Home »National News »In Depth» Indian Railways: 1.3 Lakh Rail Safety Staff Posts Vacant Across India

મોદી રાજ: રેલ દુર્ઘટનાઓમાં 271નાં મોત, સુરક્ષાને લગતા 1.3 લાખ પદ ખાલી!

divyabhaskar.com | Jan 24, 2017, 08:02 AM IST

  • મોદીના શાસનકાળમાં પાંચ મોટી રેલ દુર્ઘટનાઓ નોંધાઈ છે જેમાં 271 લોકોએ જીવ ગુમાવ્યા છે.
નેશનલ ડેસ્ક. હિરાખંડ એક્સપ્રેસ ટ્રેન ખડી પડતા 39 પેસેન્જર્સના મોત થયા જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. છેલ્લા થોડાક મહિનામાં ટ્રેન પાટા પરથી ખડી પડવાના એકસરખા ચાર અકસ્માતો નોંધાયા છે. દુર્ઘટનાઓના કારણો તપાસવામાં આવી રહ્યા છે તો બીજી તરફ રેલવેમાં સુરક્ષા સાથે સંકળાયેલા 1.3 લાખ ખાલી પદોનો આંકડો પણ ચોંકાવનારો છે. મોદી સરકાર અસ્તિત્વમાં આવ્યા બાદ નોંધાયેલા મોટા રેલ અકસ્માતોનો આંકડો હવે 5 સુધી પહોંચ્યો છે જેમાં 271 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 592થી વધુ લોકો ઘાયલ થયા છે.   
 
જ્યાં અકસ્માત થયો ત્યાં સુરક્ષાને લગતા 24% પદો ખાલી
 
- રેલવે બોર્ડ દ્વારા મળેલી માહિતી મુજબ, શનિવારે જે ડિવિઝનમાં રેલ અકસ્માત થયો તે ઈસ્ટ કોસ્ટ રેલવેમાં સુરક્ષાને લગતા 24% પદો ખાલી છે.
- એન્જિનિઅરિંગ સ્ટાફના કુલ 6,398 મંજૂર પદ છે જે પૈકી 4,827 પદો પર ભરતી કરવામાં આવી છે. તેમ છતાંય 1571 હજુ ખાલી છે.
- આ ઉપરાંત સિક્યુરિટીના 67 પદો, સિગ્નલ અને ટેલેકોમના 93 પદો તથા ઈલેક્ટ્રીકલ લોકલ રનિંગના 613 પદો હજુ ખાલી છે.
 
રેલવેની સુરક્ષાનું કામ કરતા 1.3 લાખ પદો ખાલી; મર્યાદિત સુવિધાઓમાં કરે છે કામ
      
- સમગ્ર દેશમાં સુરક્ષાને લગતા કુલ 1.3 લાખ જેટલી બહુ મોટી સંખ્યાયામાં પદો હજુ ખાલી પડ્યા છે જેના દ્વારા સરકારની રેલવે સુરક્ષાને લઈને જોવા મળતી ઉદાસીનતા છે તેવું ચર્ચાઈ રહ્યું છે.
- રેલવેમાં સૌથી મહત્વપૂર્ણ એવા સુરક્ષાને લગતા હોદ્દાઓ આટલા લાંબા સમયથી ખાલી છે તે ચોંકાવનારું છે.
- ઉપરાંત હાલ કાર્યરત સ્ટાફ ઓછી સુવિધા અને ટેક્નોલોજી સાથે કામ કરી રહ્યો છે તે મુદ્દો પણ ચિંતાજનક છે.
- એક તરફ રેલવે મંત્રાલયમાં ખાલી પડેલા પદોને ભરતા પહેલા ટેક્નોલોજીકલ સુધારણા વિશે વિચારી રહ્યા છે ત્યારે અગાઉ ચકાસવામાં આવેલા એન્ટિ-કોલિશન ડિવાઈસ સાચા અર્થમાં ઉપયોગી સાબિત થશે તે અંગે આશંકાઓ ઊભી થઈ રહી છે.   
 
“કર્મચારીઓની અછતને કારણે હયાત સ્ટાફને ભોગવવી પડે છે મુશ્કેલી”
 
- એસસીઆર મજદૂર યૂનિયનના ડિવિઝનલ સેક્રેટરી કે શીવકુમારનું કહેવું છે કે, મહત્વપૂર્ણ પદો ખાલી હોવાથી આવી દુર્ઘટનાઓ તો થવાની જ છે.
- એન્જિનિઅરિંગ સ્ટાફ, સિગ્નલિંગ સ્ટાફ તથા લોકો પાયલટ્સને 20થી 24 કલાક કામ કરવાની ફરજ પડે છે કારણ કે આ પદો ખાલી છે.
- એસસીઆર ઝોનમાં પણ સુરક્ષા સ્ટાફમાં 10,000 પદો ખાલી પડ્યા છે.    
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, મોદીના શાસનકાળમાં થયેલા અકસ્માતો પાછળ શું હતું કારણ? 2010થી લઈને મોદી પીએમ બન્યા તે પહેલાના મોટા રેલ અકસ્માત...રેલવે સુરક્ષા માટે મહત્વપૂર્ણ એવા 1.3 લાખ ખાલી પદો...
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indian railways: 1.3 lakh rail safety staff posts vacant across India
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended