Home »National News »In Depth» SC To Hear Sahara-Birla Diaries Gate Hearing

SCની મોદીને મોટી રાહત, સહારા-બિરલા ડાયરીઝમાં તપાસના આદેશ નહીં

divyabhaskar.com | Jan 11, 2017, 16:54 PM IST

  • બિરલાના અધિકારીના લેપટોપમાં મેલની નકલ
નવી દિલ્હી:બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી. સહારા-બિરલા ડાયરીઝના આધાર પર રાજકીય પક્ષો કે રાજનેતાઓ સામે તપાસના આદેશ આપવાનો સર્વોચ્ચ અદાલતે ઇન્કાર કરી દીધો હતો. સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતમાં કેન્દ્ર સરકારે દલીલ આપી હતી કે, આ પ્રકારના સામાન્ય કાગળના આધારે તપાસ કરવામાં આવે તો અંધાધૂંધી ફેલાઈ જશે. 1990ના દાયકાની બહુચર્ચિત જૈન ડાયરીઝ સાથે આ પ્રકરણની સરખામણી કરવામાં આવે છે. 
 
તો જજથી માંડીને પટાવાળા સામે કાર્યવાહીની માંગ થશે: કેન્દ્ર 

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ મુકુલ રોહતી હાજર રહ્યા હતા. એટર્ની જનરલે દાવો કર્યો હતો કે, ગુજરાતના મુખ્યપ્રધાન (મોદીના સંદર્ભમાં)ને નાણા ચૂકવવામાં આવ્યા હોવાના કોઈ પુરાવા નથી મળ્યા. તેમણે તર્ક આપ્યો હતો કે, જો એક સામાન્ય કાગળને પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે તો દેશમાં કોઈ સલામત નહીં રહે. એક કાગળના ટુકડાના આધારે જજથી માંડીને પટાવાળા અને રાષ્ટ્રપતિ સામે તપાસની માંગ થશે.  એક તબક્કે સુપ્રીમ કોર્ટે અવલોકન મૂક્યું હતું કે, તેઓ સેટલમેન્ટ કમિશનના ચુકાદાની ઉપર શંકા નથી કરી રહ્યાં, પરંતુ ડાયરીની સત્યતાની ચકાસણી કરી રહ્યાં છે. સામે પક્ષે અરજદારના વકીલે દાવો કર્યો હતો કે, જન પ્રતિનિધિઓને નાણા ચૂકવવામાં આવ્યા હોવાના પુરાવા છે. 
 
સુપ્રીમ કોર્ટે માંગ્યા હતા વધું પુરાવા

ગત વર્ષે નવેમ્બર મહિનામાં પ્રશાંત ભૂષણની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.  આ અરજીમાં પ્રશાંત ભૂષણે બિરલા-સહારા ડાયરીઝની એન્ટ્રીઝ પર સુપ્રીમ કોર્ટની દેખરેખમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસની માંગ કરી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટની બેન્ચે નોંધ્યું હતું કે, પ્રશાંત ભૂષણે સોંપેલા દસ્તાવેજોમાં આરોપોને પુરવાર કરવા માટે નાનો અમસ્તો આધાર પણ નથી. સાથે જ સુપ્રીમ કોર્ટે ઉમેર્યું હતું કે ગમે તેવા ચમરબંધીની સામે કાર્યવાહી કરવા માટે તે તૈયાર છે. બાદમાં સર્વોચ્ચ અદાલતે આ મામલે પ્રશાંત ભૂષણ પાસેથી વધુ પુરાવા માંગ્યા હતા. જસ્ટિસ અરૂણ મિશ્રા તથા જસ્ટિસ અમિત્વા રૉયે આ કેસની સુનાવણી હાથ ધરી હતી. જસ્ટિસ જે.એસ. ખેહરને મુખ્ય ન્યાયધીશ બનાવવાની અરજી એ સમયે સરકાર પાસે પેન્ડિંગ હતી. એટલે તેઓ સુનાવણીમાંથી ખસી ગયા હતા.  ત્યારબાદ પ્રશાંત ભૂષણે વધુ કેટલાક પુરાવા સુપ્રીમ કોર્ટને સોંપ્યા હતા. જેના આધાર ઉપર બુધવારે સુનાવણી હાથ ધરી. 
 
વિપક્ષના સરકાર પર આરોપ 

સમગ્ર વિવાદે રાજકીય સ્વરૂપ પણ ધારણ કર્યું હતું. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે, તેમની પાસે મોદીના 'વ્યક્તિગત ભ્રષ્ટાચાર'ના પુરાવા હતું. રાહુલ ગાંધીએ સહારા ડાયરીઓના સંદર્ભમાં વડાપ્રધાન મોદીને પાંચ સવાલ પણ પૂછ્યા હતા. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રાજ્યની વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને વડાપ્રધાન મોદી પાસેથી જવાબ માંગ્યો હતો. 
 
રામ જેઠમલાનીનો આરોપ મોદીને ફસાવવા માટે જેટલી-રોહતગીએ ઘડ્યો છે તખતો. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: SC to hear Sahara-Birla diaries gate hearing
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended