Home »National News »In Depth» India Customizes Sukhoi With Brahmos Missile

300 કિલોમીટર દૂરથી સર્જિકલ સ્ટ્રાઈક કરી શકશે ભારતના સુખોઈ વિમાન

divyabhaskar.com | Feb 24, 2017, 11:23 AM IST

  • સુખોઈ
બેંગલુરુ : રશિયન બનાવટના Sukhoi-30 MKI ફાઈટર જેટ્સમાં સ્વદેશી બ્રહ્યોસ મિસાઈલ બેસાડવામાં આવી છે. જેનું એપ્રિલ મહિનામાં પરીક્ષણ કરવામાં આવશે. આ પરીક્ષણના અપેક્ષિત પરિણામો મળશે એટલે ભારતીય વાયુદળના વિમાનો ટાર્ગેટથી 300 કિલોમીટર દૂરથી જ મિસાઈલ ફાયર કરીને તેનો નાશ કરી શકશે.  
 
સુખોઈ વિમાનમાં ફેરફાર કરયાં

- ભારતે ફાઈટરજેટ Sukhoi-30 MKIમાં ફેરફાર કરીને સ્વદેશી મિસાઈલ્સ બ્રહ્યોસ છોડી શકાય તેવી વ્યવસ્થા કરી છે. 
- વર્ષ 2012માં આ યોજના અંગે વિચારવામાં આવ્યું હતું અને હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ (HAL)  આ દિશામાં પ્રયાસો હાથ ધર્યા હતા. 
- જુન 2016માં સફળતા પૂર્વક ઈન્ટિગ્રેશન કરવામાં આવ્યું હતું અને 'ડમી ડ્રોપ' પણ કરવામાં આવ્યું હતું. 
- હજુ અમુક ફેરફાર કરવાના છે. જે 30-35 દિવસમાં પૂર્ણ થઈ જશે, તેવી શક્યતા એક અંગ્રેજી અખબાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 
 
દૂરથી જ હાથ ધરી શકાશે સર્જિકલ સ્ટ્રાઈક્સ 

- સફળતાપૂર્વક ઈન્ટિગ્રેશન થતાં ભારતીય વિમાનો તેના ટાર્ગેટથી ત્રણસો કિલોમીટર દૂરથી મિસાઈલ ફાયર કરી શકશે. 
- સામાન્ય રીતે મિલિટરી બેઝ, એરબેઝ, ન્યુક્લિયર ઈન્સ્ટોલેશનને તબાહ કરી શકે છે. 
- સામાન્ય રીતે આ પ્રકારના સ્થળોને ફરતે ભારે સુરક્ષા વ્યવસ્થા હોય છે અને એન્ટી-એરક્રાફ્સ ગન્સ તહેનાત હોય છે. 
- જેના કારણે ભારતીય વિમાનો પર જોખમ વધી જાય. પરંતુ બ્રહ્યોસ મિસાઈલને કારણે આ જોખમ ખાસ્સું ઘટી જશે. 
- બ્રહ્યોસ મિસાઈલ 'ફાયર એન્ડ ફર્ગેટ' મિસાઈલ છે. મતલબ કે એક વખત ટાર્ગેટ લોક થઈ ગયા બાદ મિસાઈલ જાતે જ તેના ટાર્ગેટ સુધીનો રૂટ નક્કી કરી તેને બરબાદ કરી નાખે છે. 
- એરફોર્સ દ્વારા પ્રારંભિક તબક્કામાં બે સુખોઈ વિમાનોમાં બ્રહ્યોસ મિસાઈલ્સ બેસાડવામાં આવશે. 
- આગળ જતાં 42 વિમાનોમાં બ્રહ્યોસ મિસાઈલ્સ બેસાડવાની યોજના છે. 
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: India customizes Sukhoi with Brahmos missile
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended