Home »National News »In Depth» Modi Became More Powerful After UP Victory

મોદી ચૂંટણી જીત્યા એ માઠા સમાચાર, સરળતાથી કરાર નહીં કરે- ચીન મીડિયા

divyabhaskar.com | Mar 17, 2017, 10:22 AM IST

  • મોદી અને જિનપિંગ
બીજિંગઃચીનના સરકારી મીડિયાએ કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં મોદીની પાર્ટીને મળેલી જબરદસ્તા જીતથી તેમનું 2019માં ફરી સરકારમાં આવવું અને પીએમ બનવું નક્કી જ છે. ચૂંટણીમાં તેમની જીત ચોક્કસ ભારતના વિકાસ માટે સારા સમાચાર છે પરંતુ બાકી લોકો માટે નહીં. મોદીની જીતથી એવો પણ અર્થ કાઢવામાં આવી રહ્યો છે કે બીજા દેશો માટે તેમની સાથે કોઈપણ પ્રકારના કરાર કરવા મુશ્કેલ થઈ જશે. સાથે જ આશા વ્યક્ત કરી છે કે, બંને દેશો વચ્ચે પ્રવર્તમાન સરહદ વિવાદને ઉકેલી શકાશે. 

ઉત્તર પ્રદેશના વિજયનો ઉલ્લેખ 

- ચીની સરકાર દ્વારા ચલાવવામાં આવતા અંગ્રેજી અખબાર 'ગ્લોબલ ટાઈમ્સ'ના તંત્રી લેખમાં નોંધ્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે તાજેતરની ઉત્તર પ્રદેશ ચૂંટણીઓમાં પાર્ટીના ભવ્ય વિજયનો ઉલ્લેખ કર્યો છે. 
- ચીનના અખબારના અહેવાલ પ્રમાણે, ભારતની સૌથી વધુ વસતિવાળા વિસ્તાર ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ભાજપને જનતાનું સારું એવું સમર્થન મળ્યું છે. 
- જેના કારણે વર્ષ 2019ની ચૂંટણીઓમાં તેમના વિજયની આશા વધી છે. કેટલાકને લાગે છે કે, મોદી બીજી ટર્મ માટે સેટ થઈ ગયા છે. 
- એવી પણ આશા વ્યક્ત કરવામાં આવે છે કે, મોદીના વડાપ્રધાનપદે ભારત અને ચીન વચ્ચે પ્રવર્તમાન સરહદ વિવાદ ઉકેલી શકાશે. 

મોદી માત્ર નારા લગાવનારા નેતા નહીં, કામ કરનારા પણ 

- તંત્રી લેખમાં આગળ લખ્યું છે, છેલ્લા કેટલાક સમયથી ચીન અને ભારતના સંબંધોમાં કડવાશ જોવા મળી રહી છે. પરંતુ જેમ-જેમ સત્તા પર મોદીની પક્કડ મજબૂત થઈ રહી છે, તેમ-તેમ ઓબ્ઝર્વર્સ પણ વિચારવા લાગ્યા છે કે, બંને દેશો વચ્ચેના સંબંધ વધુ સુદ્રઢ કેવી રીતે બને.  
- મોદીના પગલા પરિણામ દેખાડવામાં નિષ્ફળ રહ્યા છે, પરંતુ તેમણે સાબિત કર્યું છે કે, તેઓ માત્ર નારેબાજી કરનારા નેતા  નથી, પરંતુ કામ કરનાર શખ્સ છે. 
-  આંતરિક રાજનીતિમાં નોટબંધી દ્વારા અને તેમના ડિપ્લોમેટિક લોજિકમાં પણ કડક વલણ નજરે પડે છે. 

આંતરરાષ્ટ્રીય સ્તરે મોદીએ ભારતની ઈમેજ બદલી 

- મોદીએ આંતરરાષ્ટ્રીય સ્તર પર પર ભારતની છાપ બદલી છે. 
- અગાઉ કોઈપણને ખોટું ન લાગે તે પ્રકારની છાપ હતી. તેના બદલે અન્ય રાષ્ટ્રો વચ્ચેના વિવાદો અંગે પણ ભારત સ્પષ્ટ રીતે અભિપ્રાય આપે છે અને દેશનું હિત જુએ છે. 
- એક તરફ રશિયા અને ચીન સાથે સંબંધ સુધારવા માટે 'શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન'નું સભ્યપદ મેળવવા માટે અરજી કરી. તો બીજી તરફ અમેરિકા અને જાપાન સાથે સંરક્ષણક્ષેત્રે સંબંધો વધુ મજબૂત કર્યાં.  
- ઉપરાંત સાઉથ ચાઈના સી મુદ્દે એશિયા-પેસિફિકમાં અમેરિકાની વ્યૂહરચનાનું પણ સમર્થન કર્યું. 
 
ભારત-ચીન વચ્ચે શું છે સીમા વિવાદ?
 
- 1914માં અંગ્રેજોના રાજમાં તિબેટની સાથે શિમલા કરાર કરવામાં આવ્યો હતો જેમાં મેકમોહન લાઈનને બંને વિસ્તારો (ભારત-તિબેટ)ની વચ્ચે બોર્ડર માનવામાં આવી હતી. પરંતુ ચીન સરકાર તેને નથી માનતી.
- બંને દેશોની વચ્ચે 4057 કિલોમીટર લાંબી લાઈન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલ (LAC) સાથે સંકળાયેલા વિવાદોને ઉકેલવા માટે 19 વખત વાતચીત થઈ ચૂકી છે પરંતુ તેનું કોઈ પરિણામ મળ્યું નથી.
- ચીન અક્સઈ ચિનને પણ પોતાનો વિસ્તાર બતાવે છે જ્યારે ભારત કહે છે કે ચીને 1962ના યુદ્ધમાં તેના ભાગ પર કબજો કરી લીધો હતો.
 આ વિસ્તાર વિવાદિત છે.
- ચીન અરૂણાચણ પ્રદશને પણ પોતાનો ભાગ જણાવે છે. તે આ વિસ્તારને દક્ષિણ તિબેટ કહે છે. 
 
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Modi became more powerful after UP victory
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended