Home »National News »In Depth» Dead Man Was Accused For Suicide Of His Own Mother

માતાને વળગેલી હતી પુત્રીની લાશ, કિચનમાંથી મળ્યો પિતાનો મૃતદેહ

divyabhaskar.com | Feb 19, 2017, 00:05 AM IST

  • પોલીસે ઘરે પહોંચી ત્યારે નિશાને વળગેલી સ્થિતિમાં બાળકીની લાશ જોવા મળી હતી.
પટણાઃબિહારના ગયાના ધામી ટોલામાં માતાની આત્મહત્યા માટે જવાબદાર મનાય રહેલા પુત્ર રવિ, તેની પત્ની નિશા દેવી અને 3.5 વર્ષની પુત્રીનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થયાનું સામે આવ્યું છે. પોલીસે ઘરે પહોંચી ત્યારે નિશાને વળગેલી સ્થિતિમાં બાળકીની લાશ જોવા મળી હતી. મૃત્યુ પાછળ ભાઈઓની વચ્ચે ચાલી રહેલા સંપત્તિ વિવાદ હોવાનું મનાય રહ્યું છે.
 
બાળવામાં આવ્યા કાગળ

- ઘટના સ્થળે પહોંચેલી પોલીસને પ્રથમ માળ પર પૂજાઘરમાં નિશા અને તેની ઉપર વળગેલી પુત્રી વંશિકાના મૃતદેહો મળ્યા હતા.
- બીજા માળે કિચનમાં રવિનો મૃતદેહ હતો. બેડરૂમમાં ગાલીચો સળગાવેલો હતો.
- પ્રથમમાળે અમુક કાગળ પણ સળગાવવામાં આવ્યા હતા. ત્યાં પાસે જ ઘરેણાના ડબ્બા અને અમુક ચલણી નોટ હતી.
- ઘટના સ્થળે દૂધ, ઝેર અને દિવાલ પર લખેલી સુસાઈડ નોટથી આ કેસ આત્મહત્યાનો લાગી રહ્યો હતો.
- એફએસએલને ઘરમાંથી 5-6 લોકોની ઉપસ્થિતિના પુરાવા મળ્યા હતા. જેથી પોલીસ હત્યા અને આત્મહત્યા બંને એંગલથી તપાસ કરી રહી છે.
- મૃતક રવિના સસરાના નિવેદન અનુસાર પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે. જેમાં રવિના ભાઈ-ભાભી તથા બહેન-બનેવીને આરોપી બનાવવામાં આવ્યા છે.
 
 હત્યા કે આત્મહત્યાનું કારણ

- હત્યા અને આત્મહત્યા બંને પરિસ્થિતિમાં રવિની માતા ગીતા દેવીની સંપત્તિ અને તેમની ડાયરીને કારણ માનવામાં આવી રહ્યું છે.
- રવિ સાથે તેની માતા ગીતા દેવી રહેતી હતી. જેમનું 13 ફેબ્રુઆરીએ શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું હતું.
- ગીતા દેવીની પુત્રી નિશા ગુપ્તાને માતાની એક ડાયરી મળી હતી. જેમાં રવિ તેમને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હોવાથી આત્મહત્યા કરી રહી હોવાની વાત લખી હતી.
- ગીતા દેવીની પુત્રી-પુત્ર અને જમાઈએ મળી રવિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી અને પોલીસે આ મામલે રવિની પૂછપરછ કરી હતી. જેથી ડરીને પણ રવિ આત્મહત્યા કરી શકે છે.
- બીજી તરફ માતાની સાથે રવિની સંપત્તિ પણ પરિવારના અંત બાદ કોને મળશે તે આધારે પોલીસ હત્યાના એંગલને તપાસી રહી છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો................)
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dead Man Was Accused For Suicide Of His Own Mother
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended