Home »National News »In Depth» Amit Shah Plan For Upcoming Elections

શાહે ગુજરાત સહિતની ચૂંટણીઓમાં વિજય માટે ઘડ્યો GAME PLAN

divyabhaskar.com | Mar 15, 2017, 16:55 PM IST

  • અમિત શાહની ફાઈલ તસવીર
નેશનલ ડેસ્ક: ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમા પ્રચંડ બુહમત બાદ અમિત શાહ ઝંપીને બેસી નથી રહ્યાં. હવે તેમની નજર આગામી ચૂંટણીઓ પર છે. જેમાં દિલ્હીની MCD ચૂંટણીઓ, રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ અને 2019ની લોકસભા ચૂંટણીઓનો પણ સમાવેશ થાય છે !

દિલ્હી MCDની ચૂંટણીઓ માટે ગુજરાત મોડલ અપનાવશે શાહ

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને સર કરવા માટે ગુજરાત મોડલ અપનાવવાનું નક્કી કર્યું. વ્યૂહરચના પ્રમાણે, ભાજપના નેતાઓએ વર્તમાન કોર્પોરેટર્સને સ્પષ્ટ કરી દીધું છે કે, મોટાપાયે વર્તમાન કોર્પોરેટર્સને ફરી ટિકિટ નહીં મળે. ઉપરાંત તેમના પરિવારજનોને પણ ટિકિટ મળવાની આશા ન રાખે. પાર્ટી નવા કાર્યકર્તાઓને ટિકિટ આપવા માંગે છે. જેથી કરીને કોર્પોરેટર વિરૂદ્ધની સ્થાનિક લોકોની નારાજગીની માઠી અસર પાર્ટીના પરફોમન્સ પર  ન થાય. ઉપરાંત પાર્ટીને નવું યુવા નેતૃત્વ પણ મળે. 

ઉલ્લેખનીય છે કે, 2010માં મોદીએ નો-રીપિટ થિયરી અપનાવી ગુજરાતની મ્યુનિસિપલ કોર્પોરેશન્સમાં વિજય મેળવ્યો હતો. વિજય ગોયલ તથા ડૉ. હર્ષવર્ધન કેન્દ્રમાં છે. જ્યારે જગદીશ મુખી, વિજય મલ્હોત્રા તથા કિરણ બેદીને ઉપરાજ્યપાલ બનાવીને દિલ્હીથી દૂર કરી દેવામાં આવ્યા છે. જેથી જૂથ બંધીની અસર ન થાય. 

MCDમાં શું સ્થિતિ છે?

ઉત્તર, દક્ષિણ તથા પૂર્વ એમ ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશન છે. જે હેઠળ દિલ્હીના કુલ અગ્યાર જિલ્લા આવે છે. દિલ્હી એમસીડીમાં કુલ 272 સીટ છે. જેમાંથી 153 ભાજપ પાસે છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપને મળેલા જવલંત વિજય બાદ એમસીડી ચૂંટણીમાં પણ તેનો લાભ ખાંટવા ભાજપ પ્રયાસ કરી શકે છે.

ભાજપને આશા છેકે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, તથા ઉત્તરપ્રદેશમાં પાર્ટીના સુંદર પ્રદર્શનને કારણે પાર્ટીનો દેખાવ MCDમાં સુધરશે અને દિલ્હીમાં રહેતા ઉત્તર ભારતીયો તેમને વોટ કરશે. અહીં આમ આદમી પાર્ટી સૌથી મોટી હરિફ પાર્ટી છે. 

ગત વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન ભારતીય જનતા પાર્ટીને માત્ર ત્રણ બેઠકો મળી હતી. જ્યારે આપને 67 બેઠકો મળી હતી. કોંગ્રેસ તેનું ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ રહી હતી. દિલ્હી ચૂંટણી પંચ દ્વારા  દિલ્હી નગર નિગમ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. જે મુજબ 22 એપ્રિલે એમસીડીની ચૂંટણી યોજાશે અને 25 એપ્રિલે મતગણતરી થશે. આ માટે 27 ફેબ્રુઆરીથી ઉમેદવારી પત્ર ભરાવાની શરૂઆત થશે. 

હોમ-સ્ટેટ પર છે નજર. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Amit Shah plan for upcoming elections
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended