Home »National News »In Depth» Real Citizens Who Devote Their Life To Society Rewarded As Padma Shri

મોદીએ નવો ચીલો ચાતર્યો! સાચા સમાજસેવીઓને આપ્યું પદ્મશ્રી સન્માન

divyabhaskar.com | Jan 26, 2017, 13:22 PM IST

  • મોદી સરકારે જાહેર કરેલી પદ્મશ્રીની યાદીમાં અનેક સાચા અર્થમાં સમાજની સેવા કરનારાઓને સન્માનિત કરવામાં આવ્યા છે. (ફાઈલ)
નેશનલ ડેસ્ક. આગમાં ફસાયેલા લોકોનો જીવ બચાવનારા વોલ્યુન્ટિયર ફાયર ફાઈટરથી માંડી બાઈકની એમ્બ્યુલન્સ દ્વારા પોતાની આસપાસના 20 ગામોના લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પ્રયત્નશીલ એવા એક ડઝન જેટલા કોઈ પ્રતિષ્ઠાની અપેક્ષા સમાજના વિવિધ ક્ષેત્રે સેવા આપનારા લોકોને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરીને મોદી સરકારે નવો ચિલો પાડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.  પ્રજાસત્તાક દિવસના આગલા દિવસે એટલે કે બુધવારે મોદી સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે કે સત્તાધારી પક્ષ સાથે નિકટતા ધરાવતા વિવિધ ક્ષેત્રોના વ્યક્તિઓને આ સન્માન આપવામાં આવતું હોય છે. મોદી સરકારે આ પૂર્વગ્રહને તોડી એક દાખલો બેસાડ્યો છે.
 
દેહ વ્યાપારમાં સપડાયેલા લોકોને બચાવનારથી લઈને 68 વર્ષથી મફત સારવાર કરનારી ડોક્ટરને મળ્યું સન્માન
 
- પદ્મશ્રી પુરસ્કાર મેળવનારી વ્યક્તિઓમાં એવી પણ વ્યક્તિઓ છે જેમણે દેહ વ્યાપારમાં સપડાયેલી હજારો વ્યક્તિઓને બહાર કાઢી નવું જીવન શરૂ કરવા પ્રેર્યા છે.
- 91 વર્ષીય ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરે 68 વર્ષની કારકિર્દીમાં એક પણ રૂપિયાની ફી લીધા વગર હજારોની સંખ્યામાં મહિલાઓની સારવાર કરી છે.
- ચાર રાજ્યોના હાઈવે પર અકસ્માતના ભોગ બનેલા લોકોને તાત્કાલિક સારવાર આપવાનું મિશન લઈને ચાલનારી વ્યક્તિને પણ ભારત સરકાર સન્માનિત કરવા જઈ રહી છે.
- એમઆઈટી અને હાર્વર્ડ કક્ષાનું શિક્ષણ વિનામૂલ્યે ઓનલાઈન લોકોને મળતું થાય તે માટે પ્રોફેસરની નોકરી છોડનારને પણ સન્માનિત વ્યક્તિઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, કોણ છે એ સમાજને કંઈક આપી જનારા નાગરીકો જેમને ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કર્યા?
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Real citizens who devote their life to society rewarded as Padma Shri
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended