Home »National News »In Depth» Cesarean Increasing At Dangerous Rate

25 રાજ્યોની 30% પ્રાઈવેટ હોસ્પિટલ્સમાં સિઝેરિયન, માતા-સંતાન માટે જોખમી

Smair Rajput, Ahmedabad/ Santosh Thakur, New Delhi/ Ravi Ranodhar, Jalandhar/Archana Sethi, Chandigardh/ Piluram Sahu, Raipur/Ajay Kumar Singh, Patna | Feb 26, 2017, 09:31 AM IST

  • પ્રુસતા અને બાળકની પ્રતીકાત્મક તસવીર
નેશનલ ડેસ્ક:દેશમાં સિઝેરિયન ડિલિવરીની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેનું એક કારણ છે પૈસા. પૈસાને કારણે તબીબો પ્રસૂતાઓને ઑપરેશનની સલાહ આપે છે. જ્યારે તે માત્ર ખિસ્સા માટે નહીં પરંતુ જન્મ લેનારા બાળક અને માતા બંનેના આરોગ્ય માટે ખતરનાક છે.
 
તાજેતરમાં મહિલાઓની પીડા ત્યારે સામે આવી હતી જ્યારે ચેન્જ.ઓઆરજી પર ચલાવાયેલા એક ઑનલાઇન આવેદનપત્ર પર લગભગ દોઢ લાખ મહિલાઓએ સિઝેરિયન ટ્રેન્ડ સામે ચિંતા વ્યક્ત કરતા તેના નિયમનની માગ કરી હતી. 

ભાસ્કર સાથે મુદ્દે વાત કરતા કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી મેનકા ગાંધી કહે છે કે આજકાલ સિઝેરિયન કેસ સામાન્ય થઇ ગયા છે. અમે માત્ર સિઝેરિયન પર ભાર આપનારા તબીબોના નામ જાહેર કરવાના પક્ષમાં છીએ. જેથી જનતા સમજી શકે કે તે તબીબ જેવા પવિત્ર વ્યવસાય સાથે કેવી બદનામીને જોડી રહ્યા છે. તેનાથી લોકોને આવા તબીબોથી બચવામાં મદદ મળશે.

શક્ય છે કે દૈનિક જીવનશૈલીમાં પરિવર્તન સાથે જોડાયેલ હોય. પણ ખાસ કરીને ખાનગી હોસ્પિટલોમાં જે પ્રમાણમાં સિઝેરિયન કેસ થઇ રહ્યા છે તે માત્ર જીવનશૈલી પરિવર્તન સાથે જોડાયેલા નથી લાગતા. એક પ્રકારની ગરબડ તરફ સંકેત આપે છે. કારણ છે કે અમે આરોગ્ય મંત્રાલયને લખ્યું છે કે તે હોસ્પિટલો માટે જરૂરી કરે કે તે પોતાને ત્યાં થનારી નોર્મલ ડિલિવરી અને સિઝેરિયન કેસને અલગ-અલગ એક બોર્ડમાં દર્શાવે. જેથી પ્રસૂતિ માટે આવેલા પરિવારોને ખબર પડે કે ત્યાં પ્રસૂતિ માટે નોર્મલ અને સિઝેરિયનનો શું આંકડો છે. 

મેનકા ગાંધી કહે છે કે અમે પણ ચાહીએ છીએ કે હોસ્પિટલ પોતાની વેબસાઇટ પર પણ જણાવે અને શક્ય હોય તો સરકારી એજન્સી સ્વયં રાજ્ય, ક્ષેત્રવાર રીતે રીતે તેને કોઇ વેબસાઇટ પર બતાવે. મામલે વાત કરવા પર મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના પ્રમુખ જયશ્રીબેન મહેતાએ કહ્યું હતું કે અમે નિયમ ઘડનારી સંસ્થા નથી. અમે નિયામક ઑથોરિટી છીએ. જો સરકાર રીતનો કોઇ નિયમ ઘડે છે તો અમે તેનું પાલન સુનિશ્ચિત કરીએ છીએ.
મુંબઈની રહેવાસી સુવર્ણા ઘોષ જેમના ઑનલાઇન આવેદન બાદ ચર્ચાનો મુદ્દો બન્યો છે, તેમના અનુસાર હકીકતમાં તે જાતે સિઝેરિયન પ્રસૂતિની પીડામાંથી પસાર થયા છે.
 
હોસ્પટલમાં પ્રસૂતિ દરમિયાન મહિલા અથવા તેમનો પરિવાર એવી સ્થિતિમાં નથી હોતા જ્યાં તે તબીબની સલાહને અવગણી શકે. પછી ભલેને તે સાચી હોય કે ખોટી. ખાનગી હોસ્પિટલોમાં કહેવાય છે કે સિઝેરિયન પીડારહિત છે. તે તમારા માટે જરૂરી છે. સ્થિતિ એવી હોય છે કે તમે તેને ના નથી કહી શકતા. એટલું નહીં, ઘણી હોસ્પિટલોમાં જ્યારે તેની સાથે સંબંધિત ફૉર્મ ભરાવે છે ત્યારે તેમાં લખે છે કે મહિલા અથવા તેના પરિવારે સિઝેરિયન પસંદ કર્યુ છે.

ગુજરાત તથા રાજસ્થાનની સ્થિતિ અંગે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.
 
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Cesarean increasing at dangerous rate
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended