Home »National News »In Depth» INS Virat To Be Decommissioned On Monday

તો શું વિશ્વનું સૌથી જૂનું વિમાનવાહક જહાજ INS વિરાટ પણ ભંગારમાં જશે?

divyabhaskar.com | Mar 07, 2017, 09:05 AM IST

દિલ્હી/મુંબઈ:30 વર્ષ સુધી દેશના નૌકાદળની સેવા કરનાર INS વિરાટ સોમવારે  સાંજે સેવાનિવૃત્ત થઈ ગયું. ચાર મહિનાની અંદર વિમાન વાહક જહાજને મ્યુઝિયમ બનાવવાનો સંતોષકારક પ્રસ્તાવ નહીં આવે તો, INS વિક્રાન્તની જેમ વિરાટ પણ ભંગારમાં વેચાઈ જશે. INS વિરાટ મ્યુઝિયમ બનાવવાનું સપનું રોળાઈ જશે. 

તા. 6 માર્ચના સેવા નિવૃત્ત થશે

- સોમવારે સાંજે મુંબઈ પોર્ટ પર INS વિરાટને ડિકમિશન્ડ કરવાનો કાર્યક્રમ યોજાયો.
- જેમાં એડમિરલ સુશિલ કુમાર તથા સંરક્ષણપ્રધાન મનોહર પારિકર હાજર રહ્યા.  
- જેમાં નૌકાદળના વડા એડમિરલ સુનિલ લાંબા, વિમાનવાહક જહાજ પર ફરજ બજાવી ચૂકેલા ભારતના અધિકારીઓ તથા બ્રિટિશ નેવીના વીસ જેટલા અધિકારીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે.
- સૂર્યાસ્ત થતાં INS વિરાટ પરથી તિરંગો ઉતારવામાં આવશે. આ સાથે જ નેવીનો ધ્વજ તથા નેવીમાં તેને સામેલ કરવાની તકતી પણ ઉતારી લેવામાં આવશે.
 
INS વિરાટ માટે આગામી ચાર મહિના મહત્વપૂર્ણ 

- નેવીના એડમિરલ સુશિલ કુમાર લાંબાના કહેવા પ્રમાણે, જો ચાર મહિનાની અંદર INS વિરાટને નેવી મ્યુઝિયમ બનાવવા માટેનો કોઈ સંતોષકારક પ્રસ્તાવ નહીં આવે તો તેને ભંગારમાં વેચી દેવા સિવાયનો કોઈ વિકલ્પ નહીં રહે.  
- મુંબઈ પોર્ટ તથા કરવાર બંદર પર જગ્યા ન હોવાથી આ સમસ્યા વકરશે. 
- આંધ્રપ્રદેશની સરકારે INS વિરાટને મ્યુઝિયમમાં તબદીલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. પરંતુ તેની પાછળ થનારા ખર્ચ અંગે સંરક્ષણ મંત્રાલય તથા રાજ્ય સરકાર વચ્ચે મડાગાંઠ પડી છે.  - INS વિરાટ પરથી ઓપરેટ થતાં બાકીના 11 જમ્પ જેટ્સ (રનવે વગર સીધી જ ઉડ્ડાણ ભરી શકતાં વિમાન) સી હેરિયર વિમાનો દેશભરના અલગ-અલગ નેવલ બેઝ પર મ્યુઝિયમ પીસ તરીકે મોકલી આપવામાં આવશે. 
 
30 વર્ષ સુધી દેશની સેવા કરનાર INS વિરાટ અંગે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: INS Virat to be decommissioned on Monday
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended