Home »National News »In Depth» Eight Things For The First Time On Rajpath

મહેમાન UAEની ટૂકડીએ કર્યું પરેડનું નેતૃત્વ, આ બાબતો બની પહેલી વખત

divyabhaskar.com | Jan 27, 2017, 08:59 AM IST

  • UAEની સૈન્ય ટૂકડી પ્રથમ વખત સામેલ થશે
નવી દિલ્હી : 68મા ગણતંત્ર દિવસ પર રાજપથ પર અનેક ચીજો પહેલી વખત બનશે. UAE પ્રથમ વખત ભારતની પરેડમાં ભાગ લીધો. અબુ ધાબીના પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહિયાલ ચીફ ગેસ્ટ રહ્યા. આ વખતે પ્રથમ વખત સ્વદેશી ફાઈટર જેટ તેજસે ફ્લાઈંગ પાસ્ટમાં ભાગ લીધો. ભરશે. ઉપરાંત 'સ્વદેશી બોફોર્સ' ધનુષ પણ નજરે પડી. નોટબંધી બાદ ભીમ એએપ તથા UPI દ્વારા પેમેન્ટ્સના ટૅબ્લો પણ હતો. 
1# UAEની આર્મી પ્રથમ વખત પરેડ કરશે 

- પ્રથમ વખત ભારતની ગણતંત્ર દિવસ પરેડમાં UAEની આર્મી ટૂકડી જોવા મળ્યાં. 
- પરેડમાં ભાગ લેવા માટે UAE એ 144 જવાન તથા 44 બેન્ડ મેમ્બર્સની ટૂકડી મોકલી છે. 
- સૈન્ય સૂત્રોના જણાવ્યા પ્રમાણે, UAEની ટૂકડી  'મહેમાન ટૂકડી' હોવાને કારણે પરેડને લિડ કરવાની તક તેમને મળી. 
- ઉલ્લેખનીય છે કે, ભારતની ગણતંત્ર દિવસની પરેડમાં વિદેશની સેનાની ટૂકડીને સામેલ કરવાનો ક્રમ ગત વખતથી શરૂ થયો. 
- ગત વર્ષે ફ્રાન્સની સેનાની ટૂકડી આ પરેડમાં સામેલ થઈ હતી. 
 
2# NSG કમાન્ડો 

- અત્યારસુધી રિપબ્લિક ડેની સિક્યુરિટીમાં મુખ્ય જવાબદારી નિભાવનારાં NSG (નેશનલ સિક્યુરિટિ ગાર્ડ્સ) આ વખતે લગભગ અઢી દાયકા બાદ પ્રથમ વખત પરેડમાં ભાગ લીધો. 
- કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આધિન આવતું NSG કાઉન્ટર ટેરરિઝમની સાથે VVIPsની સુરક્ષાનું કામ કરે છે.
- સિક્યુરિટીના કારણોસર તેમણે ચહેરા પર બુકાની ધારણ કરી હતી.  
 
3# 27 વર્ષ બાદ સ્વદેશી ફાઈટર પ્લેન કરશે ફ્લાઈ પાસ્ટનુ નેતૃત્વ 

- રાજપથ પર સાડા ચાર મિનિટની ફ્લાઈંગ પાસ્ટ સેરેમની દરમિયાન સ્વદેશી વિમાન તેજસ ઉડ્ડાણ ભરી. 
- તેજસ પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લીધો. 
- 1971ના  યુદ્ધમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર મારુતને વર્ષ 1990માં નિવૃત્ત કરી દેવાયું. 
- મળતી માહિતી પ્રમાણે, તેજસ બિકાનેરના નાલ એરબેઝ પરથી ઉડ્ડાણ ભરી. અહીંથી ત્રણ-ચાર વિમાન વિક્ટરી ફોર્મેશનમાં ઉડ્યાં. 
- તેજસ માત્ર 460 મીટરના રનવે પરથી ટેક-ઓફ કરી શકે છે. 
- તેજસ એર-ટુ-એર તથા એર-ટુ-સરફેસ મિસાઈલથી પ્રહાર કરવા સક્ષમ છે. તે 50 હજાર ફૂટની ઊંચાઈની ઉડ્ડાણ ભરી શકે છે. 
- સ્વદેશી લાઈટ હેલિકોપ્ટર ધ્રુવ તથા રુદ્ર પણ સામેલ થશે. તેઓ બિગ બોય, ત્રિશુલ, વર્ટિકલ ચાર્લી તથા વિક્ટરી ફોર્મેશનમાં પસાર થયા. 

4# AEW&CS

- પરેડમાં પ્રથમ વખત એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (AEW&CS)નું પ્રદર્શન કરવામાં આવ્યું. 
- એક્ટિવ ઈલેક્ટ્રોનિક સ્કેન્ડ એરે, ઈલેક્ટ્રોનિક સ્પોર્ટ મીઝર્સ તથા કોમ્યુનિકેશન્સ સપોર્ટ મેજર્સ જેવી ટેક્નોલોજીને કારણે અગાઉથી જ દુશ્મનોની હિલચાલ અંગે માહિતી આપી દે છે. 
- ઉલ્લેખનીય છે કે, દુનિયાના માત્ર  પાંચ દેશો AEWS&CS ટેક્નિક્સ વિકસાવી શકે છે. 

5# સ્વદેશી બોફોર્સ ધનુષ

- સ્વદેશી બોફોર્સ કહેવાતી ધનુષ તોપ પ્રથમ વખત રાજપથ પર નજરે પડ્યાં. જબલપુર ગન કેરેજ ફેક્ટરીમાં નિર્મિત ધનુષની કિંમત રૂ. 14 કરોડ જેટલી છે. 
- ધનુષની રેન્જ બોફોર્સથી વધુ છે. તે 38 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે. 
- 45 કેલિબર તથા 155 મીલીમીટર તથા ઓટોમેટિક 'ધનુષ' બોફોર્સ તોપની ટેક્નિક પર આધારિત છે. 
- આ સિસ્ટમમાં આપોઆપ ગોળો લોડ કરીને ફાયર કરી શકે છે. કલાકો સુધી સળંગ ફાયરિંગ છતાંય તેનું બેરલ (નાળચું) ગરમ નથી થતું. 
 
અન્ય ખાસિયતો અંગે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Eight things for the first time on Rajpath
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended