Home »National News »In Depth» Arvind Singh Mewar 76th Custodian Of Mewar Dynasty Likes Luxury Cars

મહારાણા પ્રતાપના આ વંશજ જીવે છે ‘મહારાજા’ જેવી લાઈફ, કારોના છે શૌખીન

Meenakshi Rathore | Jan 31, 2017, 10:30 AM IST

  • અરવિંદ સિંહ મેવાડ મહારાણા પ્રતાપના સિંહાસનના 76મા વારસદાર છે.
ઉદયપુરઃ મહારાણા પ્રતાપ એવા યોદ્ધા હતા જેમણે મુગલો સામે ક્યારેય હાર નહોતી માની. તેમનો સંઘર્ષ ઈતિહાસમાં અમર છે. 29 જાન્યુઆરીએ તેમની પુણ્યતિથિ હતી. આવા પ્રતાપી શાસકનાં સિંહાસન પર આજે કોણ બિરાજમાન છે આ પ્રશ્ન કદાચ તમને પણ થતો હશે. divyabhaskar.com અહીં તેમના વંશજ અરવિંદ સિંહ મેવાડ અને તેમના લક્ઝરી કારોના શોખ વિશે જણાવી રહ્યું છે. 
 
મહારાણા પ્રતાપના સિંહાસનના 76માં વારસદાર...
 
- અરવિંદ સિંહ મેવાડ મહારાણા પ્રતાપના સિંહાસનના 76મા વારસદાર છે.
- તેમના પિતા ભગવંત સિંહે 1955 થી 1984 સુધી મેવાડના વંશજ તરીકે શાહી પરિવારની કમાન સંભાળી હતી.
- અરવિંદ સિંહે પ્રારંભિક અભ્યાસ મેયો કોલેજમાં કર્યો, તે પછી તે હોટલ મેનેજમેન્ટની ડિગ્રી મેળવવા માટે બ્રિટન ગયા હતા.
- અરવિંદે યુએસમાં ટ્રેનિંગ દરમિયાન રસોઈ ઘરમાં પણ કામ કર્યું હતું.
- બાદમાં તે ભારત પાછા આવી ગયા અને તેમના પરિવારનો હોટલનો બિઝનેસને આગળ વધાર્યો.
 
લકઝરી લાઈફના છે શોખીન
 
- અરવિંદ સિંહ દેશ વિદેશમાં થતી મોટી ઈવેન્ટ્સમાં જોવા મળે છે.
- આવી ઈવેન્ટ્સમાં તેઓએ બોલિવૂડ અને હોલિવૂડનાં ઘણા સ્ટાર્સ સાથે સ્ટેજ શેર કર્યું છે.
- અરવિંદ સિંહ ક્રિકેટ અને પોલો રમવાના શોખીન છે.
- તેમને રાજસ્થાન ટીમ માટે ક્રિકેટ રમવાની તક પણ મળી છે.
 
કચ્છની રાજકુમારી સાથે થયા અરવિંદ સિંહના લગ્ન
 
- અરવિંદ સિંહના લગ્ન કચ્છની રાજકુમારી વિજયારાજ સાથે થયા હતા. તેમને એક પુત્ર લક્ષ્યરાજ સિંહ અને પુત્રી પદ્મજા છે.
- હવે તે એચઆરએચ ગ્રુપ ઓફ હોટલ્સનાં મેનેજિંગ ડિરેક્ટર છે. આ સંગઠન તેમના પિતા દ્વારા બનાવવામાં આવ્યું હતું.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ, મહારાણા પ્રતાપના વારસદાસની વૈભવી લાઈફસ્ટાઈલની તસવીરો......)
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Arvind Singh Mewar 76th custodian of Mewar dynasty Likes Luxury Cars
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended