Home »National News »In Depth» IPS Rakesh Maria Schedule To Retire On 31 Jan, Know His Contribution

મુંબઈ બ્લાસ્ટ કેસ ક્રેક કરી લાઈમલાઈટમાં આવનારા IPS મારિયા થશે નિવૃત્ત

divyabhaskar.com | Jan 31, 2017, 18:15 PM IST

  • મહારાષ્ટ્રના અસંખ્ય કેસ ઉકેલનારા મારિયાને હોમ ગાર્ડ્સના ડાયરેક્ટર જનરલના હોદ્દા પરથી મંગળવારે નિવૃત્ત થશે. (ફાઈલ)
નેશનલ ડેસ્ક. મુંબઈમાં 1993માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ્સ કેસને ઉકેલી ટાઈગર મેમણ અને દાઉદ ઈબ્રાહિમની સંડોવણી બહાર લાવનારા આઈપીએસ અધિકારી રાકેશ મારિયા 31 જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. કસાબને પૂછપરછ કરી ફાંસીને માંચડે પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા મારિયાનું નામ વિવાદો સાથે પણ સંકળાયું હતું. શીના બોરા મર્ડર કેસની તપાસમાં પોલીસ કમિશ્નર તરીકે વધુ પડતો રસ લેવાના કારણે મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે પ્રમોશન આપી મારિયાને સાઈડલાઈન કરી દીધા હતા. મહારાષ્ટ્રના અસંખ્ય કેસ ઉકેલનારા મારિયા હોમ ગાર્ડ્સના ડાયરેક્ટર જનરલના હોદ્દા પરથી મંગળવારે નિવૃત્ત થશે.
 
પ્રશંસાની સાથોસાથ વિવાદોથી ઘેરાયેલા રહ્યા રાકેશ મારિયા
 
- રાકેશ મારિયાની કારકિર્દીમાં પ્રશંસા અને વિવાદ હંમેશા સાથે જ રહ્યા.
- 1993 મુંબઈ બ્લાસ્ટ કેસની તપાસ કરતી વખતે કથિત રીતે સંડોવાયેલા લોકો પોતાની વાત કબૂલ કરે તે માટે થર્ડ ડિગ્રી ટોર્ચર આપવાના તેમના પર આરોપ લાગ્યા હતા.
- રાકેશ મારિયાનો લલિત મોદી સાથેનો લંડનની મુલાકાતના ફોટોગ્રાફ્સ વાયરલ થતા તેમને સ્પષ્ટતા આપવી પડી હતી.
- 26/11 મુંબઈ આતંકી હુમલામાં કન્ટ્રોલ રૂમ સંભાળી રહેલા મારિયા સામે માર્યા ગયેલા પોલીસ અધિકારીઓની પત્નીઓએ જ સમયે મદદ ન મોકલવાના આક્ષેપ કર્યા હતા.
- શીના બોરા મર્ડર કેસમાં વધુ પડતા રસ લેવાના કારણે જ તેમને નિયત સમય પહેલા મુંબઈના પોલીસ કમિશ્નરના પદેથી હટાવી લેવામાં આવ્યા હતા.  
 
નિવૃત્તિના એક દિવસ પહેલા મારિયાએ શું કર્યો ઘટસ્ફોટ?
 
- નિવૃત્તિના એક દિવસ પહેલા સોમવારે રાકેશ મારિયાએ શીના બોરા હત્યા કેસને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
- સાચી વાત જણાવતા મારિયાએ કહ્યું કે પ્રભાવશાળી લોકોએ આ હત્યાકાંડને ત્રણ વર્ષ સુધી દબાવી રાખ્યો.
- શીના બોરા હત્યા કેસમાં તેની માતા ઈન્દ્રાણી મુખર્જી અને મીડિયા દિગ્ગજ પીટર મુખર્જીને મુખ્ય આરોપી ઠેરવીને ધરપકડ કરવામાં આવી.
- મહત્વપૂર્ણ છે કે શીના બોરા હત્યાકાંડની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. માનવામાં આવે છે કે આ હત્યાકાંડમાં વધુ રસ લેવાના કારણે જ મારિયાને કાર્યકાળ પૂરા થવાના થોડા દિવસ પહેલા જ મુંબઈ પોલીસ કમિશ્નરના પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.
 
મારિયા કઈ વાતથી છે નારાજ અને દુઃખી?
 
- મારિયા એ વાતથી ખૂબ જ નારાજ છે કે મુંબઈ પોલીસની જે ટીમે શીના બોરા કેસને બહાર લાવ્યા અને તેની તપાસ કરી તેમને યોગ્ય શ્રેય ન આપવામાં આવ્યો.
- તેમણે જણાવ્યું કે, હું એ પોલીસકર્મીઓને લઈને દુઃખી છું જેઓએ આ હત્યાકાંડનો પર્દાફાશ કરવામાં મહત્વપૂર્ણ કામ કર્યું. તેમ છતાંય તે લોકો અજ્ઞાત રહી ગયા. આ હત્યાકાંડને બહાર લાવવા માટે તેમને યોગ્ય શ્રેય ન મળ્યું.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, 1993 મુંબઈ બ્લાસ્ટ કેસ ઉકેલીને દાઉદની સંડોવણી કરી સાબિત... કસાબને દોષિત સાબિત કરી પહોંચાડ્યો ફાંસીના માંચડે... 26/11 હુમલામાં શહીદ આઈપીએસની પત્નીએ શું મૂક્યા હતા આક્ષેપ? “કાશ હું ત્રણેય અધિકારીઓને બચાવી શક્યો હોત” લંડનમાં લલિત મોદીને મળતા ઊભો થયો હતો વિવાદ...
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: IPS Rakesh Maria schedule to retire on 31 Jan, know his contribution
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended