Home »National News »In Depth» Shivpal Yadav Interview Post Party Feud

કલહ બાદ શિવપાલનો પહેલો ઇન્ટરવ્યૂ: રાહુલ-અખિલેશ યુતિ ખોટનો સોદો

divyabhaskar.com | Feb 13, 2017, 10:16 AM IST

  • શિવપાલ યાદવ
ઈટાવા (ઉત્તર પ્રદેશ): પારિવારિક તથા સપામાં આંતરિક વિવાદ બાદ મુલાયમસિંહના ભાઈ તથા સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા શિવપાલસિંહ યાદવે divyabhaskar.com સાથેના ઈન્ટર્વ્યૂમાં  અનેક સવાલોના મુક્ત રીતે જવાબ આપ્યા હતા. નવી પાર્ટી બનાવવાના સંદર્ભમાં શિવપાલસિંહે કહ્યું હતું, "નવી પાર્ટી તો અખિલેશ યાદવે બનાવી છે. સપા-કોંગ્રેસના ગઠબંધનને શિવપાલસિંહે 'ખોટનો સોદો' ઠેરવ્યો હતો. શિવપાલસિંહના કહવા પ્રમાણે, ગઠબંધનને કારણે 120 બેઠકો સપાએ ચૂંટણી પહેલા જ ગુમાવી દીધી. જોકે, પરિવારના આંતરિક વિવાદ તથા સપામાં અપમાનના સવાલો પર શિવપાલસિંહે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું. 
 
પ્રશ્ન: 20 વર્ષમાં પ્રથમ વખત ચૂંટણી જીતવા માટે મુલાયમસિંહની રેલી કરાવવાની જરૂર શા માટે પડી? 1996થી 2012 સુધીની ચૂંટણીઓમાં નેતાજીના ચૂંટણી પ્રચાર વગર જ તમે ચૂંટણી જીતતા રહ્યાં છો. 

જવાબ: હું 1996થી ચૂંટણીઓ લડી રહ્યો છું. ચૂંટણીઓ દરમિયાન મારા મત વિસ્તારમાં 4-6 દિવસ માટે આવતો. રેલીઓ કરીને લખનઉ કે અન્ય જીલ્લાઓમાં જતો રહેતો. આ વખતે કોમી તથા વિરોધી લોકો મને હરાવવામાં લાગેલા છે. આ વખતે પ્રથમ વખત હું તા. 24મી જાન્યુઆરીએ નોમિનેશનથી માંડીને તા.19મી જાન્યુઆરીના વોટિંગ સુધી 28 દિવસ સુધી હું મારા મત વિસ્તાર જસવંતનગરમાં જ રહ્યો છું. ક્યાંય નથી ગયો. આ બેઠક પરથી નેતાજી (મુલાયમસિંહ યાદવ) પણ ધારાસભ્ય બન્યા છે. ઈટાવાની બેઠક પરથી સાંસદ પણ છે. મુલાયમસિંહ લાંબા સમયથી અહીંના લોકોને મળ્યા ન હતા, એટલે મને લાગ્યું કે રેલી પણ થઈ જશે અને તેઓ જૂના લોકોન મળી પણ લેશે.  
 
પ્રશ્ન: રાહુલ-અખિલેશના સપા-કોંગ્રેસ ગઠબંધન અંગે તમારું શું માનવું છે ?

જવાબ:અખિલેશ દ્વારા સપા-કોંગ્રેસ ગઠબંધન કરવામાં આવ્યું. જેની ઉપર નેતાજી નારાજગી પ્રગટ કરી ચૂક્યા છે. હું તેમના મત સાથે સહમત છું. હવે આ અંગે ચૂંટણી પરિણામો બાદ જ પ્રતિક્રિયા આપીશું. 2012માં તમામ બેઠકો પર ચૂંટણીઓ લડીને સ્પષ્ટ બહુમત સાથે સરકાર બનાવી. આ વખતે 105 બેઠકો કોંગ્રેસને આપી, 15 બેઠકો પર બંને દળોના ઉમેદવાર ઊભા રહ્યાં છે. આમ ચૂંટણીઓ પહેલા જ સપાએ 120 બેઠકો ગુમાવી દીધી. કોંગ્રેસ કેટલી બેઠકો જીતશે એ તો તમે સમજી જ ગયા છો. આ કેવું ગઠબંધન ? જેમાં લાભને બદલે નુકસાન થાય. ગઠબંધનથી કોને લાભ થયો અને કોને નુકસાન થયું, તે બધાય જાણે છે.

પ્રશ્ન : પારિવારિક વિખવાદને પગલે અખિલેશે પ્રથમ વખત તમને સ્ટાર પ્રચારકોની યાદીમાંથી બહાર કર્યા, તમારું પ્રધાનપદ ગયું, સપાના યુપી પ્રદેશાધ્યક્ષ પદ પરથી હટાવી દેવાયા. આ તમામ પગલાંઓને કારણે તમારી ભારે નાલેશી થઈ. શું તમને આશા છેકે ચૂંટણીઓ બાદ તમને શાખ પરત મળશે ?

જવાબ :મેં પાર્ટી પાસેથી આજ દિવસ સુધી કોઈ પદ માંગ્યું નુથી. મેં ટિકિટ પણ માંગી ન હતી, છતાંય આપી છે. હાલમાં એ અંગે કશું નથી વિચારી રહ્યો. કોઈપણ માણસ પદથી મોટો ન હોય. વ્યક્તિ તેના કામ કરવાથી મોટો બને છે, પદ મળવાથી નહીં. છોડોને એ બધીય વાતો. 
 
પ્રશ્ન : પારિવારિક વિખવાદને કારણે આ વખતે ચૂંટણીઓ જીતવામાં સમસ્યા થઈ રહી છે?

જવાબ: પારિવારિક લડાઈ જેવી કોઈ વાત નથી. તો પછી એ વાતનો વારંવાર પુનરોચ્ચાર કરવાથી શું લાભ. તમે મીડિયાવાળા જ પારીવારિક લડાઈને વકરાવો છો. વારંવાર  વાત પર જ આવો છો. પારિવારિક લડાઈને છોડી દો. કોઈ ઘાવ ઉંડો નથી. બીજી ઘણી વાતો છે, તેની ઉપર વાતો કરો. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Shivpal Yadav interview post party feud
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext