Home »National News »In Depth» Shehla Masood Murder Case Court Awards Life Imprisonment To Four

પ્રેમમાં પાગલ હતી આ લેડી કિલર, થેલીમાં સંભાળી રાખ્યા યૂઝ્ડ કોન્ડોમ

divyabhaskar.com | Jan 30, 2017, 09:59 AM IST

  • હત્યાની મુખ્ય આરોપી જાહિદા પરવેઝ.
ભોપાલ/ઈન્દોર:ભોપાલના હાઈપ્રોફાઈલ શેહલા મસૂદ હત્યાકાંડમાં સીબીઆઈની ઈન્દોર સ્થિત વિશેષ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. દોષીત ઝાહિદા, સબા, શાકિબ અને તાબિશને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી. અન્ય એક આરોપી ઈરફાનને ગુનાની કબૂલાત તથા તપાસમાં મદદ કરવા માટે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો. 6 વર્ષ સુધી ચાલેલા આ કેસમાં 137 તારીખો પણ સુનાવણી થઈ.
 
 
2011માં થઈ હતી હત્યા
 

- 6 વર્ષ સુધી થઈ આ કેસની સુનાવણી. આ દરમિયાન સીબીઆઈએ 83 સાક્ષીઓ રજૂ કર્યા.
- શેહલા આરટીઆઈ એક્ટિવિસ્ટ હતી. તેનું ભોપાલમાં 2011માં મર્ડર થયું હતું.
- 38 વર્ષીય શેહલા ઘરેથી ઓફિસ જવા નીકળી હતી. જેવી તે કારમાં બેઠી કે તેની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી.
- ભાજપના કદાવર નેતા ધ્રુવ નારાયણ સિંહ સાથે જાહિદાના પ્રેમસંબંધો હતા. ભાજપી નેતાની બીજી પ્રેમિકા શેહલા હતી.
- જાહિદા આ કારણે શેહલાને પસંદ કરતી નહોતી.
 
શેહલા મસૂદ એક એનજીઓ ચલાવતી હતી
 
- આરટીઆઈ એક્ટિવિસ્ટ શેહલા એક એનજીઓ ચલાવતી હતી. તે અણ્ણા હજારેની ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન મૂવમેન્ટ સાથે સંકળાયેલી હતી.
- શેહલા એન્વાયર્નમેંટલિસ્ટ હતી અને ઈવેંટ મેનેજમેન્ટ કંપની પણ ચલાવતી હતી. તેના પિતા સુલ્તાન મસૂદ રિટાયર્ડ ગવર્નમેંટ ઓફિસર છે.
- શેહલાએ 200થી વધુ આરટીઆઈ કરી હતી.
- સજા સાંભળ્યા બાદ ઝાહિદા પરવેઝે મીડિયા સાથે વાત કરતાં કહ્યું, કોર્ટે કોઈ પણ જાતના પુરાવા વગર મને દોષી જાહેર કરી છે.
- કોર્ટે સીબીઆઈના પ્રેશરમાં આ ચૂકાદો આપ્યો હોય તેમ લાગે છે.
 
જાહિદાએ પ્લાસ્ટિકની થેલીઓમાં રાખ્યા હતા વાપરેલા કોન્ડોમ...

- સીબીઆઈને જાહિદાની ડાયરીથી તેના અને ધ્રુવના શારીરિક સંબંધોની માહિતી મળી.
- જાહિદાની ઓફિસથી રેકોર્ડિંગની એક સીડી અને પ્લાસ્ટિકની થેલીઓમાં સાચવેલા વાપરેલા કોન્ડોમ મળી આવ્યા હતા.
- આ મર્ડર કેસનો વિવાદ વિધ્યો તેથી ધ્રુવ નારાયણે ભાજપના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપવું પડ્યું હતું.
- પોલીગ્રાફ ટેસ્ટમાં ધ્રુવને આ હત્યા મામલે ક્લિનચીટ આપવામાં આવી હતી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો............................)
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shehla Masood Murder Case Court awards life imprisonment to four
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended