Home »National News »In Depth» Through Social Media Shawna Pandya Says Not Part Of NASA Mission

ગુજરાતી યુવતી શાવના પંડ્યાનો ખુલાસો- સ્પેસ મિશન માટે નથી થઈ પસંદગી

divyabhaskar.com | Feb 10, 2017, 14:44 PM IST

  • શાયના પંડ્યાએ સોશિયલ મીડિયા દ્વારા ખુલાસો કર્યો હતો કે તેની નાસા મિશનમાં પસંદગી નથી થઈ.
નેશનલ ડેસ્ક.કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ બાદ ભારતીય મૂળની ત્રીજી મહિલા અવકાશમાં ઉડાણ ભરી રહી છે તેવા અહેવાલો આવતા મૂળ ગુજરાતની શાવના પંડ્યાનું નામ ચર્ચાવા લાગ્યું હતું. નાસા દ્વારા 2018માં અવકાશમાં જનારી ટીમમાં શાવના પંડ્યાનો સમાવેશ થવાના અહેવાલ પ્રકાશિત થયા બાદ શાવનાની સિદ્ધિને લઈ અનેક અહેવાલો પ્રકાશિત થઈ રહ્યા છે. આ અહેવાલો વચ્ચે શાવનાએ શુક્રવારે પોતાના ફેસબુક અને ટ્વિટર હેન્ડલ પરથી કરેલા ચોંકાવનારા ખુલાસાએ તમામ આશંકાઓ પરથી પડદો ઉઠાવી દીધો છે. નાસા મિશનમાં એસ્ટ્રોનોટની પસંદગીની કોઈ જાહેરાત હજુ સુધી થઈ નથી તેવું શાયનાએ સ્પષ્ટ કર્યું છે.
 
મીડિયા રિપોર્ટ્સમાં શું દાવો કરવામાં આવ્યો છે?
 
- શાવના પંડ્યા આલબર્ટ યૂનિવર્સિટી હોસ્પિટલમાં એક સર્જન તરીકે કામ કરી રહી છે.
- સાથોસાથ તે અંતરિક્ષ મિશનના એસ્ટ્રોનોટની તૈયારી પણ કરી રહી છે.
- કેનેડામાં જન્મેલી 32 વર્ષીય શાવના બે અંતરિક્ષ યાત્રીકો પૈકીની એક છે જેને સિટિઝન સાયન્સ એસ્ટ્રોનોટ કાર્યક્રમ હેઠળ 3200 કેન્ડિડેટ્સમાંથી પસંદ કરવામાં આવી છે.
- તે 2018માં અંતરિક્ષમાં જનારા મિશનનો ભાગ હશે. જેમાં 8 એસ્ટ્રોનોટ્સને મોકલવામાં આવશે.
 
શાવના પંડ્યાએ ટ્વિટર અને ફેસબુકના માધ્યમથી શું કરી છે સ્પષ્ટતા?
 
- પોતાની નાસાના મિશનમાં પસંદગી થઈ હોવાના અહેવાલો પ્રકાશિત થતા શાવનાએ શુક્રવારે પોતાના ફેસબુક પેજ અને ટ્વિટર હેન્ડલના માધ્યમથી એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે.
- પોતાના નામને લઈને ચાલી રહેલી ચર્ચા અને નાસામાં પસંદગીને લઈને શું હકિકત છે તે અંગે શાવનાએ ખુલાસો કરતા સ્પષ્ટ થયું છે કે નાસા દ્વારા પસંદગી પામેલા એસ્ટ્રોનોટ્સની કોઈ યાદી જાહેર નથી કરવામાં આવી. શાવનાના જણાવ્યા મુજબ હજુ પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે અને આ વર્ષે તેની જાહેરાત થશે.
- શાવનાએ આ ઉપરાંત સ્પષ્ટતા કરી હતી કે કેટલાક અહેવાલોમાં તેને ન્યૂરોસર્જન કહેવામાં આવી છે પરંતુ આ વાત ભૂલભરેલી હોવાનું તેણે સ્પષ્ટતા કરી હતી.
- કેટલાક અહેવાલોમાં શાવના ઓપેરા શિંગર પણ છે એવું નોંધવામાં આવ્યું છે તેના અંગે પણ સ્પષ્ટતા કરતા શાવનાએ સ્પષ્ટ કર્યું કે તેણે એક જ વખત સ્ટેજ પર ઓપેરા ગાયું હતું તેથી હું ઓપેરા સિંગર ન કહેવાઉં.
 
આગળની સ્લાઈડમાં વાંચો, સોશિયલ મીડિયાના માધ્યમથી શાવના પંડ્યાએ શું કરી સ્પષ્ટતા? ગુજરાત સાથે શાવનાનો શું છે સંબંધ?
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Through social media Shawna Pandya says not part of NASA Mission
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended