Home »National News »In Depth» Why Indian Troops Select Moonless Night For Surgical Strike In PoK

48 કલાકની વૉચ બાદ અમાસની રાતે જ કેમ કરવામાં આવી સર્જિકલ સ્ટ્રાઈક?

divyabhaskar.com | Feb 09, 2017, 13:30 PM IST

નેશનલ ડેસ્ક. ગયા વર્ષે ઉરી આતંકી હુમલા બાદ આર્મીએ 29 સપ્ટેમ્બરે નિયંત્રણ રેખા (LoC)ની પાર જઈને સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. પરંતુ આ ઓપરેશને અંજામ આપનારા જાંબાઝ જવાનોના સાહસની ગાથા જાહેર કરવાનો સરકારે ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ જ્યારે આ પ્રજાસત્તાક દિવસે આ વીર જવાનોના શૌર્યને બિરદાવતા સરકારે તેમને વીરતા પુરસ્કારથી સન્માનિત કર્યા ત્યારથી સર્જિકલ સ્ટ્રાઈકને લગતી કેટલીક માહિતી બહાર આવી રહી છે. સર્જિકલ સ્ટ્રાઈક માટે અમાસની રાત જ કેમ પસંદ કરવામાં આવી તથા LoCમાં ઘૂસીને આતંકીઓ સામે કેવી રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું તેની વિગતો દસ્તાવેજોમાં રજૂ કરવામાં આવી છે.
 
સર્જિકલ સ્ટ્રાઈક ઓપરેશનમાં કોણ-કોણ હતું સામેલ?
 
- સર્જિકલ સ્ટ્રાઈકના ઓપરેશનના પ્લાનિંગ અને તેને અંજામ આપવામાં અનેક લોકોનો હાથ છે. અંગ્રેજી વેબસાઈટ ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ આ સંબંધમાં એક અહેવાલ પ્રકાશિત કર્યો છે.  
- જોકે, ફિલ્ડમાં જઈને દુશ્મનો પર મોત બનીને વરસનારા કમાન્ડોઝને મેડલ કેમ મળ્યા તે જણાવવા માટે સરકારે આ ઓપરેશનની કેટલી વિગતો જાહેર કરી છે.
- દસ્તાવેજોનો અભ્યાસ કરતા માલૂમ પડે છે કે સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપવામાં 19 પૈરા કમાન્ડોઝનું મહત્વપૂર્ણ યોગદાન છે.
- દસ્તાવેજોમાં આ ઓપરેશનને ફિલ્ડમાં કેવી રીતે અંજામ આપવામાં આવ્યો તેની સમગ્ર વિગતો રજૂ કરવામાં આવી છે.
- દસ્તાવેજો મુજબ, પૈરા રેજિમેન્ટના 4th અને 9th બટાલિયનના એક કર્નલ, પાંચ મેજર, બે કેપ્ટન, એક સૂબેદાર, બે નાયબ સૂબેદાર, ત્રણ હવલદાર, એક લાન્સ નાયક તથા ચાર પૈરાટ્રૂપર્સે સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો.
  
સર્જિકલ સ્ટ્રાઈક કરવા ટીમે રાહ જોઈ અમાસની રાતની

- ઉરી આતંકી હુમલામાં 17 જવાન શહીદ થયા હતા. તેના થોડા દિવસોમાં જ આર્મીએ આ અભિયાનને અંજામ આપવાનો નિશ્ચય કર્યો.
- તેના માટે યોગ્ય સમય અને તકની રાહ જોવામાં આવી અને તેના માટે અમાસની રાતને પસંદ કરવામાં આવી જેથી તે દિવસે આકાશમાં ચાંદો ન દેખાતા અંધારું વધુ હોય છે.
- તેનું જ પરિણામ હતું કે 28-29 સપ્ટેમ્બરની મધ્યરાત્રિની આસપાસ આ વર્ષે કીર્તિ ચક્રથી સન્માનિત મેજર રોહિત સૂરીએ આઠ સભ્યોની ટીમ સાથે હુમલો કર્યો. આ ટીમને આતંકી કેમ્પોને નષ્ટ કરવાનો આદેશ હતો.
 
(કેટલાક સૈનિકોની ઓળખ છૂપાવાના ઉદ્દેશથી તેમના નામ નથી છાપવામાં આવ્યા.)
 
 
પાંચ મેજર અને તેમની ટીમે કેવી રીતે સર્જિકલ સ્ટ્રાઈકને સફળ બનાવ્યું? જીવની ચિંતા કર્યા વગર કેવી રીતે PoKમાં કર્યું હલ્લાબોલ? - સર્જિકલ સ્ટ્રાઈક પાછળની સાચી કહાણી જાણવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Why Indian troops select moonless night for surgical strike in PoK
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext