Home »National News »In Depth» Jadhav Case In ICJ: Secret Weapon Of India Agent Dr Deepak Mittal

જાધવને ફાંસીમાંથી રાહત અપાવવાનું 'એજન્ટ મિત્તલે' પાર પાડ્યું મિશન

divyabhaskar.com | May 19, 2017, 13:53 PM IST

નેશનલ ડેસ્ક. ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને પાકિસ્તાની આર્મી કોર્ટ દ્વારા ફટકારાયેલી ફાંસી પર ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) તરફથી લગાવવામાં આવેલી રોક બાદ સમગ્ર દેશમાં વકીલ હરીશ સાલ્વેના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. જાધવ કેસમાં મળેલી સફળતામાં સાલ્વે જેટલી ક્રેડિટ મેળવવાના હકદાર છે તેના જેટલા જ હકદાર છે ‘એજન્ટ મિત્તલ’ એટલે કે ભારતીય વિદેશ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી ડો. દીપક મિત્તલ.
  
'એજન્ટ મિત્તલે' જાધવનો કેસ ICJમાં મજબૂત રીતે મૂક્યો
 
- ડો. દીપક મિત્તલે ICJમાં ભારતીય પ્રતિનિધિમંડળની આગેવાની કરી રહ્યા હતા.
- ICJની બોલચાલની ભાષામાં ભારતીય વિદેશ સેવાના અધિકારી દીપક મિત્તલ ભારત તરફથી એક ‘એજન્ટ’ હતા.
- જ્યાં વકીલ સાલ્વેએ ભારત તરફથી કાયદાકીય દલીલો રજૂ કરી, બીજી તરફ ડો. મિત્તલે ICJમાં ભારતનો કેસ મજબૂત રીતે રજૂ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી.
 
પાકિસ્તાન ખોટું છે તેના આ તર્ક 'એજન્ટ મિત્તલે' કોર્ટને આપ્યા
 
- દીપક મિત્તલે ICJમાં ચર્ચાની શરૂઆત કરતા કહ્યું- જાધવને ન તો પોતાના કાયદાકિય અધિકારોનો ઉપયોગ કરવાની તક આપવામાં આવી અને ન તો તેમને કાઉંસલર એક્સેસ આપવામાં આવ્યો. આશંકા છે કે આ મામલામાં ICJનો ચુકાદો આવ્યા પહેલા જ જાધવને પાકિસ્તાન ફાંસી આપી દેશે.
- પાકિસ્તાની આર્મી ચીફ પોતે જાધવની ફાંસીની સજાની જાણકારી આપી. આટલા દિવસ પસાર થવા છતાંય પાકિસ્તાન તરફથી ભારતને કે ન તો તેના પરિવારને કોઈ ચાર્જશીટ, ઇન્કવાયરી પેપર્સની જાણકારી નથી આપવામાં આવી. જાધવના મા-બાપને વિઝા પણ નથી આપવામાં આવ્યા.
- જાધવ પર ખોટો આરોપ લગાવવામાં આવ્યો. એક વર્ષથી વધુ સમય સુધી તેમને જેલમાં કોઈ કાયદાકિય સહાયતા વગર રાખવામાં આવ્યા.
 
ભારતે ICJમાં જાધવ મામલમાં કરી હતી ત્રણ અપીલ
 
1. પાકિસ્તાન તમામ કાયદાકિયા સહાય અને અધિકાર કુલભૂષણ જાધવને આપે, તેને ફાંસી ન આપવામાં આવે.
2. ICJના હેઠળ આવીને જ આ મામલા પર પાકિસ્તાન કોઈ નિર્ણય લે.
3. પાકિસ્તાન એવું કંઈ ન કરે જેનાથી ભારતની સાર્વભૌમત્વ, જાધવનું સન્માન અને ઇન્ટરનેશનલ કોર્ટના સન્માનને ઠેસ પહોંચે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, 'એજન્ટ મિત્તલ'ના સેન્સ ઓફ હ્યૂમરનું ICJ બન્યું સાક્ષી...ICJમાં ભારતનો ડંકો વાગતા 'એજન્ટ મિત્તલ'ના ચહેરા પર આવી રોનક... પ્રચારની ચમક-દમકથી દૂર રહેવાનું પસંદ કરે છે 'એજન્ટ મિત્તલ'...
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jadhav case in ICJ: Secret weapon of India Agent Dr Deepak Mittal
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended