Home »National News »In Depth» Will Mayawati Forget Guest House Chapter And Align With Akhilesh

યુતિની કવાયત વચ્ચે 'ગેસ્ટહાઉસ પ્રકરણ' ભૂલી સપાને ટેકો આપશે માયાવતી?

divybhaskar.com | Mar 10, 2017, 12:54 PM IST

  • માયાવતી
નેશનલ ડેસ્ક:પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ આવશે. આમ છતાંય ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ પર બધાયની નજર છે. કારણ કે ત્યાંથી જ થઈને દિલ્હીનો રસ્તો જાય છે. ગુરૂવારે સાંજે આવેલા એક્ઝિટ પોલ્સ તથા પોસ્ટ પોલ્સમાં ત્રિશંકુ વિધાનસભાની શક્યતા જણાય છે. એ સમયે જ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવે એક નિવેદન આપી બધાયને ચોંકાવી દીધા. અખિલેશે જરૂર પડ્યે બસપા સાથે ગઠબંધન કરવાની તૈયારી દાખવી છે. જેના આધારે એવું માનવામાં આવે છે કે, ભાજપને સત્તાની બહાર રાખવા માટે નવી રાજકીય ધરી બની શકે છે. જોકે, સવાલ એ છે કે, 22 વર્ષ જૂના ગેસ્ટહાઉસ પ્રકરણને ભૂલીને માયાવતી અખિલેશને ટેકો આપશે? 
એક્ઝિટ પોલ્સના આંકડા બદલવામાં આવ્યા: રામગોપાલ 
 
અખિલેશ યાદવની નજીક મનાતા તેના કાકા રામગોપાલે કહ્યું હતું કે, અમારી પાસે માહિતી છે કે, એક્ઝિટ પોલ્સના આંકડા બદલવામાં આવ્યા છે. આ માટે ચેનલ્સ દ્વારા દબાણ લાવવામાં આવ્યું હતું. અમે આશ્વસ્ત છીએ કે અમારી સરકાર બનશે. 

ત્રિશંકુ વિધાનસભાની શક્યતા

મોટાભાગના એક્ઝિટ પોલ્સના તારણ પ્રમાણે, યુપીમા ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ ઊભી થશે. જેના પગલે, રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. સાતમા તબક્કાના મતદાન પછીથી પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી બસપાના સુપ્રીમો માયાવતી તથા અખિલેશ યાદવની સાથે સંપર્કમાં છે. આ માટે જરૂર પડ્યે રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી પણ દરમિયાનગીરી કરી શકે છે. ચૂંટણી પરિણામોના અંતે 'પોસ્ટ પોલ મહાગઠબંધન' થઈ શકે છે. સવાલ એ છે કે, ગેસ્ટહાઉસ પ્રકરણને ભૂલીને માયાવતી અખિલેશ યાદવને ટેકો આપશે કે કેમ?

અગાઉ બિહારમાં આ પ્રયોગ સફળ રહ્યો હતો જનતાદળ યુનાઈટેડ, કોંગ્રેસ તથા લાલુપ્રસાદ યાદવની રાષ્ટ્રીય જનતા દળે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. જેમા ભાજપનો કારમો પરાજય થયો હતો. માયાવતીએ આ અંગે કોઈ પત્તાં નથી ખોલ્યાં અને ચૂંટણી પરિણામો બાદ જ વિકલ્પો અંગે વિચારવા માંગે છે. 

શું છે ગેસ્ટહાઉસ પ્રકરણ? ત્યારે થયું હતું માયાવતીના જીવનનું સૌથી મોટું અપમાન. વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
 
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Will Mayawati forget guest house chapter and align with Akhilesh
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended