Home »National News »In Depth» Trump Likely To Benefit Indian Interests

ટ્રમ્પના આગમનથી ભારતને ત્રણ લાભ, પાક.ને થશે નુકસાન: એક્સપર્ટ

divyabhaskar.com | Jan 20, 2017, 22:36 PM IST

  • ભારતીયોને સંબોધનના એક કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરી રહેલા ટ્રમ્પ
નવી દિલ્હી :ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. રાષ્ટ્રપતિ તરીકે તેમની વિદેશનીતિ હજુ અસ્પષ્ટ છે. છતાંય નિષ્ણાતોનું માનવું છે કે, ટ્રમ્પના કાર્યકાળમાં ભારત અને અમેરિકાના સંબંધો મજબુત થશે. સાથે જ પાકિસ્તાન તરફના ટ્રમ્પના વલણનો ભારતને લાભ થઈ શકે છે. ટ્રમ્પ અગાઉ જ કહી ચૂક્યા છે કે, તેઓ રાષ્ટ્રપતિ બનશે તો વ્હાઈટ હાઉસમાં ભારત તથા હિન્દુઓનો 'ખરો મિત્ર' હશે. વાંચો વિદેશને લગતી બાબતોના નિષ્ણાત રહીસસિંહનું વિશ્લેષણ.....
 
મોદી અંગે સકારાત્મક વલણ 
 
- તા. 16 ઓક્ટોબર 2016ના ટ્રમ્પે કહ્યું હતું, " નરેન્દ્ર મોદી સાથે કામ કરવા માટે હું ઉત્સુક છું. તેમણે વહીવટીતંત્રમાં સુધાર માટે ખૂબ જ ખંતપૂર્વક કામ કર્યું છે."
- "મોદી મહાન માણસ છે, હું તેમની પ્રશંસા કરું છું."
- એવું માનવામાં આવે છે કે, મોદી અને ટ્રમ્પની વચ્ચે સારી કેમેસ્ટ્રી જામી શકે છે. જેનો લાભ બંને દેશોને થશે. 
 
વ્હાઈટ હાઉસમાં ભારતનો ખરો મિત્ર 

- ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન ટ્રમ્પે ભારત તથા હિન્દુઓની ભારે પ્રશંસા કરી હતી. 
- ટ્રમ્પે કહ્યું હતું, "જો  હું અમેરિકાનો પ્રેસિડન્ટ બનવ્યો તો વ્હાઈટ હાઉસમાં ભારત તથા હિન્દુઓનો પાક્કો મિત્ર હશે."
- આટલેથી ન અટકતા ટ્રમ્પે કહ્યું હતું, "હું ભારત તથા હિન્દુઓનો જબરદસ્ત ફેન છું."
 
ઈન્ડિયન અમેરિકન્સની મહેનતના પ્રશંસક 

- ટ્રમ્પના નજીકના લોકોના કહેવા પ્રમાણે, તેઓ અમેરિકાના વિકાસમાં ભારતીયોના પ્રદાનના ભારે પ્રશંસક છે. 
- ટ્રમ્પે NRIsને કરેલા સંબોધનમાં કહ્યું હતું, "મને ભારત પર ભારે ભરોસો છે. બારતીય તથા હિન્દુ-અમેરિકનોએ આપણા દેશને મજબૂતી આપી છે. તમને મહેનતુ છો."
- "તમારા શિક્ષણ અને તમારા ઉદ્યમે આ દેશને ખરા અર્થમાં વિકાસ આપ્યો છે."
 
બે બાબતો નહીં હોય ભારતની તરફેણમાં. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Trump likely to benefit Indian interests
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext