Home »National News »In Depth» Baggit Is A Leading Manufacturer & Supplier Of All Kind Of Bag-Purses

એક સમયે ટાઈમપાસ માટે કર્યું કામ, એક આઈડિયાથી આ મહિલા બની કરોડપતિ

divyabhaskar.com | Feb 08, 2017, 10:32 AM IST

  • નીના લેખી, બેગિટ કંપનીની ફાઉન્ડર.
નવી દિલ્હીઃ બેગિટ કંપનીની ફાઉન્ડર નીના લેખી બાળપણથી જ ભણવામાં સૌથી આગળ રહી છે. પોતાની ક્લાસ બાદ મળતા ફ્રી સમયમાં તેઓ ‘શ્યામ આહુજા’ના ડિઝાઈનર શો રૂમમાં નોકરી કરવાનું શરુ કરી દીદું હતું. આ સમય તેમને આઈડિયા આવ્યો કે જેમ ટી-શર્ટ પર સ્લોગન લખેલા હોય છે, તે જ રીતે બેગ પર સ્લોગન લખી તેનું વેચાણ કરવું જોઈએ. આજે બેગિટ કંપનીનું વાર્ષિક ટર્નઓવર 100 કરોડથી વધુ છે.
 
લિફ્ટમેન અને જીપ મિકેનિકથી મળી મદદ....

- નીનાએ કોમર્શિયલ આર્ટને કરિઅર તરીકે પસંદગી કરી અને મુંબઈની સોફિયા પોલિટેકનિક કોલેજમાં એડમિશન મેળવ્યું.
- નીનાએ માત્ર ટાઈમ પાસ માટે બેગ બનાવવાના આઈડિયા પર કામ કર્યું.
- જેમાં નીના એક લિફ્ટમેન અને એક જીપ મિકેનિકની મદદથી સાદા કેનવાસના બેગ બનાવવાનું શરુ કર્યું.
- બીજી તરફ ડિઝાઈનર સ્ટોરના માલિકથી નીનાને પોતાના બનાવેલા બેગ વેચવાની મંજૂરી પણ મળી ગઈ.
- નીનાની મુલાકાત એક મિત્રના ભાઈ મનોજ સાથે થઈ. મનોજ કપડાની એક્ઝિબિશન અને સેલ લગાવતા.
- મનોજને નીનાએ બનાવેલા બેગ ગમતા તેને વેચવાનો નિર્ણય કર્યો. 
- નીનાએ પ્રયોગ તરીકે બેગ પર અમુક એટિટ્યૂડવાળા કોટ લખવાની શરુઆત કરી દીધી.
- નીનાને તે સમયે 25 રૂપિયાનો ખર્ચ દરેક બેગ માટે થતો, આ બેગને તે માર્કેટમાં 60 રૂપિયામાં વેચતી હતી. 
 
માઈકલ જેક્શનના ડાન્સ પર કંપનીનું નામ

- 3 વર્ષમાં નીનાના બનાવેલા બેગનું વેટાણ 10 ગણું વધી ગયું. તેથી નીનાએ લેધર બેગ બનાવવાનો નિર્ણય લીધો.
- દુર્ગંધને કારણે પ્રાણીઓની ખાલથી બનતા લેધરને બદલે સિન્થેટિક લેધરના બેગ બનાવવાનું શરુ કર્યું.
- દેશમાં વધતા મોબાઈલ ધારકોની સંખ્યા જોઈ નીનાએ બેલ્ટ, વોલેટ અને અન્ય એસેસરીઝ પણ બનાવવાનું શરુ કર્યું.
- નીના માઈકલ જેક્સનની મોટી ફેન છે અને તેની બીટ ઈટ પર જ પોતાની કંપનીનું નામ ‘બેગિટ’ રાખ્યું.
- નીનાએ 1990માં બેગિટ કંપનીની સ્થાપ્ના કરી હતી અને વર્ષ 2000માં તેનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.....................)
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Baggit is a leading Manufacturer & Supplier of All kind of bag-purses
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended