Home »National News »In Depth» Girls Were Blackmailing For Rape Case To Avoid Police Complain Of Fraud

યુવકોની વય જાણી ઘણીવાર બની દુલ્હન, સુહાગરાત પછી ખુલી પોલ

Mohan Sasana | Jan 26, 2017, 00:02 AM IST

હિસારઃ  નકલી લગ્ન થકી યુવકોને ફસાવતી એક ગેંગ રાજસ્થાનના ગંગાનગર પોલીસને હાથે પકડાઈ છે. ગેંગમાં સામેલ પૂજા, મંજૂ અને પિંકી યુવકોની વય જાણ્યા બાદ લગ્ન માટે જતી હતી. અમુક જ દિવસોની આ દુલ્હન યુવતીઓ ઘરેણાં અને રૂપિયા લઈ ફરાર થઈ જતી હતી અને પતિ બનનારા યુવકોને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી. જેથી તેઓ પોલીસ ફરિયાદ કરી શકે નહીં. 
 
આમ ખુલી ગેંગની પોલ....

- તાજેતરમાં ભિવાનીના શિવપાલની ફરિયાદને આધારે પોલીસે નકલી શાદી કરી છેતરપિંડી કરનારી ગેંગનો ભાંડો ફોડ્યો હતો.
- આ ગેંગના તમામ સભ્યો ગંગાનગર પાસેના એક ભાડાના ઘરમાં રહેતા હતા.
- પોલીસ પૂછપરછમાં ગેંગના સભ્યોએ જણાવ્યું કે, 5 વર્ષથી તેઓ નકલી લગ્ન કરાવી યુવકોને લૂંટવાનું કામ કરે છે.
- આ ગેંગે હરિયાણાના વિવિધ જીલ્લાના 8-10 યુવકોને પોતાનો શિકાર બનાવ્યા હોવાની વાત કબૂલી છે.
- શિવપાલના પુત્ર રતિભાન માટે આરોપીઓએ એક યુવતી દેખાડી હતી. 
- યુવતીનું ઘર ગંગાનગર સ્થિત પુરાની આબાદી ખાતે હોવાનું જણાવ્યું હતું. શિવપાલ સામે લગ્નના ખર્ચ બદલ 50 હજાર રૂપિયાની માગ કરવામાં આવી હતી.
- આરોપીઓ લગ્નના 4 દિવસ બાદ દુલ્હન પિંકીને એક પ્રસંગ માટે પિયર લઈ જવા આવ્યા. જે પછી અમુક દિવસ બાદ રતિભાન પત્નીને લેવા તેના ઘરે ગયો હતો. રતિભાનને પત્ની પિંકીના ઘરે તાળું જોવા મળ્યું.
- રતિભાને પત્નીને ફોન કરતા તેને ઘરે જતા રહેવા અને પોલીસને જાણ કરવા પર રેપની ફરિયાદ કરવાની ધમકી આપી હતી.
- રતિભાનને જાણ થઈ કે પત્ની 50 હજાર અને ઘરેણાં લઈ ભાગી હતી.
- શિવપાલની ફરિયાદને આધારે પોલીસે પૂજા, મંજૂ, અમિત ઉર્ફ અમરજીત સિંઘ, મંજૂરખાન અને પિંકીની ધરપકડ કરી હતી.
 
(આગળની સ્લાઈડ્સમાં જાણો કઈ રીતે યુવકોને છેતરતી હતી આ ગેંગ........)
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Girls Were Blackmailing For Rape Case To Avoid Police Complain Of Fraud
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended