Home »National News »In Depth» Modi Trump Call, US Giving Up Its World Leadership

જિનપિંગ-પુતિન પહેલા ટ્રમ્પે કરી મોદી સાથે વાત: US આવવા આપ્યું આમંત્રણ

divyabhaskar.com | Jan 25, 2017, 11:55 AM IST

  • વડાપ્રધાન મોદી
વોશિંગ્ટન:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોદી સાથે મંગળવારે રાત્રે ટેલીફોનિક વાતચીત કરી હતી. ટ્રમ્પે રશિયા અને ચીન પહેલા ભારત સાથે પહેલા વાતચીત કરી હતી. મોદીએ ટ્રમ્પને અમેરિકાના પ્રેસિડેન્ટ બનવા પર અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે ટ્રમ્પે મોદીને અમેરિકા આવવામાં માટે આમંત્રણ આપ્યું હતું. ફોન કોલ દરમિયાન ટ્રમ્પે એ વાત પર ભાર આપ્યો કે વૈશ્વિક પડકારોનો સામનો કરવા અમેરિકા ભારતને સાચો મિત્ર અને સહયોગી સમજે છે. વ્હાઈટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ બંને દેશના વડાએ આર્થિક અને રક્ષા ક્ષેત્રમાં સહયોગ વધારવાના મુદ્દા પર ભાર આપ્યો હતો.
 
 
ટ્રમ્પ સાથે ઉષ્માપૂર્વક વાતચીત થઈ: મોદી 
 
મોદીએ બુધવારે સવારે ટ્વિટ કરીને જણાવ્યું કે, મંગળવારે સાંજે મારી અને ટ્રમ્પની વચ્ચે ઉષ્માપૂર્વકની વાતચીત થઈ હતી. બંનેએ સાથે મળીને દ્વિ-પક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. મેં ટ્રમ્પને ભારત આવવા આમંત્રણ આપ્યું હતું.
 
આ મુદ્દે બંને નેતાઓ વચ્ચે થઈ વાતચીત
 
1. ડિફેન્સ
2. સુરક્ષા
3. આતંકવાદ
4. સાઉથ અને સેન્ટ્રલ એશિયામાં સુરક્ષા
5. ઇકોનોમી
 
મંગળવારે રાત્રે બંને રાજનેતાઓ વચ્ચે વાત થઈ
 
વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવેલા એક સ્ટેટમેન્ટ અનુસાર, ભારતીય સમય પ્રમાણે મંગળવારે રાત્રે 11.30 કલાકે ટ્રમ્પ અને મોદી વચ્ચે  ટેલિફોનિક વાતચીત થઈ હતી.  અમેરીકાના 45માં પ્રેસિડેન્ટ બનેલા ટ્રમ્પ અને મોદી વચ્ચે ઇકોનોમીક, ડિફેન્સ કો-ઓપરેશન અને પ્રાદેશિક સુરક્ષાના મુદ્દે વાતચીત થઇ હતી. સાથે-સાથે પીએમ મોદી દુનિયાના એવા પાંચમાં નેતા પણ બન્યા જેની સાથે ટ્રમ્પે ઓફિસનો કાર્યભાર સંભાળ્યા બાદ વાત કરી હોય. જાપાનના વડાપ્રધાન શિંઝો એબે, ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગ તથા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદમીર પુતિન કરતા પણ પહેલા ટ્રમ્પે મોદી સાથે વાતચીત કરી હતી. ટ્રમ્પે મોદીને અમેરિકા આવવા આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતુ કે ભારત અને યુએસ પોતાના સંંબંધોને વધુ સારા બનાવવા સક્ષમ છે. 
 
ટ્રમ્પ સાથે વાત કરનારાં મોદી 5મા વિદેશી નેતા
 
- અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ તરીકે 20 જાન્યુઆરીએ શપથ ગ્રહણ કર્યા બાદ ફોન પર વાત કરી હોય તેવા નરેન્દ્ર મોદી પાંચમા વિદેશી નેતા છે.
- 21 જાન્યુઆરીએ ટ્રમ્પે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટૂડો  અને મેક્સિકોના એનરિક પેના નિતો સાથે વાત કરી હતી.
- રવિવારે ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ અને સોમવારે ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સીસી સાથે ફોન પર વાત કરી હતી.
- રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને જે પાંચ વૈશ્વિક નેતાએ સૌથી પહેલા અભિનંદન આપ્યા હતા તેમાં પીએમ મોદી પણ સામેલ હતા.
 
સોમવારે એશિયાના નેતૃત્વમાંથી ખસવા લાગ્યું ચીન. ટ્રમ્પને મન અમેરિકા પ્રથમ. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Modi Trump call, US giving up its world leadership
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext