Home »National News »In Depth» How Much Harish Salve Charge To Save Jadhav In ICJ

60 લાખથી 1 કરોડ ચાર્જ કરતા સાલ્વેએ જાધવને બચાવવા લીધી માત્ર 1 રૂપિયો ફી!

divyabhaskar.com | May 16, 2017, 15:00 PM IST

નવી દિલ્હી. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં ફટકારવામાં આવેલી ફાંસીની સજા વિરુદ્ધ ભારત તરફથી દલીલો રજૂ કરી રહેલા જાણીતા વકીલ હરીશ સાલ્વે માત્ર 1 રુપિયાની ટોકન ફી પર કામ કરી રહ્યા છે. આ ખુલાસો વિદેશ મંત્રી સુષમા સ્વરાજે કર્યો છે. સિનિયર વકીલ હરીશ સાલ્વેએ સોમવારે ICJમાં ભારત તરફથી કુલભૂષણ જાધવના બચાવામાં જોરદાર દલીલો રજૂ કરી હતી. પાકિસ્તાનની મિલિટ્રી કોર્ટે જાધવને ફાંસીની સજા ફટકાર્યા બાદ માત્ર ટોકન ફી લઈને હરીશ સાલ્વેએ જાધવને બચાવવાનું બીડું ઝડપ્યું છે.  
 
ટ્વિટર યૂઝરે સવાલ ઉઠાવતા સુષમાએ કર્યો સાલ્વેની ફીનો ખુલાસો
 
- વિદેશ મંત્રી સુષમા સ્વરાજે એક ટ્વિટર યૂઝર દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલના જવાબમાં સાલ્વેની ફીને લઈને આ ખુલાસો કર્યો.
- યૂઝરે પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે કોઈ બીજા વકીલે પણ આ પ્રકારે પક્ષ રજૂ કર્યો હોત અને તે પણ હરીશ સાલ્વે કરતા ઓછી ફી લઈને.
- વિદેશ મંત્રીએ આ ટ્વિટના જવાબમાં લખ્યું, આ ઠીક નથી. હરીશ સાલ્વેએ આ કેસ માટે માત્ર 1 રુપિયો ફી લીધી છે.
- ઉલ્લેખનીય છે કે, ભારત પાસે એવા જૂજ વકીલો છે જે ICJમાં દલીલો રજૂ કરવા સક્ષમ હોય, સાલ્વે તે પૈકીના એક છે.  
 
સાલ્વેએ જાધવ કેસમાં પાકિસ્તાનના જૂઠનો પર્દાફાશ કરવા રજૂ કર્યા તર્ક
 
- ઉલ્લેખનીય છે કે, હગ સ્થિત ICJમાં ભારત તરફથી હરીશ સાલ્વેએ દલીલો રજૂ કરી.
- તેઓએ પાકિસ્તાનના જૂઠનો પર્દાફાશ કરવા માટે અનકે તર્ક રજૂ કર્યા અને કહ્યું કે પાકિસ્તાને આંતરારાષ્ટ્રીય અને પાયાના કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે.
- સાલ્વે સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ છે અને તેમની ગણતરી દેશના સૌથી મોંઘા વકીલોમાં થાય છે. સાલ્વે દેશના સોલિસિટર જનરલ રહી ચૂક્યા છે.
 
સલમાનને 5 મિનિટમાં જામીન અપાવનારા હરીશ સાલ્વે કેમ છે દેશના સૌથી મોંઘા વકીલ?
 
- સલમાન ખાનને મુંબઈ હિટ-એન્ડ-રન કેસમાં માત્ર પાંચ મિનિટમાં જામીન અપાવી ચૂકેલા હરીશ સાલ્વે દેશના સૌથી મોંઘા વકીલો પૈકીના એક છે.
- મુકેશ અંબાણીથી લઈને રતન ટાટા તરફથી સુપ્રીમ કોર્ટમાં કેસ લડી ચૂકેલા સાલ્વેએ ઈટલીના બે મરિન્સના બચાવમાં પણ સુપ્રીમમાં દલિલો રજૂ કરી છે.
- હાઈપ્રોફાઇલ કેસ લડવામાં માહેર એવા હરીશ સાલ્વે ઈન્ટરનેશલ કોર્ટમાં ભારત તરફથી કુલભૂષણ જાધવનો બચાવ પક્ષ રજૂ કરી રહ્યા છે અને તે પણ માત્ર 1 રુપિયાની ફી લઈને.
 
એક હિયરિંગના ચાર્જ કરે છે 60 લાખથી એક કરોડ

- હરીશ સાલ્વે ભારતના જ નહીં પણ વિશ્વના સૌથી મોંઘા વકીલોમાં સ્થાન ધરાવે છે. તેઓ એક હાજરીના 60 લાખથી 1 કરોડની ફી લે છે. 
- રતન ટાટાથી લઈને મુકેશ અંબાણી સુધી ઉદ્યોગપતિઓ માટે તેઓ સુપ્રીમમાં કેસ લડી ચૂક્યા છે. 
- અનીલ અંબાણી સાથે ગેસ વિવાદમાં મુકેશ અંબાણી માટે કેસ લડ્યો અને 15 કરોડ જેટલી ફી લીધી હતી.
- તેઓ 1992 થી 2002 સુધી ભારતના સોલિસિટર જનરલ રહ્યાં હતા.
 
આગળની સ્લાઇડમાં વાંચો, હરીશ સાલ્વે દેશના સૌથી મોંઘા વકીલ, હાઈપ્રોફાઇલ કેસ લડવામાં માહેર... પત્નીની નારાજગીને કારણે છોડ્યું હતું સોલિસિટર જનરલનું પદ...હરીશ સાલ્વે ઉપરાંત કોણ છે દેશના સૌથી મોંઘા વકીલ? શું લે છે ફી?
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: How much Harish Salve charge to save Jadhav in ICJ
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended