Home »National News »In Depth» Police Arrested Accused Father For Molestation And Rape Attempt

પેટ પર દુપટ્ટો બાંધી સુતી હતી પુત્રી, જેથી પિતાની હવસનો શિકાર ન બને

divyabhaskar.com | Feb 01, 2017, 00:05 AM IST

  • સાવકા પિતાએ પોતાની 12 વર્ષીય પુત્રી સાથે દુષ્કર્મ કરવા પ્રયાસો કર્યા હતા.
દેવાસ/ઈન્દોરઃ હાટપિપલ્યાના બરોઠા ફાટામાં એક સાવકા પિતાએ પોતાની 12 વર્ષીય પુત્રી સાથે દુષ્કર્મ કરવા પ્રયાસો કર્યા હતા. પિતાની હેવાનિયતથી બચવા પુત્રીએ ઘરની બહાર પતરાની દિવાલ પર પીડા લખી હતી, જોકે પાડોશીઓ અભણ હોવાથી આ વાત સમજી શક્યા નહોતા.
 
પેટ પર દુપટ્ટો બાંધી સુતી હતી, જેથી હવસનો શિકાર ન બને

- માતાના મોત બાદ નેવરી ચોકીના બરોઠા ફાટા નિવાસી સગીરા સાથે સાવકો પિતા અર્જુન માલવીય (30) 4 મહિનાથી અશ્લીલ અડપલા કરતો હતો.
- ઘણીવાર આરોપીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો, પરંતુ સગીરાના બુમો પાડવાને કારણે સફળ ન થયો. પીડિતા સાથે તેની 11 વર્ષીય નાની બહેન પણ રહેતી હતી.
- ઘરની બહાર પોતાની સાથે થઈ રહેલા અત્યાચારની કહાણીને કોઈ પાડોશી વાંચી શક્યું નહીં.
- બાળકીઓ હાલમાં એકવાર રડતા - રડતા બહાર નીકળી તો એક વ્યક્તિએ તેનું કારણ પુછ્યું. જેના પર નાની બહેને પિતા દ્વારા કરાતી મારપીટ અને મોટી બહેનની છેડતીની વાત જણાવી.
- ચાઈલ્ડ હેલ્પલાઈનને સૂચના આપવામાં આવી. જે પછી બાળકોઓના નિવેદનને આધારે સાવકા પિતા પર છેડતી અને પોસ્કો એક્ટની ધારા હેઠળ ફરિયાદ નોંધી તેને જેલને હવાલે કરાયો હતો.
- પીડિતા એટલી હદે ડરતી હતી કે સુતી વખતે પેટ પર દુપટ્ટો બાંધતી હતી. જેથી સાવકા પિતા કોઈ ખોટી હરકત કરે તો તેની ઊંઘ ખુલી જાય.
- દારૂડિયા સાવકા પિતાથી બચવા ઘણીવાર પીડિતા તેના ઊંઘવાની રાહ જોતી અતે તેના સુવા પર જ પોતે આરામ કરતી.
- પીડિતાની માતાનું 6 મહિના અગાઉ કેન્સરની બીમારીને કારણે મોત થયું હતું.
- પીડિતાએ મદદ માટે ઘરની બહાર લખ્યું હતું કે,‘મા અમને શક્તિ આપજે, અમે પિતાની હરકતોથી પરેશાન છીએ. તું અમને આવા નરકમાં કેમ જતી રહી ?’
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો................................................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Police Arrested Accused Father For Molestation And Rape Attempt
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext