Home »National News »In Depth» She Adopted Husband's Part Time Business After His Death

આ છે દેશની પ્રથમ લેડી Barber શાંતાબાઈ, મુશ્કેલીઓ સામે ક્યારેય હાર ન માની

divyabhaskar.com | Jan 21, 2017, 11:26 AM IST

  • ભારતની પ્રથમ લેડી બાર્બર શાંતાબાઈ યાદવ.
નેશનલ ડેસ્કઃજીવનમાં આવતી સમસ્યાઓ સામે હાર ન માની આગળ વધનારા લોકોમાં શાંતાબાઈનો પણ સમાવેશ થાય છે. શાંતાબાઈને ભારતની પ્રથમ લેડી Barber(વાળંદ) તરીકે ઓળખવામાં આવે છે. જીવનમાં એક પછી એક આવેલી મુશ્કેલીઓને કારણે શાંતાબાઈ બાર્બર તરીકે કામ કરવા લાગી. સોશિયલ મીડિયા પર શાંતાબાઈની કહાણી હાલ ઘણી ચર્ચામાં છે.
 
12 વર્ષની વયે થયા લગ્ન, ખેડૂત પતિ હતો પાર્ટટાઈમ Barber

- શાંતાબાઈ યાદવના 12 વર્ષની નાની વયે જ લગ્ન થઈ ગયા હતા.
- તેમનો પતિ કોલહાપુરના ગાંધીંગલજ તાલુકામાં આવેલી 3 એકરની જમીન પર ખેતી કરતો હતો. 
- શાંતાબાઈનો પતિ પાર્ટટાઈમ વાળંદ હતો. 
- શાંતાબાઈનું જીવન લગ્ન બાદ સારું ચાલી રહ્યું હતું. જોકે અચાનક જ શાંતાબાઈના જીવનને બદલી નાખનારી ઘટનાઓ બની હતી.
- શાંતાબાઈના બંને સંતાનોનું જન્મ બાદ જ મોત થયું.
- શાંતાબાઈના પતિને હાર્ટઅટેક આવતા તેમનું પણ મોત થયું હતું.
- તેમના પતિના ભાઈએ જમીન પચાવી પાડી, કારણ કે શાંતાબાઈના પતિએ ભાઈ પાસે પૈસા ઉધાર લીધા હતા.
- આટલા મુશ્કેલ સમયમાં 4 પુત્રીઓનો ઉછેર કરવો શાંતાબાઈ માટે મુશ્કેલ સાબિત થઈ રહ્યું હતું.
 
કોઈની મદદ ન માંગી, જાતે જ આગળ વધવાનો નિર્ણય કર્યો

- મુશ્કેલ સમયમાં શાંતાબાઈ પિતા કે પતિના પરિવાર પાસે મદદ માગી શકતા હતા. જોકે તેમને આમ કરવું યોગ્ય ન લાગ્યું.
- શાંતાબાઈ ખેતરમાં મજૂરી કામ કરવા ગયા, જ્યાં આખા દિવસની મજૂરી બાદ તેમને માત્ર 50 પૈસા મળ્યા હતા.
- 1985ના ગાળામાં પણ 5 લોકોના પરિવાર માટે આટલામાં કામ ચલાવવું મુશ્કેલ હતું.
- અંતે શાંતાબાઈએ પતિના પાર્ટટાઈમ બિઝનેસ થકી ગુજરાન ચલાવવાનો નિર્ણય લીધો. મહિલા વાળંદને કારણે વિવાદ ન થાય તેથી નજીકના અને જાણીતા લોકો થકી જ આ કામ શરુ કર્યું.
 
(આગળની સ્લાઈડ્સમાં જાણો, મહિલા વાળંદ અંગે કેમ થયો હતો વિવાદ, જુઓ વધુ તસવીરો....)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: She Adopted Husband's Part time Business After His Death
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext