Home »National News »In Depth» Valentine Week Time May Be Used For Making MMS Through Hidden Eye

Mall અને સ્ટોરના ચેન્જીંગ રૂમમાં MMS બનતા હોઈ શકે છે, આમ રહો એલર્ટ

divyabhaskar.com | Feb 13, 2017, 00:10 AM IST

ભોપાલઃજો તમે કોઈ કપડાની દુકાન અથવા ચેન્જીંગ રૂમ કે સાર્વજનિક સ્થળોએ બાથરૂમ વાપરતા હોવ તો એલર્ટ રહો. કારણ કે અહીં તમારું MMS બનતો હોવાની શક્યતા રહે છે. વેલેન્ટાઈન્સ વીક અને તેના આસપાસના સમયગાળામાં આવી ઘટનાઓ બનવાની શક્યતા વધી જાય છે. 
 
અગાઉ સામે આવી ચુકી છે આવી ઘટનાઓ 

- ગતવર્ષે મધ્યપ્રદેશના જબલપુર અને સાગરમાં આવા કેસ બન્યા હતા. જેમાં ત્યાંના કર્મચારી MMS બનાવતા પકડાયા હતા.
-  આઈટી એક્સપર્ટ અમિતાભ વર્મા અને મોબાઈલ એક્સપર્ટ નીરજ કશ્યપ મોબાઈલ અને હિડન કેમેરાને પકડવા માટે અમુક ટીપ્સ અહીં જણાવી રહ્યાં છે.
 
કઈ રીતે પકડાયા MMS બનાવતા આરોપીઓ

કેસ - 1

- 17 મે 2016ના રોજ સાંજે 6 વાગે એલિગ્ન હોસ્પિટલના મહિલા ટોયલેટની બારીમાંથી વીડિયો બનાવતા યુવકની પોલીસે ધરપકડ કરી હતી.
- આરોપી ચિંટુ ઉર્ફે અરવિંદ સેનની જામીન અરજી કોર્ટે ફગાવી હતી અને જેલ મોકલી દીધો હતો.
- આરોપીના મોબાઈલમાંથી અડધા ડઝનથી પણ વધુ મહિલાઓ અને યુવતીઓની અશ્લીલ ક્લિપ મળી આવી હતી.
- ચિંટુને વીડિયો બનાવતો જોઈ એક યુવતીએ બુમો પાડી હતી, જેને કારણે લોકોએ તેને પકડી લીધો હતો.
 
કેસ-2

- એક યુવતી પોતાના મિત્રો અને પરિવારજનો સાથે સાગરના ગુજરાતી માર્કેટમાં પહોંચી હતી.
- તેઓ મનુહાર શોપમાં પહોંચ્યા, આ સમયે યુવતીએ જોયું કે જ્યાં અગાઉ ટ્યુબલાઈટ લાગેલી હતી ત્યાં એક કાણું હતું.
- ચેન્જીંગ રૂમમાં પાછળ સામાન રાખેલો હતો અને ત્યાંથી કર્મચારી વીડિયો બનાવતો હતો.
- સીએસપી ગૌતમ સોલંકીએ જણાવ્યું કે, આ મામલે આરોપ કર્મચારી નિરંજન વિરુદ્ધ કેસ નોંધી તેની ધરપકડ કરી હતી.
 
(આગળની સ્લાઈડ્સમાં જાણો કઈ રીતે તમે પકડી શકો છો હિડન કેમેરા.)
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Valentine Week Time May Be Used For Making MMS Through Hidden Eye
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended