Home »National News »Desh» Counselling Of Couples By Judges In Lok Adalat On Promise Day At Indore

પત્ની પહેરતી ખુલ્લા ગળાનો ડ્રેસ, જાણો 8 કેસ જેમાં કપલ થયા હતા અલગ

divyabhaskar.com | Feb 16, 2017, 18:28 PM IST

  • ઈન્દોરની પૂજા અને પતિ નિતિનસિંહ રાજપૂત અલગ-અલગ રહેતા હતા.
ઈન્દોરઃઅમરે પટેલ નિવાસી તેજાજી નગર અને તેની પત્ની કવિતા 1 નવેમ્બર 2016છી અલગ રહી રહ્યાં હતા. કારણ એટલું હતું કે, પત્ની ખુલ્લા ગળાવાળા ડ્રેસ પહેરતી હતી અને પતિને આ બાબત પસંદ નહોતી. પતિએ વિરોધ કરતા પત્ની પિયર જતી રહી. પતિએ પત્ની સાથે રહેવા ફેમિલી કોર્ટમાં કેસ કર્યો. અહીં જજ પતિને સમજાવ્યું કે- સ્ત્રી અને પુરુષને સમાન દરજ્જો આપવામાં આવે છે. આટલા નાના વિચારથી પરિવારનો નાશ થઈ શકે છે. ઉચ્ચ વિચારોથી જીવનને શ્રેષ્ઠ બનાવો. 
 
પત્નીએ કહ્યું- સાસુથી વાંધો, જજે કહ્યું- તમે પણ સાસુ બનશો

- બીજી તરફ સાસુ અંગે પત્નીએ ફરિયાદ કરી તો જજે તેને સમજાવતા કહ્યું કે- મોટું હૃદય રાખો, તમે પણ ભવિષ્યમાં સાસુ તો બનશો.
- જજે સમજાવતા પત્ની ફરી પતિ સાથે રહેવા રાજી થઈ હતી. 
 
કેસ 2- મેન્ટેનેન્સ મળતા થયું સમાધાન, હવે રહેશે સાથે

- ઈન્દોરની પૂજા અને પતિ નિતિનસિંહ રાજપૂત અલગ-અલગ રહેતા હતા.
- બંનેને સમાધાન માટે બોલાવવામાં આવ્યા તો મહિલાએ જજને કહ્યું કે, પતિ 5 મહિનાથી મેન્ટેનેન્સ નથી આપી રહ્યો, જે રકમ 20 હજારે પહોંચી ગઈ છે.
- પત્નીએ કોર્ટને જણાવ્યું કે, જો પતિ આ રકમ આપી દે તો તે સાથે રહેવા તૈયાર છે.
- જજ ચંદ્રએ સમજાવતા પતિ નિતિન આ રકમ આપવા તૈયાર થઈ ગયો હતો. જે પછી બંને સાથે રહેવા તૈયાર થઈ ગયા હતા.
 
(આગળની સ્લાઈડ્સમાં જાણો છૂટાછેડા મેળવવા માગતા કપલ્સને કોર્ટે આમ કર્યા ભેગા...)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Counselling Of Couples By Judges in Lok Adalat On Promise Day at Indore
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext