Home »National News »In Depth» All Of This Games Were Banned By High Courts Or Supreme Court Of India

પ્રતિબંધ હોવાછતાં ભારતમાં પ્રાણીઓ સાથે રમાય છે આ લોહિયાળ રમતો

divyabhaskar.com | Jan 24, 2017, 10:38 AM IST

  • જલિકટ્ટુમાં આખલા પર નિયંત્રણ મેળવનારા લોકોને ઈનામ પણ આપવામાં આવે છે.
નવી દિલ્હીઃ તામિલનાડુમાં 3 વર્ષ બાદ ફરીવાર ઘણા જીલ્લાઓમાં જલિકટ્ટુ (આખલાને નિયંત્રિત કરવાની) રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. પુડ્ડૂકોટ્ટઈ જીલ્લાના રપૂસલ ગામમાં ઈવેન્ટ સમયે 2 લોકોના મોત થયા હતા અને 129 લોકોને ઈજા થઈ હતી. ભાસ્કર.કોમ જલિકટ્ટુ સહિત ભારતમાં રમાતી પ્રાણીઓ સાથેની લોહિયાળ રમત અંગે અહીં જણાવી રહ્યું છે.
જલિકટ્ટુ ​...

- તામિલમાં જલિનો અર્થ સિક્કાની થેલી અને કટ્ટુનો અર્થ આખલાના સિંગ થાય છે.
- પાકની લણણી સમયે તામિલનાડુમાં 4 દિવસના પોંગલ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.
- તેમાં ત્રીજા દિવસે આ રમત રમાતી હોય છે. આ રમતની પરંપરા 2500 વર્ષ જૂની હોવાનું કહેવામાં આવે છે.
- જલિકટ્ટુની પરંપરા અનુસાર પ્રારંભમાં 3 આખલાને ખુલ્લા છોડવામાં આવે છે જેને કોઈ પકડતું નથી.
- તેઓ ગામના સૌથી મોટી વયના આખલા હોય છે. તેમને ગામની શાન માનવામાં આવે છે.
- આ આખલાઓના પસાર થયા બાદ જલિકટ્ટુની વાસ્તવિક રમતનો પ્રારંભ થાય છે. જેમાં સિક્કાની થેલીઓને આખલાના સિંગ પર બાંધવામાં આવે છે.
- પછી આ આખલાઓને ભડકાવીને લોકોની વચ્ચે છોડી દેવામાં આવે છે. જેથી લોકો આ આખલાઓને પકડી થેલી મેળવી શકે.
- આ રમતમાં આખલા પર નિયંત્રણ મેળવનારા લોકોને ઈનામ પણ આપવામાં આવે છે. 
- આ રમત માટે આખલાને બાંધીને તેને ભડકાવવાની પ્રેક્ટિસ પણ કરવામાં આવતી હોય છે.
- સુપ્રીમ કોર્ટે 2014માં જલિકટ્ટુને પ્રાણીઓ પર થતી ક્રૂરતા ગણાવી પ્રતિબંધ લગાવ્યો હતો. જેને કારણે તામિલનાડુમાં ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે. 
- આ રમતને શરુ કરવવા રાજ્યસરકારના અધ્યાદેશને ગવર્નરે મંજૂરી આપી દીધી છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જાણો ભારતમાં પ્રાણીઓ સાથે રમાતી અન્ય લોહિયાળ રમતો....)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: All Of This Games Were Banned By High Courts Or Supreme Court Of India
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext