Home »National News »In Depth» Retirement Date For INS Viraat Finalized

મ્યુઝિયમના બદલે INS વિક્રાન્તની જેમ INS વિરાટ પણ 'ભંગાર' બને તેવી આશંકા

divyabhaskar.com | Feb 21, 2017, 11:10 AM IST

  • INS વિક્રાન્ત
દિલ્હી:ત્રીસ વર્ષ સુધી દેશના નૌકાદળની સેવા કરનાર INS વિરાટ માર્ચ મહિનામાં સેવા નિવૃત્ત થઈ જશે. જો સંરક્ષણ મંત્રાલય અને આંધ્રપ્રદેશ સરકાર વચ્ચેની મડાગાંઠનો ઉકેલ નહીં આવે તો INS વિક્રાન્તની જેમ વિરાટ પણ ભંગારમાં વેચાઈ જશે. INS વિરાટ મ્યુઝિયમ બનાવવાનું સપનું રોળાઈ જશે. 
 
શું છે વિવાદ?

- INS વિરાટને મ્યુઝિયમમાં પરિવર્તિત કરવા પાછળ એક હજાર કરોડનો ખર્ચ થાય તેમ છે. 
- આંધ્ર પ્રદેશની સરકાર INS વિરાટની જવાબદારી સ્વીકારવા તૈયાર છે, પરંતુ તે ભારતના સંરક્ષણ વિભાગ પાસેથી અડધો ખર્ચ માંગી રહ્યું છે. 
- INS વિરાટને બર્થિંગ માટે યોગ્ય સ્થળની જરૂર છે. ઉપરાંત તેની સારસંભાળનો ખર્ચ મ્યુઝિયમની આવકમાંથી જ નીકળી જાય, તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે. 
- ભારતનું સંરક્ષણ મંત્રાલય જરૂરી ટેક્નિકલ સહાય અને સલાહ આપવા તૈયાર છે, પરંતુ ખર્ચ ઉઠાવવા તૈયાર નથી. 
- આંધ્ર સરકાર અને સંરક્ષણ મંત્રાલય વચ્ચેની મડાગાંઠનો ઉકેલ નહીં આવે તો INS વિક્રાન્તની જેમ જ INS વિરાટને પણ ભંગારમાં વેંચી દેવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. 
 
તા. 6 માર્ચના સેવા નિવૃત્ત થશે
 
- દરમિયાન ભારતીય નૌકાદળ દ્વારા INS વિરાટના રિટાયરમેન્ટનો દિવસ નક્કી કરી દેવામાં આવ્યો છે.
- તા. છ માર્ચના સાંજે મુંબઈ પોર્ટ પર INS વિરાટ પર ભવ્ય કાર્યક્રમ યોજાશે.
- જેમાં નૌકાદળના વડા એડમિરલ સુનિલ લાંબા, વિમાનવાહક જહાજ પર ફરજ બજાવી ચૂકેલા ભારતના અધિકારીઓ તથા બ્રિટિશ નેવીના વીસ જેટલા અધિકારીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે.
- સૂર્યાસ્ત થતાં INS વિરાટ પરથી તિરંગો ઉતારવામાં આવશે. આ સાથે જ નેવીનો ધ્વજ તથા નેવીમાં તેને સામેલ કરવાની તકતી પણ ઉતારી લેવામાં આવશે.
- મુંબઈ પોર્ટ તથા કરવાર બંદર પર જગ્યા ન હોવાથી તેને તોડી પાડવા સિવાય કોઈ વિકલ્પ નહીં વધે.
- INS વિરાટ પરથી ઓપરેટ થતાં બાકીના 11 જમ્પ જેટ્સ (રનવે વગર સીધી જ ઉડ્ડાણ ભરી શકતાં વિમાન) સી હેરિયર વિમાનો દેશભરના અલગ-અલગ નેવલ બેઝ પર મ્યુઝિયમ પીસ તરીકે મોકલી આપવામાં આવશે. 
 
30 વર્ષ સુધી દેશની સેવા કરનાર INS વિરાટ અંગે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Retirement date for INS Viraat finalized
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended