Home »National News »In Depth» Celeb Statements Over Gurmehar Kaur DP

વિવાદમાં શહીદની પુત્રીઃ સહેવાગથી લઈ યોગેશ્વર સુધીના લોકોએ આપ્યાં નિવેદન

divyabhaskar.com | Feb 28, 2017, 18:18 PM IST

નેશનલ ડેસ્ક: દિલ્હી યુનિવર્સિટીની શ્રીરામ લેડિઝ કોલેજની વિદ્યાર્થિની તથા કારગિલ શહીદની પુત્રી ગુરમહેર કૌરના પ્રોફાઈલ પિક્ચરના પગલે શરુ થયેલો વિવાદ અટકવાનું નામ નથી લેતો. પહેલા સેલિબ્રિટિઝ અને રાજનેતાઓએ આ વિવાદમાં ઝંપલાવ્યું. હવે નીત-નવા નિવેદનો આવી રહ્યાં છે.
 
મંગળવારે યોગેશ્વર દત્તે કર્યું ટ્વિટ 
 
મંગળવારે યોગેશ્વર દત્તે એક તસ્વીર ટ્વિટ કરીને વિવાદને આગળ વધાર્યો. એ તસવીરમાં ગુરમહેર, લાદેન, હિટલર તથા હરણની તસવીર હતી. હિટલરની તસવીર નીચે લખ્યું હતું યહુદીઓને મેં નહીં ગેસે માર્યા હતા. લાદેનની તસવીર નીચે લખ્યું હતું લોકોને મેં નહીં બોમ્બે માર્યા હતા. જ્યારે હરણની તસવીર સાથે લખ્યું હતું મને ભાઈએ નહીં ગોળીએ માર્યા છે. 
 
 
ગુરમહેર અને પરિવારે કહ્યું એકલી છોડી દો 
 
મંગળવારે સવારે ગુરમહેરે પોતાની જાતને સમગ્ર વિવાદથી અલગ કરી લીધી અને ABVP સામેની માર્ચમાં સામેલ ન થઈ. ગુરમહેરના દાદા કંવલજીતસિંહના કહેવા પ્રમાણે, ગુરમહેર નાની છે. તેના નિવેદનો પર રાજકારણ ન થવું જોઈએ. રાજનેતાઓને ગુરમહેરમાં તેમની દીકરી દેખાવી જોઈએ.  બીજી બાજુ, સમગ્ર વિવાદ અંગે પત્રકારોએ પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગને સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સહેવાગે કોઈ જવાબ આપ્યા ન હતા.
 
સેલિબ્રિટિઝ અને રાજનેતાઓએ વિવાદમાં ઝંપલાવતા શું કર્યા નિવેદન... જાણવા માટે આગળની સ્લાઈડ્સ ક્લિક કરો
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Celeb statements over Gurmehar Kaur DP
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended