Home »National News »In Depth» President Election: Sonia Gandhi Ready To Give Tough Fight To Modi

પ્રણવ મુખર્જીનું કોણ લેશે સ્થાન? રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કોનું પલડું છે ભારે?

divyabhaskar.com | May 18, 2017, 14:39 PM IST

નેશનલ ડેસ્ક. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ જુલાઈ 2017માં પૂરો થઈ રહ્યો છે. તે પહેલા નવા રાષ્ટ્રપતિને લઈને રાજકીય ચર્ચાઓ વધવા લાગી છે. જ્યાં બીજેપી પોતાના ઉમેદવાર પસંદ કરવાને લઈને વિચાર-વિમર્શ કરી રહી છે. તેની સામે એકજૂથ વિપક્ષ એવા ઉમેદવારની શોધમાં છે જેની પર તમામ પક્ષોમાં સામાન્ય સહમતિ હોય. સોનિયા ગાંધી બીમારીના કારણે લાંબા સમયથી સક્રિય રાજકારણથી દૂર હતા જે રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને સક્રિય થયા છે અને વિપક્ષી પાર્ટીઓને એકજૂથ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. મોદી સરકારને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બરાબરની ટક્કર આપવા આગામી અઠવાડિયે વિપક્ષી પાર્ટીઓની બેઠક થશે, જ્યાં ઉમેદવાર પર અંતિમ નિર્ણય લેવામાં આવવાની શક્યતા દેખાય છે.  
 
બીજેપી પાસે બહુમતનો જાદુઈ આંકડો, પસંદના રાષ્ટ્રપતી બનાવવાનો થશે માર્ગ મોકળો

- બીજેપીને પોતાના પસંદના રાષ્ટ્રપતિ બનાવવાનો માર્ગ મોકળો થતો હોવાના અણસાર લાગી રહ્યા છે. 
- આંધ્ર પ્રદેશના વાઈએસઆર કોંગ્રેસના નેતા જગમોહન રેડ્ડીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરીને સમર્થન આપવાનું એલાન કર્યું છે. 
- બીજેપીના નેતૃત્વવાળું એનડીએ રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને મજબૂત સ્થિતિમાં હતું જ અને તેમાં વાઈએસઆરનો સાથ ચિંતા દૂર કરવાનો સાબિત થશે.
 
બીજેપીના પક્ષમાં કેવી રીતે છે જાદુઈ આંકડો?

- 410 સાંસદ અને 1691 ધારાસભ્યોની તાકાતથી એનડીએ પાસે 5,32,019 વોટ છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે સમગ્ર દેશના તમામ 4120 ધારાસભ્યો અને 776 સાંસદો મળીને ચૂંટણી મંડળ બને છે. 
- તેમના વોટોનું કુલ મૂલ્ય 10,98,882 છે અને જીતવા માટે 5,49,441 વોટ જોઈએ. 
- એટલે એનડીએને માત્ર 17,442 વોટ વધુ જોઈએ. વાઈએસઆર કોંગ્રેસની પાસે 16,848 વોટ છે.
 
વિપક્ષ રમી શકે છે આવો દાવપેચ, કેટલે પહોંચે છે આંકડો?

- બીજી તરફ, વિપક્ષ પણ જોડ-તોડ કરવામાં લાગ્યું છે. તેની કમાન કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ સંભાળી છે. 
- નીતીશ કુમાર જેવા વિપક્ષી નેતા સોનિયા ગાંધી સાથે આ મુદ્દાને લઈને જ મુલાકાત કરી ચૂક્યા છે. 
- વિપક્ષી તમામ પાર્ટીઓને મેળવીને લગભગ 3,91,739 વોટ થાય છે. 
- કોંગ્રેસના આશા બીજેડી, ટીઆરએસ, એઆઈએડીએમકે અને વાઈએસઆર કોંગ્રેસ પર ટકેલી છે પરંતુ બીજેડીને છોડીને બાકી તમામ પાર્ટીઓ એનડીએને સપોર્ટ કરશે તેવા અણસાર લાગી રહ્યા છે.
- વિપક્ષ પાસે બહુમત મેળવવા માટેનો આંકડો નથી. એવામાં સાંકેતિક મુકાબલો જ થવાની શક્યતા છે.
 
બીજેપીને દક્ષિણ ભારતની બે પાર્ટીઓ પર છે આધાર
- ટીઆરએસ અને એઆઈએડીએમકેના બંને જૂથો પણ એનડીએ ઉમેદવારનું સમર્થન કરવાના સંકેત આપી રહ્યા છે. ટીઆરએસની પાસે 22,048 વોટ છે.
- જ્યારે એઆઈએડીએમકેના બંને જૂથો પાસે કુલ 59,224 વોટ છે. 
- આ રીતે એનડીએની પાસે જરૂરી બહુમતથી પણ વધુ આંકડો હોવાની શક્યતા ઊભી થાય છે.
 
આગામી સ્લાઇડમાં વાંચો, 2012માં મુલાયમે કોને આપ્યો દગો જેથી ડો. કલામ બીજીવાર ન બની શક્યા રાષ્ટ્રપતિ? એનડીએ અને વિપક્ષના સંભવિત ઉમેદવારો કોણ છે?
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: President Election: Sonia Gandhi ready to give tough fight to Modi
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended