Home »National News »In Depth» Kerala MP Ahmed Passes Away

લોકસભામાં MP અહેમદને શ્રદ્ધાંજલિ આપી બજેટ શરૂ; 'અમાનવીય' કૃત્ય: કોંગ્રસ

divyabhaskar.com | Feb 01, 2017, 11:13 AM IST

  • ઈ. અહેમદને પુષ્પાંજલિ અર્પિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના દિલ્હી ખાતેના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
નવી દિલ્હી:લોકસભાના સાંસદ ઈ. અહેમદનું બુધવારે વહેલી સવારે નિધન થયું છે. આમ છતાંય કેન્દ્ર સરકારે નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે, બજેટ રજૂ કરવાનો નિર્ધાર કર્યો છે. જેનો વિપક્ષે વિરોધ કર્યો છે.  પરંપરા પ્રમાણે, જો કોઈ સાંસદનું નિધન થાય તો ગૃહની કાર્યવાહી દિવસભર માટે મોકૂફ રહે. સાંસદ પ્રત્યે સન્માન દર્શાવવા આવતીકાલે (ગુરુવારે) લોકસભા મોકૂફ કરવામાં આવશે."
 
અહેમદને અંજલિ અર્પિત કરી ગૃહની કાર્યવાહી શરૂ કરવામાં આવી
 
લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને શોક સંદેશ વાંચીને અહેમદને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. બાદમાં અહેમદના માનમાં મૌન રાખવામાં આવ્યું હતું. મહાજને કહ્યું હતું,"રાષ્ટ્રપતિએ  આજની ગૃહની કાર્યવાહી બજેટ માટે બોલાવી છે. એટલે બજેટ રજૂ કરવાની બંધારણીય જવાબદારી રજૂ કરવી રહી. નહીંતર મેં એક દિવસ માટે કાર્યવાહી મોકૂફ કરી હોત. જે હવે સન્માન દર્શાવવા આવતીકાલે મોકૂફ કરવામાં આવશે."
 
લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજનના કહેવા પ્રમાણે," ઈ. અહેમદના નિધનથી દુ:ખ થયું છે. પરંતુ બજેટ રજૂ કરવું પડે તેમ છે. બજેટ એ બંધારણીય જવાબદારી છે. જેનું નિર્વહન કરવું રહ્યું." 
 
મળતી માહિતી પ્રમાણે, કેન્દ્ર સરકારે 1954માં પોલ જવહાર તથા 1974માં રાજ્યકક્ષાના વાણિજ્ય પ્રધાન એમબી રાણાના નિધનનું ઉદાહરણ ટાંક્યું હતું. ત્યારે બજેટ કાર્યવાહી યથાવત્ રહી હતી.  
 
આ એક અમાનવીય કૃત્ય: કોંગ્રેસ 

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેના કહેવા પ્રમાણે, "મારી જેડીયુ લીડર્સ અને પૂર્વ વડાપ્રધાન દેવ ગૌડા સહિતના વિપક્ષના નેતાઓ સાથે વાત થઈ. અમારા મતે બજેટને એક દિવસ પાછું ઠેલવું જોઈએ. હું કેરળ જઈ રહ્યો છું અને ગૃહમાં આ મુદ્દો કેવી રીતે ઉઠાવવો તે અંગે ચર્ચા કરીશું. ઈ. અહેમદનો પાર્થિવદેહ દિલ્હીમાં જ છે. આમ છતાંય જો સરકાર બજેટ રજૂ કરે તો તે 'અમાનવીય કૃત્ય' હશે. તા. 31મી માર્ચ (જ્યારે નાણાકીય જોગવાઈઓને મળેલી મંજૂરી કાયદાકીય રીત પૂર્ણ થાય) નથી. તેમાં હજુ ઘણો સમય છે."

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું, "ઈ. અહેમદના નિધન અંગે જાણીને દુઃખ થયું, તેમને અંજલિ અર્પિત કરું છું. કેરળના વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ હતા. તેમણે મુસ્લિમ સમુદાયના સશક્તિકરણ માટે કરેલા પ્રયાસોને યાદ રાખવામાં આવશે. પૂર્વ એશિયા સાથેના સંબંધોને સુધારવામાં તેમણે કરેલા પ્રદાનને યાદ રાખવામાં આવશે."

'મેન ઓફ ધ ડે' નાણાપ્રધાન અરૂણ જેટલીએ ટ્વિટ કરીને કહ્યું, "ઈ. અહેમદ વરિષ્ઠ સાંસદ અને પૂર્વ પ્રધાન હતા. તેમના નિધન પર શોક વ્યક્ત કરું છું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે. "
 
રાજનેતાઓ પહોંચ્યા અહેમદના નિવાસસ્થાને
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ, સંસદીય બાબતોના પ્રધાન, અનંત કુમાર, લોકસભાના સચિવ સુમિત્રા મહાજન સહિત વિપક્ષના અનેક નેતાઓ ઈ. અહેમદના દિલ્હી ખાતેના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. સાથે જ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. 
 
પ્રતિક્રિયા
 
- મારી દિલસોજી વ્યક્ત કરું છું. બજેટ આજે રજૂ ન થવું જોઈએ.: લાલુ પ્રસાદ યાદવ, સુપ્રિમો રાષ્ટ્રીય જનતા દળ 
-બજેટની નકલો સંસદ સુધી પહોંચ્યા બાદ બજેટને મોકૂફ કરવું અશક્ય બની જાય: સુભાષ કશ્યપ, બંધારણના નિષ્ણાત
- ગૃહ મોકૂફ કરવાની પરંપરા છે. પરંતુ કેન્દ્ર સરકાર આ કોઈ પરંપરામાં માનતી નથી.: નરેશ અગ્રવાલ, નેતા, સમાજવાદી પાર્ટી
 
લોકસભામાં બજેટ રજૂ કરવાનો નિર્ણય કોણ લેશે? વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
(In Depth Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kerala MP Ahmed passes away
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended