Home »National News »In Depth» Rambabu Wants Meet CM And Also Dream To Show His Talent On TV

ઊકળતું તેલ આમની માટે છે ઠંડુ પાણી, 40 વર્ષથી આમ હાથથી નીકાળે છે ભજીયા

divyabhaskar.com | Feb 17, 2017, 00:14 AM IST

  • રામબાબૂને છેલ્લા 40 વર્ષથી ‘અનોખા પકૌડીવાલા’ના નામે ઓળખવામાં આવે છે.
અલાહાબાદઃ ઉત્તર પ્રદેશના અલાહાબાદના પુરાના શહેર ખાતે એક અનોખો ભજીયાવાળો છે. જે ઊકળતાં તેલમાં હાથ નાંખી ભજીયા તળે છે. ગ્રાહકો તેની કારીગરી જોઈ હેરાન રહી જાય છે. રામબાબૂ જણાવે છે કે, છેલ્લા 40 વર્ષથી ચાર રસ્તાએ તેઓને ‘અનોખા પકૌડીવાલા’ના નામે ઓળખવામાં આવે છે. 15 વર્ષની વયથી જ ગરીબીને કારણે તેમણે ભજીયા બનાવવાનું કામ ચાલુ કર્યું હતું. જોકે તેલમાં હાથ નાખવાના ટેલેન્ટની જાણ તેમણે 20 વર્ષની વયે થઈ હતી. 60 વર્શીય રામબાબૂ પોતાના ટેલેન્ટને ટીવી પર દેખાડવા માગે છે અને આ સાથે જ તેઓ સીએમને એકવાર મળવા માગે છે.
 
એકવાર કર્યા બાદ ટેવ પડી ગઈ
 
- રામબાબૂએ જણાવ્યું કે, ભારે કડછીનો ઉપયોગ કરવાથી સમય ઘણો બગડે છે. એકવાર ભીડ વધારે હોવાથી તેમણે હાથ ઊકળતાં તેલમાં નાખી દીધો હતો.
- હાથ અંદર સુધી ડુબાડ્યા બાદ તેઓએ હાથ અચાનક બહાર કાઢી લીધો અને દાજી ગયા હોવાનું સમજીને હાથ કપડાથી ઢાંકી લીધો. જોકે પછી અનુભવ થયો કે તેમનો હાથ તો એકદમ સલામત છે.
- તે દિવસથી જ રામબાબૂએ કડછીનો ઉપયોગ બંધ કરી દીધો હતો. તેઓને ઊકળતાં તેલમાં ભજીયા તળતી વખતે પાણીમાં હાથ એવું લાગે છે.
- રામબાબૂની આ કારીગરીને કારણે તેમને ત્યાં વહેલી સવારથી જ ભજીયા ખરીદનારાઓની ભીડ લાગે છે. 
- લોકો માત્ર હાથથી બનેલા જ ભજીયા માગે છે અને એ પણ તેમની સામે જ રામબાબૂ તૈયાર કરે તેવી માગણી કરતા હોય છે.
 
ગિનીઝ બુકમાં સ્થાન મેળવવાની ઈચ્છા
 
- રામબાબૂ અને તેમના પુત્રો ઈચ્છે છે કે તેઓનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવે.
- તેમના કુલ 6 બાળકો છે, 4 પુત્રો અને 2 પુત્રીઓ. પુત્રીઓના લગ્ન થઈ ગયા છે. જ્યારે 4 પુત્રો બિઝનેસ કરે છે.
- રામબાબૂએ નાનકડી ભજીયાની લારી ચલાવી તમામ બાળકોને ભણાવ્યાં.
- ચારેય પુત્રોને સોનીનું કામ શીખવી દુકાન કરાવી આપી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ રામબાબૂ કેવી રીતે ઊકળતાં તેલમાં હાથ નાંખી ભજીયા તળે છે......) 
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rambabu Wants Meet CM And Also Dream to Show His Talent On TV
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended