Home »National News »In Depth» BJP Gets Mini Amit Shah In Sunil Bansal

યુપીમાં પડદા પાછળનો ચહેરો સુનિલ બંસલ, 'મિનિ અમિત શાહ' તરીકે ચર્ચામાં

divyabhaskar.com | Mar 03, 2017, 17:37 PM IST

  • સુનિલ બંસલ
નેશનલ ડેસ્ક:ઉત્તર પ્રદેશની ચૂંટણીઓમાં ભાજપના વિજય માટે લાખો કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યાં છે. તેમાં એક છે, સુનિલ બંસલ. જેઓ ભાજપના કાર્યકરોમાં 'સુનિલજી' કે 'મિનિ અમિત શાહ' તરીકે ઓળખવામાં આવે છે. મૂળ રાજસ્થાનના બંસલ અગાઉ લોકસભા ચૂંટણીઓ વખતે અમિત શાહ સાથે ઉત્તર પ્રદેશમાં કામ કરી ચૂક્યા છે. હવે, એ ચમત્કારને દોહરાવા માંગે છે. 
 
કોણ છે સુનિલ બંસલ?

સુનિલ બંસલ ભાજપના સંગઠન સચિવ છે. મૂળ રાજસ્થાનના સુનિલે ભાજપના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે તેમની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. અમિત શાહે રાજસ્થાનના જ અન્ય એક નેતા ઓમ માથુરને પણ ઉત્તર પ્રદેશ ચૂંટણીઓની કમાન સોંપી છે. બંસલે પાર્ટી માટે ત્રણસોથી વધુ બેઠકોનો ટાર્ગેટ રાખ્યો છે. જો આમ થશે તો યુપી ઈલેક્શનમાં ભાજપનું અત્યારસુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હશે. જેનો સીધો લાભ પાર્ટીને રાજ્યસભામાં મળશે. 

નજીકના લોકોના જણાવ્યા પ્રમાણે, સુનિલ બંસલને લો-પ્રોફાઈલ રહેવું ગમે છે. એટલે જ તેઓ ક્યારેય કોઈ મીડિયાને અન્ય નેતાઓની જેમ ઈન્ટરવ્યૂ આપતાં નથી. જો વાતચીત કરે તો પણ વીડિયો ઈન્ટરવ્યૂ નથી આપતા. બંસલે નક્કી કર્યું છે કે, યુપીમાં ભાજપનો વિજય થશે ત્યારે પણ તેઓ મીડિયા સમક્ષ નહીં આવે અને સંગઠન સચિવ હોવા છતાંય ઈન્ટરવ્યૂ નહીં આપે. હાલ તેમણે બનારસને મથક બનાવી ચૂંટણી કાર્યાલય ઊભું કર્યું છે. 
 
2014માં અમિત શાહ પાસેથી શીખ્યા સુનિલ. એ જ ચમત્કાર ફરી કરવાની આશા. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: BJP gets mini Amit Shah in Sunil Bansal
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended