં ભાજપને સ્પષ્ટ બહુમત નહીં મળે. મોદીએ ગઠબંધન કરીને સરકાર બનાવવી પડશે." 
- પ્રો. ઈરફાન ઉમેર છે,"ચૂંટણીઓ દરમિયાન ભાજપ અત્યંત આયોજનપૂર્વક કેમ્પેઈન કરી રહ્યું છે. જ્યારે વિપક્ષ આવું નથી કરી રહ્યું. જો તમામ વિપક્ષ મળીને ચૂંટણીઓ લડે તો ભાજપને સહેલાઈથી પરાજીત કરી શકાય તેમ છે."

"નોટબંધીની સકારાત્મક અસર થઈ " 

- સદાનંદ ધૂમેના કહેવા પ્રમાણે, "નોટબંધીને કારણે જનતાની વચ્ચે મોદીની લોકપ્રિયતા વધી. જે લોકોને તકલીફ પડી, તેમણે પણ મોદીને દિલ ખોલીને ટેકો આપ્યો. લોકોને લાગે છે કે, એક શખ્સ (મોદી) છે, જે ભ્રષ્ટ લોકોની સામે લડી રહ્યો છે."
- ધૂમેના કહેવા પ્રમાણે, યુપીમાં ઐતિહાસિક વિજય બાદ પ્રાઈવેટ સેક્ટર્સમાં ઈકોનોમિક રિફોર્મ્સ માટે મોદી આકરા પગલાં ભરશે. 
- ઈન્ડિયા, પાકિસ્તાન એન્ડ સાઉથ એશિયા એટ ધ કાઉન્સિલ ઓન ફોરેન રિલેશનના સીનિયર ફેલો એલિસા આયર્સના કહેવા પ્રમાણે, "ભારતમાં જે ઝડપથી આર્થિક સુધાર થઈ રહ્યાં છે, તેની નિશ્ચિતપણે અસર લોકો પર પડશે."

યુપી અને મણિપુરની સ્થિતિ અંગે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.
 
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: US experts opine on 2019 general elections
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended