Home »National News »In Depth» Modi Road Show In Varansi

યુપીમાં 'બોનસ' મેળવવા વારાણસીમાં ત્રણ દિવસ પરસેવો પાડશે મોદી

divyabhaskar.com | Mar 02, 2017, 14:59 PM IST

  • લોકસભા ચૂંટણીઓમાં ભવ્ય વિજય બાદ તા. 16મી મેના નરેન્દ્ર મોદીએ વારાણસીમાં રોડ-શો યોજ્યો હતો.
વારાણસી: ઉત્તર પ્રદેશમાં સાતમા તબક્કાનું મતદાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારણસી સહિત અન્ય જિલ્લાઓમાં યોજાવાનું છે. જેમાં સફળતા માટે ભાજપ, પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ તથા નરેન્દ્ર મોદીએ કમર કસી છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પૂર્વ ઉત્તર પ્રદેશમાં છે. ખુદ નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ત્યાં રહેવાના છે. 

89 બેઠકો પર મતદાન બાકી 

છઠ્ઠા તબક્કામાં પૂર્વ ઉત્તર પ્રદેશની 40, સાતમા અને અંતિમ તબક્કામાં 49 બેઠકો પર મતદાન થશે. આ સાથે જ તમામ ઉમેદવારોનું ભાવિ EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન)માં સીલ થઈ જશે. તા. 11મી માર્ચના મતદારોનો ચુકાદો જાણવા મળશે. યુપી ઉપરાંત મણિપુર, ઉત્તરાખંડ, ગોવા અને પંજાબના પરિણામો પણ આવશે. જોકે, વિવેચકો અને રાજકીય પક્ષોની નજર ઉત્તર પ્રદેશ પર જ છે. 

બોનસ માટે ત્રણ દિવસ પરસેવો પાડશે મોદી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાજગંજમાં રેલી કરી હતી. જ્યાં તેમણે દાવો કર્યો હતો કે, પ્રથમ પાંચ તબક્કામાં ઉત્તર પ્રદેશની જનતાએ પ્રથમ પાંચ તબક્કામાં અમને બહુમત આપી દીધું છે. મતલબ કે કુલ 314 બેઠકો પર વોટિંગ થયું, તેમાંથી 204થી વધુ બેઠકો ભાજપને મળશે. હવે છઠ્ઠા અને સાતમા તબક્કાના મતદાનમાં ઉત્તર પ્રદેશની જનતાએ અમને 'બોનસ' આપવાનું છે. મતલબ કે હવે જે બેઠકો મળશે તે લિડ લેવા માટેની હશે. 

રિપલ ઈફેક્ટ ઊભી કરવાની ગણતરી 

ભાજપના અધ્યક્ષ અમિત શાહ પાંચમા તબક્કાના મતદાન પછીથી પૂર્વ ઉત્તર પ્રદેશમાં જ છે. તેમણે લખનઉ ખાતેથી ચૂંટણી કાર્યાલય સમેટી લીધું છે અને વારાણસીમાં ધામા નાખ્યા છે. છઠ્ઠા અને સાતમા તબક્કા માટેની બેઠકો અને યોજનાઓ તેઓ અહીંથી જ મેનેજ કરી રહ્યાં છે. ઉત્તર પ્રદેશ ઉપરાંત બિહારમાંથી કેન્દ્રીય પ્રધાન બનેલાઓને પણ કામગીરી સોંપવામાં આવી છે. કારણ કે પૂર્વાંચલ બિહારથી સીધો જ જોડાયેલો છે. 

વેપારીઓમાં નોટબંધી મુદ્દે સંભવિત ગેરસમજણને ધ્યાને રાખીને નાણાપ્રધાન અરુણ જેટલી તથા કેન્દ્રીય વીજપ્રધાન પિયુષ ગોયલને જવાબદારી સોંપવામાં આવી છે. સંતોષ ગંગવાર, ટેલિકોપ્રધાન રવિશંકર પ્રસાદ, કેન્દ્રીય આરોગ્યપ્રધાન જે.પી. નડ્ડા પણ આ વિસ્તારો ખૂંદી રહ્યા છે. શુક્રવારે મોદી મિર્ઝાપુરમાં જાહેરસભાને સંબોધશે. જે વારાણસીથી માત્ર 60 કિલોમીટર દૂર છે. જ્યારે શનિવારે જૌનપુરમાં જાહેરસભાને સંબોધશે. અહીંથી વારાણસી પહોંચીને સ્થાનિકો સાથે વાતચીત કરી હતી. 
 
મોદી અને ભાજપની વ્યૂહરચના અંગે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Modi road show in Varansi
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended