Home »National News »In Depth» Mobile Shops In Uttar Pradesh Are Selling Numbers On Basis Of Their Look

એક એવું રાજ્ય, જ્યાં દુકાનોમાં ખુલ્લેઆમ વેચાય છે યુવતીઓના Mobile Number

divyabhaskar.com | Feb 04, 2017, 11:23 AM IST

  • રિચાર્જ કરી આપતા મોબાઈલ શોપવાળા યુવતીઓના મોબાઈલ નંબર વેચી રહ્યાં છે.
લખનઉઃઉત્તર પ્રદેશની યુવતીઓ-મહિલાઓ માટે મોબાઈલ રિચાર્જની દુકાને જવું એક ટ્રેપમાં ફસાવવા સમાન છે. યુવતીઓ અને મહિલાઓને ફોન પર અશ્લીલ માગણી કરતા કોલરની સાથે સાથે હવે તેમના નંબર લીક કરનાર આરોપી કોણ છે પણ શોધવું પડી રહ્યું છે.
દેખાવને આધારે યુવતીઓના નંબરનો રેટ નક્કી થાય છે....

- રિચાર્જ કરી આપતા મોબાઈલ શોપવાળા યુવતીઓના મોબાઈલ નંબર વેચી રહ્યાં છે.
- આ શોપવાળા સામાન્ય દેખાતી યુવતીઓના નંબર 50 રૂપિયામાં વેચે છે, જ્યારે કે સુંદર દેખાતી યુવતીઓના નંબર માટે 500 રૂપિયા વસૂલે છે.
- દુકાનવાળા નંબરોની લિસ્ટ જે-તે ગ્રાહકોને વેચતા હોય છે. આ ગ્રાહકો યુવતીઓને ફોન કરી મિત્રતાથી લઈ અશ્લીલ માગ કરતા હોય છે.
- મહિલા હેલ્પલાઈન 1090 પર મોટાપ્રમાણમાં આ પ્રકારની ફરિયાદો આવતા પોલીસને આ ગેરકાયદે પ્રવૃત્તિની જાણ થઈ.
- મહિલા હેલ્પલાઈન પર 6,61,129 ફરિયાદ 15 નવેમ્બર 2012 થી 31 ડિસેમ્બર 2016 દરમિયાન આવી હતી. 
- કુલ 6,61,129 ફરિયાદમાંથી 5,82,854 ફરિયાદો અજાણી વ્યક્તિના મિત્રતા અને અશ્લીલ માગણીના ફોન કોલની હતી.
- પોલીસ દ્વારા આ ગેરકાયદે પ્રવૃત્તિ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
 
આઈજીએ કહ્યું- કોઈ કેસ નથી બનતો....
 
- આ મામલે હજીસુધી કોઈની ધરપકડ થઈ નથી. ત્યારે આઈજી સેકેરાએ એક અંગ્રેજી અખબારને કહ્યું કે- આમાં કોઈ કેસ નહીં બને.
- જોકે 3 મોબાઈલ રિચાર્જ કરનાર વિરુદ્ધ ખોટા ડોક્યૂમેન્ટ રાખવાના કેસ નોંધવામાં આવ્યા છે.
- એક આરોપીએ આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવણીની કબૂલાત કરતા તેને- કોઈને નુકસાન કર્યા વગર મળતી મજા ગણાવી હતી.
- એક આરોપીએ કહ્યું કે- અમે પિતાની ગેરહાજરીમાં મોબાઈલ શોપ પરથી નંબર લઈએ છીએ. વોટ્સએપ નંબરો પર અમે અશ્લીલ તસવીરો મોકલીએ છીએ.
- આ કાંડથી પરણિત મહિલાઓ પણ બચી શકી નથી. એક મહિલાએ જણાવ્યું કે, એક જ વ્યક્તિ જુદા-જુદા નંબર પરથી રાતે ફોન કરે છે અને ગંદી વાતો કરે છે.
- તપાસ દરમિયાન આરોપી યુવકો પોલીસ સમક્ષ એક જ પ્રકારના બહાના કાઢે છે કે, તે મારી પ્રેમિકા છે અને હાલ વાત નથી કરતી અથવા તો મે ભૂલથી નંબર લગાવ્યો હતો.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..........)
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mobile Shops In Uttar Pradesh Are Selling Numbers On Basis Of Their Look
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended