Home »National News »In Depth» UP Election Results: UP Election 2017 40 Hot Seats And 40 People

UP: રાજનાથના દીકરાથી મુલાયમની પુત્રવધૂ- 40 Hot સીટ પર કોની જીત?

divyabhaskar.com | Mar 13, 2017, 09:56 AM IST

લખનઉ. યૂપી ચૂંટણીના પરિણામ સામે આવી ચૂક્યા છે. બીજેપી 15 વર્ષ બાદ સત્તામાં આવશે. આ ચૂંટણીમાં મુલાયમની પુત્રવધૂ અપર્ણાથી લઈને રાજનાથ સિંહના દીકરા પંકજ સિંહ સુધીના લોકોની ઈમેજ દાવ પર લાગી હતી. આજે divyabhaskar.com તમને આ 40 ચહેરાઓ વિશે જણાવવા જઈ રહી છે જેમાં કોણ જીત્યું અને કોણ હાર્યું..
 
1# અપર્ણા યાદવઃ સીટ- લખનઉ કેન્ટ
 
કેમ ચર્ચામાં- અપર્ણા મુલાયમ સિંહની પુત્રવધૂ છે. તેમની ટક્કર બીજેપી નેતા રીટા બહુગુણા જોશી સામ હતી. પહેલીવાર ચૂંટણી લડ્યા. મુલાયમે આ ચૂંટણીમાં માત્ર 4 રેલીઓ કરી હતી. જેમાં અપર્ણા માટે કેન્ટ ક્ષેત્રમાં રેલી પણ કરી હતી.
 
2# સંગીત સોમઃ સીટ- સરધના, મેરઠ
 
કેમ ચર્ચામાં- સોમ મુઝફ્ફરનગર તોફાનો બાદ વહિવટ સામે જાહેરમાં પડકાર આપીને ચર્ચામાં આવ્યા હતા. બિહાર ચૂંટણીના સમયે સોમ પર સ્લોટર હાઉસ ચલાવવાને લઈને આરોપ લાગ્યા હતા. જોટ વોટો પર પકડને લઈને મોદીએ તેમને પોતાની રેલીમાં સન્માનિત કર્યા હતા. કટ્ટર હિંદુ છબીવાળા નેતા માનવામાં આવે છે.
 
3# શિવપાલ યાદવઃ જસવંતનગર સીટ, ઈટાવા
 
કેમ ચર્ચામાં- સપામાં થયેલા પારિવારિક કલહ બાદ બે કેમ્પ થઈ ગયા હતા. એક કેમ્પ અખિલેશનો હતો તો બીજો શિવપાલનો. જોકે, બાદમાં શિવપાલની ચૂંટણી લડવી જસવંતનગરથી લડવી નક્કી થયું. હવે શિવપાલ માટે આ સીટ જીતવી ઈમેજનો સવાલ હતો. મુલાયમ આ સીટ ઉપર પણ પ્રચાર કરવા આવ્યા હતા.
 
4# મુખ્તાર અંસારી, મઉ શહેર
 
કેમ ચર્ચામાં- મુખ્તાર અંસારી પૂર્વાંચલના બાહુબલી નેતાઓ પૈકી એક છે. કૃષ્ણાનંદ હત્યા મામલામાં જેલમાં બંધ છે. પહેલીવાર તેમનો દીકરો અબ્બાસ પણ ચૂંટણી લડ્યો.
 
5# પંકજ સિંહઃ નોઈડા
 
કેમ ચર્ચામાં- ગૃહ મંત્રી રાજનાથ સિંહના દીકરા છે પંકજ સિંહ. તેઓ 15 વર્ષથી બીજેપી સાથે સંકળાયેલા છે. પાર્ટીએ તેઓને પહેલીવાર વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ આપી. તેઓ બે વાર પાર્ટી મહાસચિવ અને એકવાર બીજેપી યુવા મોર્ચાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓને ટિકિટ આપવા પર લોકોએ સવાલ પણ ઊભા કર્યા હતા.
 
6# રાજા ભૈયા, કુંડા, પ્રતાપગઢ
 
કેમ ચર્ચામાં- રાજા ભૈયા અખિલેશ સરકારમાં મંત્રી છે. તે બાહુબલી નેતા માનવામાં આવે છે. તે સતત પાંચ વાર નિર્દલીય ઉમેદવારના રૂપમાં કુંડાના વિધાનસભાથી જીતી ચૂક્યા છે. બીજેપી અને સપા સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ઈન્ફોગ્રાફિક્સમાં જાણો, યૂપીની હોટ સીટ્સ અને ઉમેદવારો- કોણ જીત્યું અને કોણ હાર્યું?
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: UP Election Results: UP Election 2017 40 Hot Seats and 40 people
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended