Home »National News »In Depth» 3 Years Of Modi Sarkar: 14 Reasons Behind Popularity Of Modi

મોદીરાજ@3: એ 14 કારણો જેના કારણે 'મોદી લહેર' થઈ વધુ મજબૂત

divyabhaskar.com | May 17, 2017, 14:36 PM IST

નેશનલ ડેસ્ક. 16 મે 2014ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા જેના કારણે ભારતના ઈતિહાસમાં પહેલીવાર બીજેપીને જંગી બહુમત મળ્યું. બીજેપીને જનતાએ આપેલો પ્રેમ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની લહેરને આભારી હતો. મોદી સરકારે સત્તા સંભાળવાની સાથે જ અનેક પહેલ સફળતાપૂર્વક હાથ ધરી જેને કારણે સરકારના ત્રણ વર્ષ પૂરા થવા છતાંય મોદીની લોકચાહના ઘટવાને બદલે અનેકગણી વધી છે. વિપક્ષ પણ 'મોદી લહેર'માં સતત વધી રહેલી ભરતી જોઈને અસમંજસમાં છે.
 
કોઈ રાજ્યના મુખ્યમંત્રીની પીએમ બનવાની પહેલી ઘટના
 
- ગુજરાતના 12 વર્ષ સુધી સતત મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીને 2014ની લોકસભા ચૂંટણીમાં જનતાને જંગી બહુમતી આપી અને તેમને દિલ્હી સલ્તનત પર આરુઢ થવાનું ફરમાન સંભળાવ્યું.
- બીજેપીએ પોતે પણ નહોતું વિચાર્યું કે પાર્ટીને આ પ્રકારનો જંગી બહુમત મળશે.
- કોઈ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન બન્યા હોય તેવી ઘટનાનો દેશ પહેલીવાર સાક્ષી બન્યો.      

2014 લોકસભા ચૂંટણી વખતે મોદીની વધી લોકચાહના
 
- મોદીની લોકપ્રિયતા પાછળનું કારણ સ્પષ્ટ હતું કે ગુજરાત બહાર મોદીની કાર્યશૈલી, નિર્ણય લેવાની ક્ષમતા, કંઈક નવું કરવાની ઈચ્છાશક્તિ અને ભવિષ્યને ધ્યામાં લઈને ટેકનિકનો ઉપયોય વગેરે વિશેના અહેવાલો આવી રહ્યા હતા તેના કારણે દેશની જનતાના દિલોદિમાગ પર મોદીની લોકનેતા તરીકેની છાપ ઊભી થઈ રહી હતી.
- મોદીની લોકચાહના એટલે હદે વધી ગઈ કે ચૂંટણી વખતે 'અબકી બાર બીજેપી સરકાર'ને બદલે લોકો 'અબકી બાર મોદી સરકાર'ના નારા લગાવવા લાગ્યા.

મોદી સરકારના 3 વર્ષના કાર્યો લોકોના મનમાં વસી ગયા
 
- 2014ની લોકસભા ચૂંટણી પહેલા લોકો ગુજરાતની બહાર મુખ્યમંત્રી તરીકે મોદીને ઓળખતા હતા, પરંતુ હવે લોકો વડાપ્રધાનના રૂપમાં મોદીને ઓળખે છે.
- સત્તા સંભાળવાના ત્રણ વર્ષ દરમિયાન મોદી પ્રત્યે લોકોનું આકર્ષણ એટલું વધ્યું છેકે તેમની લોકપ્રિયતાનો ગ્રાફ નીચે આવવાનું નામ જ નથી લઈ રહ્યો.
- વિપક્ષ આ વાતથી જ ખૂબ જ પરેશાન છે. નરેન્દ્ર મોદીની સરકારે ત્રણ વર્ષમાં લોકોને તેમના કાર્યો અને પ્રયાસોને જાણવાની તક આપી.
- આ ત્રણ વર્ષોમાં મોદીએ કંઈક એવા કાર્યો રહ્યા જે તમામ લોકોની નજરમાં વસી ગયા.
 
નોટબંધીને લઈને થઈ ટીકા પણ ચૂંટણી પરિણામો તરફેણમાં
 
- મોદીએ નવેમ્બર 2016માં નોટબંધીની જાહેરાત બાદ રિઝર્વ બેન્ક દ્વારા વારંવાર નિયમોમાં ફેરફારથી સામાન્ય પ્રજા પરેશાન થવાના, તથા 100થી વધુ લોકોને જીવ ગુમાવ્યાના અહેવાલ આવ્યા.
- અર્થશાસ્ત્રીઓનો પણ નોટબંધીને લઈને મિશ્ર પ્રતિસાદ રહ્યો. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ નોટબંધીની ટીકા કરી.
- 2017માં યાજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં નોટબંધીને કારણે બીજેપીને નુકસાન ઉઠાવવું પડશે તેવું માનવામાં આવતું હતું પરંતુ જનતાએ વિપક્ષના તમામ આશંકાઓને ખોટી સાબિત કરી.
- ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં બીજેપીને જંગી બહુમતી મળી જ્યારે મણિપુર અને ગોવામાં સરકાર રચવામાં સફળ રહ્યા.
 
આગળની સ્લાઇડ્સમાં જાણો, મોદીના એવી 14 પહેલ જેનાથી તેમની લોકપ્રિયતા 2014 કરતાં પણ અનેકગણી વધી...


(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 3 years of Modi Sarkar: 14 reasons behind popularity of Modi
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended