Home »National News »In Depth» Banks Charge Heavy Fee On Digital Transactions

ડિજિટલ મની પર રૂ. 26 હજાર કરોડ વસૂલશે બેન્ક-સરકાર, થશે જંગી નફો

divyabhaskar.com | Mar 07, 2017, 10:44 AM IST

નવી દિલ્હી:SBI સહિત દેશની મોટી-મોટી બેન્કોએ મહિનામાં પાંચથી વધુ ATM ટ્રાન્ઝેક્શન્સ પર ચાર્જ લાગુ કરી દીધા છે. બેન્કોની દલીલ છે કે આમ કરવાથી ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન મળશે. પરંતુ તેના કારણે ગ્રાહકોને હેરાનગતિ થશે. નોટબંધી સમયે દેશના 90 ટકા વ્યવહાર રોકડમાં થતા હતા અને દસ ટકા ડિજિટલ. હવે સ્થિતિ ઝડપભેર બદલી રહી છે. આ વર્ષે ત્રીસ ટકા સુધી લેવડદેવડ ડિજિટલી થવાની સંભાવના છે. 
 
ગત વર્ષે વસૂલ્યા રૂ. છ હજાર 750 કરોડ 

- ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સની અવેજીમાં ગત વર્ષે બેન્કોએ રૂ. 6 હજાર 750 કરોડ ફી પેટે વસૂલ્યાં હતાં. 
- પ્લાસ્ટિક મનીનો ઉપયોગ કરનારાઓ પાસેથી આ વર્ષે રૂ. 26 હજાર કરોડ વસૂલાશે તેવી શક્યતા છે. મતલબ કે ગત વર્ષની સરખામણીએ ચાર ગણી વધુ કમાણી થશે. 
- આનાથી સરકાર તથા બેન્કોનો ખર્ચ તો નીકળશે જ, સાથે-સાથે નફો પણ થશે. 
- માસ્ટર કાર્ડના અહેવાલ પ્રમાણે, ભારતમાં નાણાકીય હેરફેરનો વાર્ષિક ખર્ચ રૂ. 21 હજાર કરોડ છે. 
- મતલબ કે જનતા જે ફી ચૂકવશે તે સરકાર તથા બેન્કોના કુલ ખર્ચ કરતા વધુ હશે. 
 
નોટબંધી પહેલા રૂ. 13.5 લાખ કરોડના ડિજિટલ વ્યવહાર 

- વર્ષ 2015માં ભારતનો ઉપભોક્તાએ રૂ. 120 લાખ કરોડ ખર્ચ્યા હતા. FICCI તથઆ PwCના અંદાજ પ્રમાણે, તેમાં વાર્ષિક 12 ટકાના દરે વધારો થઈ રહ્યો છે. મતલબ કે વર્ષ 2016માં આ ખર્ચ રૂ. 135 લાખ કરોડ રહ્યો. 
- દસ ટકાના હિસાબથી જોવામાં આવે તો રૂ. 13.5 લાખ કરોડ રૂપિયા પ્લાસ્ટિક મની મારફત વપરાયાં. વર્તમાન ટકાવારી પ્રમાણે, અડધો ટકો ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે. 
- મતલબ કે સરકારે આપણી પાસેથી રૂ. 6 હજાર 750 કરોડ ટ્રાન્ઝેક્શન ફી પેટે વસૂલ કર્યાં. 
આ વર્ષે રૂ. 51 લાખ કરોડના ડિજિટલ વ્યવહારોની શક્યતા 
વાર્ષિક 12 ટકાની વૃદ્ધિ પ્રમાણે, વર્ષ 2017માં રૂ. 170 લાખ કરોડ કન્ઝ્યુમર્સ ખર્ચશે. 
- નોટબંધીને કારણે આ વર્ષના ત્રીસ ટકા વ્યવહારો ડિજિટલાઈઝ્ડ થયા. મતલબ કે રૂ. 51 લાખ કરોડના વ્યવહારો ડિજિટલ માધ્યમોથી થયાં. 
- તેની ઉપર 0.5 ટકાના દરે ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે. મતલબ કે સરકારને રૂ. 26 હજાર કરોડની ફિસ મળશે. 
 
પાંચ પ્રકારના ચાર્જીસ વસૂલે છે બેન્કો 

- કાર્ડ્સથી ખરીદી પર MDR
- બ્રાન્ચમાં નિર્ધારિત પ્રમાણથી વધુ લેવડ-દેવડ પર ચાર્જીસ
- મિનિમમ બેલેન્સ ન રાખીએ તો ચાર્જ
- ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ પર ચાર્જ
- આ તમામ પ્રકારની ફીસ પર સરકાર સર્વિસ ટેક્સ વસૂલે છે. 
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Banks charge heavy fee on Digital Transactions
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended