Home »National News »In Depth» BJP & Modi Eyes On 40 Seats Of 7th Phase In UP Elections

વારાણસીમાં સતત 3 દિવસ રોડ શો-રેલી યોજી મોદીએ કર્યા બધાના સૂપડાં સાફ!

divyabhaskar.com | Mar 11, 2017, 19:17 PM IST

નેશનલ ડેસ્ક. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામો શનિવારે જાહેર થયા જેમાં બીજેપીએ ઐતિહાસિક જીત મેળવી. વડાપ્રધાન મોદીએ ચૂંટણીના છેલ્લા અને સાતમા તબક્કા માટે વારાણસીમાં ત્રણ દિવસ તંબૂ તાણીને જે પ્રચાર કેમ્પેન ચલાવ્યું તે પાર્ટીને બહુમત મેળવવામાં મહત્વપૂર્ણ સાબિત થયું. 2012ની ચૂંટણીમાં 40 સીટોમાંથી માત્ર 4 સીટો જીતનાર બીજેપીને મોદી લહેરે તારવ્યા અને 28 સીટ જીતવામાં સફળતા મળી. પાનો ગઢમાં મોટું ગાબડું પાડવામાં મોદીને મોટી સફળતા મળી.
 
મોદીએ વારાણસીમાં રોકાઈ સતત ત્રણ દિવસ કેમ કર્યો પ્રચાર?
 
- ઉત્તર પ્રદેશની ચૂંટણી બીજેપી, નરેન્દ્ર મોદી અને અમિત શાહ માટે પ્રતિષ્ઠાનો વિષય હતી.
- સૌથી મહત્વપૂર્ણ હતો ચૂંટણીનો સાતમો તબક્કો જેમાં સાત જિલ્લાની 40 સીટ પર મતદાન થવાનું હતું.
- 8 માર્ચના રોજ થનારા સાતમા ચરણના મતદાનની પ્રચાર બંધ થાય તે પહેલા મોદીએ વારાણસીમાં સતત ત્રણ દિવસ રોકાઈ પ્રચાર કેમ્પેન ચલાવ્યું હતું.
- રોડ શોથી લઈને રેલીઓ સંબોધવા પાછળનું મોદીનું મૂળ કારણ એટલું જ હતું કે 2012માં બીજેપીને 40માંથી માત્ર 4 સીટ મળી હતી.
- જ્યારે સપાને 23 સીટ મળી હતી, કોંગ્રેસને 3 જ્યારે બસપાને 6 સીટ મળી હતી.
- મોદીને લાગી રહ્યું હતું કે સપાના ગઢને તોડવો હશે તો 40માંથી વધુમાં વધુ સીટ બીજેપીને જીતાડવી પડશે એટલે તેમણે વારાણસીમાં તંબૂ તાણીને પ્રચાર અભિયાન ચલાવ્યું હતું.
 
સપા-કોંગ્રેસ અને બસપા મોદી લહેરમાં ગયા તણાઈ
 
- મોદીએ 3 દિવસ કરેલા કેમ્પેનને કારણે સપા-કોંગ્રેસ અને બસપાના સૂપડા સાફ થઈ ગયા. 40માંથી કોંગ્રેસને એકપણ સીટ પર જીત નથી મળી.
- જ્યારે સપાને માત્ર 6 સીટોથી  સંતોષ માનવો પડ્યો છે. બસપાએ એક સીટ મેળવી આશ્વાસન ઈનામ મેળવ્યું છે.   
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, 2012ના બીજેપીના નિરાશાજનક પ્રદર્શનને 2017માં મોદી લહેરે ફેરવું દીધું હકારાત્મક... સાત જિલ્લાઓમાં માં શું આવ્યું પરિણામ?
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: BJP & Modi eyes on 40 seats of 7th phase in UP elections
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended