Home »National News »In Depth» Indian Boy And Foreign Girl Wedding Cases Increased In Last Few Years

જ્યારે મજૂરના પુત્ર પર આવ્યું રશિયન અધિકારીનું દિલ,વાંચો આવી લવ સ્ટોરીઝ

divyabhaskar.com | Feb 12, 2017, 14:29 PM IST

  • અનતસ્થાએ નરેન્દ્રને મોસ્કો બોલાવી લીધો. જ્યાં બંનેએ લગ્ન કરી લીધા હતા.
ભોપાલઃવિદેશી યુવતીઓનું ફરવા ભારત આવવું અને અહીંના કોઈ દેશી યુવક સાથે પ્રેમ થવાના ઘણા કિસ્સા સામે આવતા રહ છે. છેલ્લા અમુક વર્ષમાં આવા કિસ્સા ઘણા તેજીથી વધ્યા છે. સમગ્ર વિશ્વમાં 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે મનાવવામાં આવે છે ત્યારે ભાસ્કર.કોમ તમારી સમક્ષ 10 અનોખી લવસ્ટોરીઓ રજુ કરી રહ્યું છે. આ તમામ સ્ટોરીમાં વિદેશી યુવતીઓ દેશી યુવકોના પ્રેમમાં એટલી ગળાડૂબ થઈ કે પોતાનું બધુ જ છોડી ભારત આવી ગઈ અને દેશી યુવક સાથે લગ્ન કર્યા હતા. આમાંથી કોઈ બારમેન છે તો કોઈ કરાટે ટ્રેનર.
 
મજૂરના પુત્ર પર આવ્યું રશિયન અધિકારીનું દિલ...

- એમપીના સાગર પર રહેનાર એક મામૂલી ખેત મજૂરના પુત્ર નરેન્દ્રએ રશિયન પાર્લામેન્ટ હાઉસના ઈકોનોમિક્સ ડિપાર્ટમેન્ટની અધિકારી અનતસ્થાથી મુલાકાતના 3 વર્ષ બાદ લગ્ન કરી લીધા હતા.
- બારમેન તરીકે કામ કરતા નરેન્દ્રની મુલાકાત 3 વર્ષ અગાઉ અનતસ્થા સાથે ગોવામાં થઈ હતી. 
- બંને વચ્ચે પ્રારંભમાં થોડી ઘણી અંગ્રેજીમાં વાત થતી હતી. બંને અંગ્રેજીમાં નબળા હતા. જોકે બંને પોતાની વાતો ઈશારાથી સમજી જતા.
- અંદાજે 2.5 વર્ષ સુધી તે નરેન્દ્રને મળવા ભારત આવતી રહેતી. આ સમયે બંને વચ્ચે ઓનલાઈન વાતચીત થતી રહેતી.
- તે પછી અનતસ્થાએ નરેન્દ્રને મોસ્કો બોલાવી લીધો. અહીં ઓગસ્ટ 2016માં બંનેએ લગ્ન કરી લીધા હતા.
 
(આગળની સ્લાઈડ્સમાં વાંચો આવી જ અન્ય લવસ્ટોરી...........)
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indian Boy And Foreign Girl Wedding Cases Increased In Last Few Years
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended